SMEs આઈપીઓમાં રોકાણની તક, પ્રાઇઝ બેન્ડ 15થી 30 રૂપિયા, જાણો વિગત

Upcoming SMEs IPO: જો તમે પણ આઈપીઓમાં પૈસા લગાવો છો તો તમારા માટે સારા સમાચાર છે. હકીકતમાં આ સપ્તાહે એક સાથે ઘણી નાની કંપનીઓના આઈપીઓ રોકાણ માટે ઓપન છે. 
 

SMEs આઈપીઓમાં રોકાણની તક, પ્રાઇઝ બેન્ડ 15થી 30 રૂપિયા, જાણો વિગત

Upcoming SMEs IPO: જો તમે પણ આઈપીઓમાં પૈસા લગાવવાનું વિચારી રહ્યાં છો તો તમારી પાસે સારી તક છે. હકીકતમાં આ સપ્તાહે એક સાથે ઘણી નાની કંપનીઓના આઈપીઓ રોકાણ માટે ઓપન છે. આ સપ્તાહે સ્મોલ એન્ડ મીડિયમ ઇન્ડસ્ટ્રી (SMEs) કેટેગરીમાં પણ પબ્લિક ઈશ્યૂ લોન્ચ કરવામાં આવી રહ્યાં છે. વર્તમાનમાં પબ્લિક સબ્સક્રિપ્શન માટે 3 એસએમઈ આઈપીઓ ખુલી રહ્યાં છે. આવો આ ત્રણ વિશે જાણીએ. 

1. Containe Technologies
ઓટો કંપોનેટ્સ પ્લેયરની 2.48 કરોડ રૂપિયાના ઈશ્યૂ સબ્સક્રિપ્શન માટે 20 સપ્ટેમ્બરે ખુલી રહ્યો છે. રોકાણકારો 15 રૂપિયાની ઈશ્યૂ પ્રાઇઝ પર ઓછામાં ઓછા 8000 શેરો માટે બોલી લગાવી શકે છે. ફિનશોર મેનેજમેન્ટ આ ઇશ્યૂનું લીડ મેનેજર છે, જેને બીએસઈ પર લિસ્ટ કરવામાં આવશે. 

2. Kandarp Digi Smart 
આ આઈટી કંપનીએ 16 સપ્ટેમ્બરે પોતાનો 7.68 કરોડ રૂપિયાનો આઈપીઓ લોન્ચ કર્યો હતો. આ ઈશ્યૂ 20 સપ્ટેમ્બરે સમાપ્ત થશે. રોકાણકારો 30 રૂપિયાની કિંમત પર 3000 ઇક્વિટી શેર માટે અરજી કરી શકે છે. ઇશ્યૂ બાદ શેરમાં પ્રમોટરની ભાગીદારી 69.91 ટકા થઈ જશે. કંપનીના શેર એનએસઈ પર લિસ્ટ થશે. 

3. Maks Energy Solutions
ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ યુનિટે 16 સપ્ટેમ્બરે પોતાનો 3.792 કરોડ રૂપિયાનો ઈશ્યૂ લોન્ચ કર્યો હતો. આ આઈપીઓ 20 સપ્ટેમ્બરે બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા 6,000 શેર માટે 20 રૂપિયાના ભાવથી બોલી લગાવી શકે છે. સન કેપિટલ એડવાઇઝરી આ ઈશ્યૂનું લીડ મેનેજર છે. આ શેર એનએસઈ પર ડેબ્યૂ કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news