નેશનલ એસેમ્બલીમાં પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા શાહબાઝ શરીફ, આજે રાત્રે લેશે શપથ
નેશનલ એસેમ્બલીમાં થયેલા વોટિંગમાં શાહબાઝ શરીફના પક્ષમાં 174 મત પડ્યા છે. એટલે કે શાહબાઝ શરીફ પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી બની ગયા છે.
Trending Photos
ઇસ્લામાબાદઃ શાહબાઝ શરીફ પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી બની ગયા છે. શાહબાઝ શરીફને નેશનલ એસેમ્બલીમાં બિનહરીફ દેશના પ્રધાનમંત્રી ચૂંટવામાં આવ્યા છે. આ પહેલાં ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈના તમામ સાંસદોએ નેશનલ એસેમ્બલીમાંથી વોકઆઉટ કર્યુ હતું. પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફના નાના ભાઈ શહબાઝ શરીફ ત્રણ વખત પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી રહી ચુક્યા છે.
આજે રાત્રે લેશે શપથ
નેશનલ એસેમ્બલીમાં થયેલા વોટિંગમાં શાહબાઝ શરીફના પક્ષમાં 174 મત પડ્યા છે. એટલે કે શાહબાઝ શરીફ પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી બની ગયા છે. શાહબાઝ શરીફ આજે રાત્રે 8 કલાકે પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે.
નવા પ્રધાનમંત્રીની પસંદગી પહેલા ઇમરાન ખાને નેશનલ એસેમ્બલીના સભ્યના રૂપમાં તે કહેતા રાજીનામુ આપી દીધુ કે તે ચોરોની સાથે નહીં બેસે. ઇમરાન ખાને કહ્યુ- જે વ્યક્તિ વિરુદ્ધ અબજો રૂપિયાના ભ્રષ્ટાચારનો કેસ છે. તે વ્યક્તિને પ્રધાનમંત્રીના રૂપમાં જોવા દેશનું આનાથી મોટુ અપમાન ન હોઈ શકે.
#WATCH | Shehbaz Sharif, Pakistan opposition leader, elected new PM
Source: PTV pic.twitter.com/lYcOeYbwQp
— ANI (@ANI) April 11, 2022
કોણ છે શાહબાઝ શરીફ
શાહબાઝ શરીફ પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (PML-N) ના સાંસદ છે અને પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફના નાના ભાઈ છે. તે 2018થી નેશનલ એસેમ્બલીના સભ્ય છે અને વિપક્ષના નેતા રહ્યા છે. શાહબાઝ 2018ની ચૂંટણીમાં પીએમ પદના ઉમેદવાર હતા. તે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહી ચુક્યા છે. ભારતના વિભાજન પહેલા શરીફનો પરિવાર જમ્મુના અનંતનાગ જિલ્લામાં રહેતો હતો.
વિભાજન બાદ શાહબાઝે લાહોરથી ગ્રેજ્યુએશન કર્યુ. 80ના દાયકામાં રાજનીતિમાં પગ મુકનાર શરીફે 1988માં પ્રથમ ચૂંટણી જીતી હતી. 1997માં તે પ્રથમવાર મુખ્યમંત્રી બન્યા, ત્યારબાદ 2008 અને 2013માં પણ તે પંજાબના મુખ્યમંત્રી રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે