Stop Smoking: સ્મોકિંગ છોડો અને પૈસા લઈ જાઓ! સરકારે આ શહેરમાં જાહેર કરી અનોખી સ્કીમ

Stop Smoking: આ યોજનામાં ખાસ વાત એ પણ છે કે, જે વ્યક્તિ સ્મોકિંગ છોડવાનો દાવો કરે છે તો તેને એક ટેસ્ટમાંથી પસાર થવું પડશે. તે શખ્સે પોતાનો દાવો સાબિત કરવા માટે એક્સહેલ્ડ કાર્બન મોનોઓક્સાઈડ ટેસ્ટમાંથી પસાર થવું પડશે

Stop Smoking: સ્મોકિંગ છોડો અને પૈસા લઈ જાઓ! સરકારે આ શહેરમાં જાહેર કરી અનોખી સ્કીમ

Stop Smoking: આજની યંગ જનરેશનમાં સ્મોકિંગનો ક્રેઝ વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે સ્મોકિંગ રેટને ઘટાડવા માટે એક શહેરમાં પાયલટ કાઉન્સિલ સ્કીમના પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. જેમાં સ્મોકિંગ છોડનાર શખ્સને લગભગ 20 હજાર રૂપિયા કેશ આપવાની જોગવાઈ છે. ત્યારે પ્રેગ્નેન્ટ મહિલાઓને આ સ્કીમ હેઠળ બમણા પૈસા આપવામાં આવશે. આ સ્કીમ બ્રિટનના એક શહેરમાં લાગુ કરવામાં આવી રહી છે. કેમ કે, ત્યાં થોડા સમયથી સ્મોકિંગ રેટ ઘટી રહ્યો નથી.

સ્મોકિંગના આંકડાઓને જોતા બ્રિટનના ચેશાયર ઇસ્ટમાં આ સ્કીમમાં પ્રેગ્નેન્ટ મહિલાઓને પણ સામેલ કરવામાં આવી છે. પ્લાન અનુસાર, ત્યાં સ્મોકિંગ છોડનારને લગભગ 20 હજાર રૂપિયા અને પ્રેગ્નેન્ટ મહિલાઓને સ્મોકિંગ છોડવા માટે તેમને લગભગ 40 હજાર રૂપિયા આપવામાં આવશે. જો આ યોજના અસરકારક સાબિત થશે તો દેશના અન્ય ભાગમાં પણ તેને લાગુ કરવાની વાત કરવામાં આવી રહી છે.

આ યોજનામાં ખાસ વાત એ પણ છે કે, જે વ્યક્તિ સ્મોકિંગ છોડવાનો દાવો કરે છે તો તેને એક ટેસ્ટમાંથી પસાર થવું પડશે. તે શખ્સે પોતાનો દાવો સાબિત કરવા માટે એક્સહેલ્ડ કાર્બન મોનોઓક્સાઈડ ટેસ્ટમાંથી પસાર થવું પડશે. સ્મોકિંગ છોડનાર લોકોને 20 હજાર અને પ્રેગ્નેન્ટ મહિલાઓને 40 રૂપિયા ઇન્સ્ટોલમેન્ટમાં આપવામાં આવશે.

ચેશાયર ઇસ્ટ કાઉન્સિલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ વાતના નકર પુરાવા છે કે ફાઈનાન્શિયલ ઇન્સેન્ટિવ સ્મીમ્સ એવા લોકો માટે મદદની એક અસરકારક રીત છે, જે સ્મોકિંગ છોડવા ઇચ્છે છે. રિપોર્ટ અનુસાર, એક દિવસમાં 20 વખત સ્મોક કરતા લોકો સ્મોકિંગ પર વર્ષના 4.4 લાખ રૂપિયાનો ખર્ચ કરે છે. 

આ ઉપરાંત 70 ટકા ફેફસાના કેન્સરના કેસ સ્મોકિંગ સાથે જોડાયેલા હોય છે. સ્મોકિંગના કારણે આ ઉપરાંત અન્ય બિમારીઓ પણ થાય છે. રિપોર્ટ અનુસાર આ યોજના માટે લગભગ 1 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. એક કમિટિ આ યોજનાને કાઉન્સિલ સામે જુલાઈમાં રજૂ કરવાની વાત કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news