Queen Elizabeth II Funeral: મહારાણી એલિઝાબેથ દ્રિતિય ચિરનિંદ્રામાં થયા લીન, આ રીતે આપી અંતિમ વિદાય
Queen Elizabeth II Funeral: કિંગ III અને તેમની પત્ની કેમિલા ક્વીન કંસોર્ટ, કેમિટલ સર્વિસ બાદ સેંટ જોર્જ ચેપલથી બહાર આવ્યા. તેમણે સેવામાં સામેલ અન્ય લોકોને ધન્યવાદ પણ વ્યક્ત કર્યો. આ અવસર પર કિંગ ચાર્લ્સ III એકદમ ભાવુક જોવા મળ્યા.
Trending Photos
Queen Elizabeth II Funeral: મહારાણીએ પોતાના 21મા જન્મદિવસ પર રાજકુમારી એલિઝાબેથ તરીકે બ્રિટનને પહેલીવાર સંબોધિત કર્યા હતા. તેમની આ સ્પીચ કેપ ટાઉનથી રેડિયો પર બ્રોડકાસ્ટ કરવામાં આવી હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે ''હું તેની જાહેરાત કરું છું કે મારું જીવન નાનુ હોય કે લાંબું હંમેશા તમારી સેવા માટે લાગેલું રહેશે.'' બ્રિટનની આ મહારાણી ઉંમરના 96 વર્ષ પાર કરી સોઅમ્વારે જોર્જ છઠ્ઠાની સ્મૃતિ ચેપલમાં સદા માટે ચિરનિંદ્રામાં લીન થઇ ગયા. બ્રિટનના શાહી પરિવાર જ નહી પરંતુ આખી દુનિયા 25 વર્ષમાં મહારાની બની સૌથી લાંબા સમય સુધી રાજ કરનારી મહારાની એલિઝાબેથ દ્રિતિયને અંતિમ વિદાય આપવા માટે ઉમટી પડ્યા હતા.
મહારાણી એલિઝાબેથ દ્રિતિયનું આઠ સપ્ટેમ્બરના રોજ નિધન બાદ મૃતદેહને રાખવાથી માંડીને શ્રદ્ધાંજલિ સુધી તમામ રાજકીય સમારોહોમાં સખત શાહી પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું. સોમવારે મહારાણીને અંતિમ સંસ્કારના સમયે શાહી પરિવારનો 'ડ્રેસ કોડૅ' પણ પહેલાંથી નિર્ધારિત પરંપરા અનુસાર છે. મહારાણી એલિઝાબેથ દ્રિતિયનું 96 વર્ષની ઉંમરમાં સ્કોટલેંડના બાલ્મોરલ એસ્ટેટમાં નિધન થઇ ગયું હતું. તેમના અંતિમ સંસ્કાર લંડનના વેસ્ટમિંસ્ટર એબેમાં કરવામાં આવ્યા છે. આ દરમિયાન તમે જોઇ શકો છો કે મહારાજા ચાર્લ્સ તૃતિય મેડલ સથે પોતાની ઔપચારિક વર્દી પહેરેલાં જોવા મળે છે તેમના હાથમાં લાલ મખમલ અને સોનાની ફીલ્ડ માર્શલ બેટન છે, જેને મહારાણીએ 2012 માં તેમને આપી હતી. જ્યારે ચાર્લ્સને આ પદવી મળી હતી.
#WATCH | London, The UK: The Committal Service for Queen Elizabeth II begins at St George's Chapel in Windsor Castle. It will end with the coffin being lowered into the Royal Vault.
(Source: Reuters) pic.twitter.com/O4G32d9pPC
— ANI (@ANI) September 19, 2022
કિંગ III અને તેમની પત્ની કેમિલા ક્વીન કંસોર્ટ, કેમિટલ સર્વિસ બાદ સેંટ જોર્જ ચેપલથી બહાર આવ્યા. તેમણે સેવામાં સામેલ અન્ય લોકોને ધન્યવાદ પણ વ્યક્ત કર્યો. આ અવસર પર કિંગ ચાર્લ્સ III એકદમ ભાવુક જોવા મળ્યા.
The Cavalry Last Post is sounded by the State Trumpeters of the Household Cavalry before the Nation fell silent in Remembrance of Her Majesty The Queen. pic.twitter.com/ap5ccCiQW2
— The Royal Family (@RoyalFamily) September 19, 2022
ક્વીન એલિઝાબેથ દ્રિતિય માટે કમિટલ સેવા વિંડસર કેસલના સેંટ જોર્જ ચેપલમાં કરવામાં આવ્યા. તેમના તાબૂતને રોયલ વોલ્ટમાં ઉતારવાની સાથે જ પ્રક્રિયા પુરી કરવામાં આવી. હવે મહારાણીને તેમના દિવંગત પતિ ડ્યૂક ઓફ એડિનબર્ગની કબરની પાસે સેંટ ચેપલજોર્જની અંદર સ્થિત કિંગ જોર્જ VI મેમોરિયલ ચેપલમાં દફનાવવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે