Pak વિદેશ મંત્ર પર ખુશ થયા સાઉદી અરેબિયાના પ્રિંસ, આપી 63 લાખની ભેટ
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રિંસે શનિવારે યોજાઇ રહેલી દેશની હાઇ પ્રોફાઇલ યાત્રા પહેલા, સાઉદી અરેબિયાની તરફથી કુરેશીને આપી 63,50,000 રૂપિયાની ભેટની જાણકારી આપી છે.
Trending Photos
ઇસ્લામાબાદ: સાઉદી અરેબિયાના પ્રિંસ મોહમ્મદ બિન સલમાને પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીને રોલેક્સની વોચ સહિત 63 લાખ રૂપિયાની અમૂલ્ય ભેટ આપી છે. તેમણે આ ભેટ સપ્ટેમ્બર 2018માં આપી જ્યારે કુરેશી ખાડી દેશની યાત્રા પર ગયા હતા. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રિંસે શનિવારે યોજાઇ રહેલી દેશની હાઇ પ્રોફાઇલ યાત્રા પહેલા, સાઉદી અરેબિયાની તરફથી કુરેશીને આપી 63,50,000 રૂપિયાની ભેટની જાણકારી આપી છે.
19 સપ્ટેમ્બર 2018ની યાત્રા દરમિયાન મળી ભેટ
પાકિસ્તાનની મીડિયાએ વિદેશ મંત્રાલયના દસ્તાવેજોના હવાલે બુધવારે જણાવ્યું કે કુરેશીને તોશખાનામાં પ્રિંસ સલમાન તરફથી મળેલી લાખો રૂપિયાની ભેટ જમા કરાવે. 9 અને 10 જાન્યુઆરીની તારીખે આ દસ્તાવેજમાં કહેવામાં આવ્યું કે પ્રધાનમંત્રી ઇમરાન ખાનની 19 સપ્ટેમ્બર 2018ની યાત્રા દરમિયાન વિદેશ મંત્રીને આ ભેટ આપવામાં આવી હતી.
શું-શું મળ્યું હતું ભટેમાં
ડોન ન્યૂઝ ટીવી દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલા દસ્તાવેજો અનુસાર, કુરેશીને રોલેક્સની એક વોચ, રત્નોથી જડેલી સોનાની એક પેન, સોનાની એક જોડી કફ લિંક્સ, કિંમતી રત્નોથી જોડાયેલી સોનાની ચેન અને સોનાની એક વીંટી મળી હતી.
પાકિસ્તાન પ્રવાસ પર આવી રહ્યાં છે સાઉદીના પ્રિંસ
પાકિસ્તાને બુધવારે કહ્યું કે મોહમ્મદ બિન સલમાન તેમની બે દિવસીય યાત્રા પર શનિવારે ઇસ્લામાબાદ પહોંચશે. તે દરમિયાન પાકિસ્તાનમાં અરજો ડોલરના રાકાણના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે.
(ઇનપુટ ભાષા)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે