Queen Elizabeth II: બાબા વેંગાની જેમ ભવિષ્યવાણી કરે છે આ યુવતી, મહારાણી એલિઝાબેથ વિશે સાચી પડી ભવિષ્યવાણી!

Baba Vanga Hannah Carroll Predictions: બ્રિટન પર સૌથી લાંબા સમય સુધી રાજ કરનારા મહારાણી એલિઝાબેથ દ્વિતિયનું 70 વર્ષના શાસન બાદ 96 વર્ષની વયે બાલમોરલમાં નિધન થયું છે. તેમના નિધન અંગેની હાન્ના કૈરોલે કરી ભવિષ્યવાણી સાચી પડી છે. 

Queen Elizabeth II: બાબા વેંગાની જેમ ભવિષ્યવાણી કરે છે આ યુવતી, મહારાણી એલિઝાબેથ વિશે સાચી પડી ભવિષ્યવાણી!

British Queen Death: 'આ વર્ષે બ્રિટનના મહારાણીનું મૃત્યુ થશે'. બાબા વેંગાની જેમ જ ભવિષ્યવાણી કરનારી આ યુવતીની ભવિષ્યવાણી પણ આખરે સાચી પડી. 19 વર્ષની હાન્ના કૈરોલે વર્ષ 2022 માટે 28 મોટી ભવિષ્યવાણી કરી હતી. જેમાં મહારાણીના નિધન બાદ 11 ભવિષ્યવાણી સાચી પડી છે. 

અનેક ભવિષ્યવાણી સાચી પડી
અમેરિકાના મેસાચુસેટ્સના ફોક્સબોરોની રહીશ હાન્નાએ નિક જોનાસ અને પ્રિયંકા ચોપડાના ઘરે નવા મહેમાનના આગમન, રિહાનાનું ગર્ભવતી થવું અને હેરી સ્ટાઈલ્સ તથા બેયોન્સના નવા આલ્બમ જેવી ભવિષ્યવાણી કરી હતી. જે સાચી પડી. તેમણે ઓગસ્ટમાં એક ભવિષ્યવાણી કરી હતી કે પેટ ડેવિડસન અને કિમ કાર્દશિયન અલગ થઈ જશે. આ ભવિષ્યવાણી પણ સારી પડી. 

Top 50: Queen Elizabeth's big statement, Camilla will become Queen when  Prince Charles becomes King | Zee News

હાન્ના પોતાના ફોલોઅર્સ માટે ફી લઈને ટિકટોક પર રિડિંગ પણ કરે છે. કૈરોલ હાલ પર્સનલ રિડિંગ પર 2000 ડોલર પ્રતિ મહિનો કમાણી કરે છે. એવું કહેવાય છે કે ફોટો કે પછી પોતાના બે ગ્રાહકોને જોઈને તે તેમના જીવનમાં થનારી ઘટનાઓનું સટીક અનુમાન લગાવી શકે છે. ગર્ભવતી હોવું કે નવી નોકરી મળશે તેવું પણ કઈ હોઈ શકે છે. 

Queen Elizabeth II News in Tamil, Latest Queen Elizabeth II news, photos,  videos | Zee News Tamil

હાન્ના કહે છે કે મારું અનુમાન 'હિંમતવાન ભાવના' પર આધારિત હોય છે. તે  કહે છે કે જ્યારે પણ મારી તરફથી કરાયેલું કોઈ અનુમાન સાચુ પડે છે તો તે મને ઉત્સાહિત કરી દે છે. મને તે સાચું પડતા જોઈને સારું લાગે છે. તેઓ આગળ કહે છે કે હું હંમેશાથી પોપ કલ્ચર અને સેલિબ્રિટિઝ વચ્ચે રહી છું તો મારું મોટાભાગનું અનુમાન તેમના વિશે હોય છે. આ એક પ્રકારની દ્રષ્ટિ છે, જેનાથી મને લાગે છે કે કઈક થવાનું છે. આ ખુબ મજબૂત હિંમતવાન ભાવના હોય છે. હાન્નાએ કહ્યું કે 'હું સામાન્ય રીતે દર  બેથી ત્રણ દિવસમાં 15 રિડિંગ્સ કરું છું, મને કેટલો સમય મળે છે તેના પર તે નિર્ભર કરે છે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news