પુતિન ભારત ન આવવાના મુદ્દે રશિયાના રાજદૂતે આપ્યું એવું નિવેદન, મચ્યો હંગામો
ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવના એક નિવેદનથી જાણે હંગામો થઈ ગયો છે. તેમની આ ટિપ્પણી પર જ્યારે વિવાદ થયો તો માઈક્રો બ્લોગિંગ સાઈટ એક્સ (અગાઉ ટ્વિટર) પર સ્પષ્ટીકરણ આપતા તેમણે ટ્વીટ કરીને કહ્યું કે મને ખેદ છે કે મારા શબ્દોમાં કેટલાક લોકો પ્રત્યે ટીકાની ભાવના હતી.
Trending Photos
ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવના એક નિવેદનથી જાણે હંગામો થઈ ગયો છે. વાત જાણે એમ છે કે રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવ અંગે તેમણે કહ્યું કે તેઓ વુમેનાઈઝર (મહિલાઓમાં વધુ રસ ધરાવતા વ્યક્તિ) છે અને ત્યારબાદ તેમની ઘણી આલોચના થઈ છે. જો કે હવે અલીપોવે પોતાના નિવેદન અંગે ખેદ વ્યક્ત કર્યો છે અને રશિયાના વિદેશમંત્રીના વખાણ કર્યા છે.
શું છે મામલો
શુક્રવારે ફોરેન કોરેસપોન્ડન્સ ક્લબ ઓફ સાઉથ એશિયામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અલીપોવને જી20 શિખર સંમેલનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના ન આવવા અંગે સવાલ કરવામાં આવ્યો. તેમને સવાલ કરાયો કે પુતિન રશિયાની મહિલાઓમાં ખુબ લોકપ્રિય છે, જો તેઓ ભારત આવત તો તે અમારા માટે ખુબ સારું રહેત. અમે ખરેખર ખુશ થાત. પરંતુ હવે તમારા વિદેશમંત્રી બેઠકમાં આવી રહ્યા છે.
જવાબમાં અલીપોવે કહ્યું કે "રશિયાના પુરુષો પર તમારી ટિપ્પણી બદલ આભાર, આમ તો લાવરોવ પરણીત છે. પરંતુ તેઓ મહિલાઓમાં વધુ રસ ધરાવતા વ્યક્તિ છે." તેમની આ ટિપ્પણી પર જ્યારે વિવાદ થયો તો માઈક્રો બ્લોગિંગ સાઈટ એક્સ (અગાઉ ટ્વિટર) પર સ્પષ્ટીકરણ આપતા તેમણે ટ્વીટ કરીને કહ્યું કે મને ખેદ છે કે મારા શબ્દોમાં કેટલાક લોકો પ્રત્યે ટીકાની ભાવના હતી. પરંતુ મારો અર્થ બસ એટલો હતો કે મંત્રી લાવરોવ એક સજ્જન વ્યક્તિ તરીકે મહિલાઓ વચ્ચે ખુબ લોકપ્રિય છે અને તેમની બુદ્ધિ, કરિશ્મા અને હાજરજવાબી માટે પુરુષો પણ તેમની પ્રશંસા કરે છે.
I’m sorry that my words had a scandalous tang to some. The only thing I meant is that Minister Lavrov is popular among women as a gentleman. And he’s much admired by men too for his intellect, charisma and wit.
— Denis Alipov 🇷🇺 (@AmbRus_India) September 3, 2023
પુતિન નહીં આવે
ભારતની મેજબાનીમાં જી20 શિખર સંમેલન 9-10 સપ્ટેમ્બર વચ્ચે નવી દિલ્હીમાં આયોજિત થઈ રહ્યું છે. બેઠકમાં સભ્ય દેશોના લગભગ તમામ રાષ્ટ્રાધ્યક્ષ ભાગ લેશે પરંતુ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સામેલ નહીં થાય. કારણ જણાવતા રાષ્ટ્રપતિ પુતિનના પ્રેસ સચિવ દિમિત્રી પેસ્કોવે કહ્યું કે પુતિન માટે હાલ યુક્રેનમાં 'વિશેષ સૈન્ય અભિયાન' જ સૌથી વધુ મહત્વપૂર્ણ છે.
શી જિનપિંગ પણ ભાગ નહીં લે
બીજી બાજુ ચીને પણ અધિકૃત રીતે સ્પષ્ટ કરી દીધુ છે કે જી20 નવી દિલ્હી શિખર સંમેલનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ નહીં પરંતુ પ્રધાનમંત્રી લી કિયાંગ ભાગ લેશે. પીટીઆઈના જણાવ્યાં મુજબ ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે એક સંક્ષિપ્ત નિવેદનમાં કહ્યું કે ભારત ગણરાજ્યની સરકારના નિમંત્રણ પર રાજ્ય પરિષદના પ્રધાનમંત્રી લી કિયાંગ 9 અને 10 નવેમ્બરના રોજ નવી દિલ્હી ભારત ખાતે આયોજિત થનારા 18માં જી20 શિખર સંમેલનમાં ભાગ લેશે.
રોયર્ટસના રિપોર્ટ મુજબ પ્રવક્તા માઓએ કહ્યું કે ચીનને આશા છે કે શિખર સંમેલનમાં સર્વસંમતિને મજબૂત કરી શકે છે, વિશ્વાસ વ્યક્ત કરી શકે છે અને વિકાસને પ્રોત્સાહિત કરી શકે છે. અત્રે જણાવવાનું કે ભારત જી20ના અધ્યક્ષ તરીકે 9-10 સપ્ટેમ્બરે આ પ્રભાવશાળી સમૂહના વાર્ષિક શિખર સંમેલનની મેજબાની કરી રહ્યું છે. જેમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સહિત બે ડઝનથી વધુ વૈશ્વિક નેતાઓ ભાગ લેશે.
જો બાઈડેન થયા નિરાશ
જો બાઈડેન આ સપ્તાહે ભારત પ્રવાસને લઈને ઉત્સુક છે. પરંતુ તેમને નિરાશા છે કે તેમના ચીની સમકક્ષ શી જિનપિંગ નવી દિલ્હીમાં આયોજિત થનારા જી20 શિખર સંમેલનમાં ભાગ નહીં લે. રવિવારે પત્રકારો સાથે વાતચીતમાં બાઈડેને કહ્યું કે હું નિરાશ છું પરંતુ હું તેમને મળવાનો છું. જો કે અમેરિકી રાષ્ટ્રપતિએ એ ન જણાવ્યું કે તેઓ જિનપિંગને ક્યાં મળવાના છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે