ઈયુ ચીફ બોલ્યા, 'ટ્રમ્પ જેવા મિત્ર હોય તો દુશ્મનની શું જરૂર'

ઈરાન ડીલમાંથી બહાર નિકળવા અને વ્યાપાર યુદ્ધને પ્રોત્સાહન આપ્યા બાદ હવે અમેરિકાના મિત્રોજ તેમનાથી નારાજ છે. 

ઈયુ ચીફ બોલ્યા, 'ટ્રમ્પ જેવા મિત્ર હોય તો દુશ્મનની શું જરૂર'

બુલ્ગારિયાઃ ઈરાન ડીલમાંથી બહાર નિકળવા અને વ્યાપાર યુદ્ધને પ્રોત્સાહન આપ્યા બાદ હવે અમેરિકાના મિત્રોજ તેમનાથી નારાજ છે. યૂરોપિયન યૂનિયનના ચેરમેને બુધવારે એક બેઠક દરમિયાન કહ્યું, જેની પાસે ડોનાલ્ડ ટ્રમ્પ જેવા મિત્રો હોય તેને દુશ્મનોની શું જરૂર છે? 

28 દેશોના નેતા બુધવારે બુલ્ગારિયાની રાજધાનીમાં રાત્રીભોજન પર મળ્યા હતા, જેથી તેના પર ચર્ચા કરી શકાય કે, ઈરાન સમજુતીને કેમ સુરક્ષિત રાખી શકાય અને યૂરોપિય દેશો ઈરાનની સાથે વ્યાપારને ટ્રમ્પના પ્રતિબંધો બાદ કેમ આગળ વધારી શકાય જેથી ટ્રેડ વોરથી બચી શકાય. 

યૂરોપિયન યૂનિયનના ચેરમેન ડોનાલ્ડ ટસ્કે કહ્યું કે, ટ્રમ્પના નિર્ણયને પહોંચી વળવા માટે યૂરોપિયન યૂનિયનને પહેલાથી વધુ એક થવું પડશે. ટસ્કે પત્રકાર પરિષદમાં કહ્યું, રાષ્ટ્રપતિ ટ્રમ્પે હાલમાં લીધેલા નિર્ણયને જોતા કોઈપણ તે વિચારી શકે કે, ટ્રમ્પ જેવા મિત્રો હોવા પર કોઈ દુશ્મનની શું જરૂર?

આગળ તેમણે કહ્યું, સ્પષ્ટ રીતે કહું તો યૂરોપે રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર માનવો જોઈએ. કારણ કે, અમને તમામ પ્રકારનો ભ્રમથી છૂટકારો મળ્યો. 

મહત્વનું છે કે અમેરિકાની ફર્સ્ટ નીતિથી યૂરોપિયન નેતાઓની મુશ્કેલી સતત વધી રહી છે. પછી તે પેરિસ જળવાયુ સમજુતીમાંથી બહાર નિકળવું હોય કે 2015માં થયેલા ઈરાન પરમાણુ સમજુતીમાંથી અમેરિકાનું અલગ થવાનું હોય. ટ્રમ્પના નિર્ણયે યૂરોપની પોતાની વિદેશ નીતિ માટે આફત ઉભી કરી દીધી છે. 

ટસ્કે કહ્યું, યૂરોપે પોતાની સુરક્ષા માટે શક્તિ અનુસાર બધું કરવું જોઈએ. આપણે તે સ્થિતિ માટે પણ તૈયાર રહેવું પડશે જ્યારે આપણી મહેનતે બધું કરવાની પરિસ્થિતિ આવશે. 

આ સપ્તાહે અમેરિકી દૂતાવાસને ઈઝરાયલથી યરૂશલમ શિફ્ટ કરવાથી પણ ઘણા યૂરોપિય દેશ નારાજ હતા. પરંતુ ઈયુ તેનો ખુલીને વિરોધ તે માટે કરતું નથી કારણ કે ઈઝરાયલ સમર્થક દેશ ચેક ગણરાજ્ય અને હંગરી અમેરિકાના નિર્ણયના સમર્થનમાં હતા. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news