ગામમાં આપમેળે પડી ગયા મોટા સિંકહોલ જેવા 100 ખાડા! સરકાર પણ બગવાઈ ગઈ, જુઓ શું થઈ ગામની હાલત

એક તરફ વરસાદની સિઝન છે અને એની વચ્ચે બે ગામમાં અચાનક એવું થઈ ગયુ કે ગ્રામજનોની ચિંતા વધી ગઈ. કારણ કે ગામમાં એવી પ્રાકૃતિક સ્થિતિનું નિર્માણ થયુ છે કે અચાનક 100થી વધુ ખાડા બની ગયા છે.

ગામમાં આપમેળે પડી ગયા મોટા સિંકહોલ જેવા 100 ખાડા! સરકાર પણ બગવાઈ ગઈ, જુઓ શું થઈ ગામની હાલત

નવી દિલ્લીઃ ક્રોએશિયના બે ગામમાં અચાનક એવું થઈ ગયુ કે ગ્રામજનોની ચિંતા વધી ગઈ. કારણ કે ગામમાં એવી પ્રાકૃતિક સ્થિતિનું નિર્માણ થયુ છે કે અચાનક 100થી વધુ ખાડા બની ગયા છે. આ ખાડામાંથી કેટલાક તો સૂકા છે તો કેટલાકમાં પાણી ભરાયેલું છે. તેમાંથી અંદાજિત અડધા તો પાછળના 1 મહિનાથી જમીનમાંથી નીકળે છે. ખેતરોમાં રસ્તા પર ઘરની આગળ બની રહ્યાં છે. તેનાથી ક્રોએશિયના વૈજ્ઞાનિક અચંભિત છે તો કેટલાક હેરાન પરેશાન છે. તેમને એ સમજણ નથી પડી રહી કે શું બને બંને ગામ જમીનમાં ઘૂસી જશે. અથવા તો કોઈ પ્રાકૃતિક અજુબો છે.

No description available.

ક્રોએશિયા (Croatia)ના આ બંને ગામડાઓમાં આ વર્ષની શરૂઆતથી જ આ અજીબો ગરીબ ઘટના બની રહી છે. આ ગામમાં એક છે મેસેનકાની (Mečenčani)  અને બીજા ગામનું નામ છે બોરોજેવિસી (Borojevići). અહીં નવા વર્ષની શરૂઆતથી જ જમીનમાં અજીબોગરીબ હલચલ થવા લાગી હતી. મેસેનકાનીમાં અચાનક એક મોટો સિંકહોલ (Sinkhole)  બની ગયો. સિંકહોલ એટલે કે જમીનમાં એચાનક એક ઉંડો ખાડો બની જવો. આ સિંકહોલ અંદાજિત 98 ફૂટ વ્યાસનો છે અને 49 ફૂટ ઉંડો છે.

No description available.

મેસેનકાની (Mečenčani)  ક્રોએશિયાની રાજધાની જગરેબ (Zagreb)થી અંદાજિત 40 કિલોમીટર દૂર છે. તેના પાસે જ બોરોજેવિસી ગામ પણ છે. ધીમે ધીમે અઠવાડિયામાં જ આ ગામમાં સિંકહોલની સંખ્યા વધવા લાગી હતી. બોરોજેવિસીમાં પણ ખાડા જોવા મળ્યા. જાન્યુઆરી પૂરુ થતાં સુધીમાં તો આ બંને ગામોમાં અંદાજિત 54 જેટલા સિંકહોલ પોતાનું મોઢું ખોલીને વૈજ્ઞાનિકોને જાણે ચિઢાવી રહ્યાં છે. અને આ વાતની પુષ્ટિ ક્રોએશિયન જિયોલોજિકલ ઈન્સ્ટિટ્યુટે પણ કરી છે.

No description available.

આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી AFPએ માર્ચમાં અંદાજો લગાવ્યો કે બંને ગામ અને તેમની આસપાસ 100થી વધુ સિંકહોલ બની ગયા છે. ઘણાં તો ખેતરમાં જાણી કે પાક ઉગે એમ ઉગી ગયા છે. કેટલાક લોકોના ઘરના આંગણામાં તો કેટલાકના ઘરની દિવાલ નીચે આ સિંકહોલ નીકળી ગયા છે. ગામના લોકો આ ખાલી અને પાણીથી ભરેલા સિંકહોલને ખતરનાક ગણી રહ્યાં છે. આ સિંકહોલથી ગામના લોકોની હાલત પણ ખરાબ થઈ છે. ગામલોકો આ જગ્યા છોડવા મજબૂર બની ગયા છે કારણ કે તમામને ચિંતા સતાવે છે કે આ સિંકહોલમાં ક્યારેક પોતે જ સમાઈ ના જાય.

No description available.

આ તમામ સમાચારો વચ્ચે વૈજ્ઞાનિકોએ ભૂગર્ભીય રહસ્ય (Geological Mystery)નો ખુલાસો કરી દીધો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ સિંકહોલનો સીધો સંબંધ ક્રોએશિયામાં ડિસેમ્બર 2020માં આવેલા ભૂકંપથી છે. અહીં 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના કારણે મધ્ય ક્રોએશિયામાં અંદાજિત 7 લોકોના મૃત્યુ થયા હતા અને 2 ડઝનથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. ભૂકંપના ઝટકા આખા ક્રોએશિયા અને પાડોશી દેશ બોસ્નિયા અને સર્બિયામાં પણ અનુભવાયા હતાં.

No description available.

સામાન્ય રીતે ભૂગર્ભીય હલચલ પછી સિંકહોલ નથી બનતા. સિંકહોલ એવી જગ્યાએ બને છે જ્યાં જમીનની અંતર કૈવિટી અથવા ગુફાઓ હોય. જેવી કે ક્રોએશિયમાં છે. ક્રોએશિયામાં જમીનની અંદર અનેક ગુફાઓમાં છે. કૈવિટી છે. તેને ડાઈનેરિક કાર્સ્ટ જિઓલોજી (Dinaric Karst Geology) કહે છે.

No description available.

ક્રોએશિયમાં ત્રણ એવી ગુફાઓ છે. જે અંદાજિત 3 હજાર 262 ફૂટ એટલે કે અંદાજિત 1 કિલોમીટર ઉંડી છે. આ ગુફાઓ પાણીના વહેણના કારણે બની છે. જ્યાં પાણી થોડું અમ્લીય  (Acidic) છે. જેના કારણે લાઈમસ્ટોન અને અન્ય બેડરોક ધીમે ધીમે પીગળતા રહે છે. માટી નરમ હોય છે. માટી નરમ હોય છે અને ઉપરની જમીન, જેના પર લોકોએ ઘર બનાવ્યા છે. ખેતર છે અને રસ્તાઓ છે જે ધસી પડ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news