Salman Khan ની આ 10 હીરોઈન કયાં ખોવાઈ ગઈ? એક સમયે નામ હતુ, આજે કોઈ ઓળખતુ નથી!

બોલીવુડમાં જ્યારે સૌથી વધારે અભિનેત્રીઓ સાથે જોડી જમાવવાની વાત આવે ત્યારે તેમાં સલમાન ખાનનું નામ આગળ રહે. સલમાન ખાને તેના 3 દાયકાથી વધુની કારકિર્દીમાં અનેક અભિનેત્રીઓ સાથે જોડી જમાવી... કેટલીક અભિનેત્રીઓ સાથે સલમાનની જોડી સુપરહિટ રહી. સલમાન ખાનની જોડી માધુરી દીક્ષિત, કરિશમા કપૂર, રાની મુખર્જી અને કેટરિના કૈફ સાથે હિટ રહી છે, અહી એવી અભિનેત્રીઓની વાત જેની સલમાન ખાન સાથે એક કે બે ફિલ્મોમાં જોડી બની હોય પરંતું ત્યારબાદ તેમણે ઈન્ડ્સ્ટ્રી છોડી દીધી કે લાંબી ન ચાલી શકી.

Salman Khan ની આ 10 હીરોઈન કયાં ખોવાઈ ગઈ? એક સમયે નામ હતુ, આજે કોઈ ઓળખતુ નથી!

ઝી બ્યૂરો, અમદાવાદઃ બોલીવુડમાં જ્યારે સૌથી વધારે અભિનેત્રીઓ સાથે જોડી જમાવવાની વાત આવે ત્યારે તેમાં સલમાન ખાનનું નામ આગળ રહે. સલમાન ખાને તેના 3 દાયકાથી વધુની કારકિર્દીમાં અનેક અભિનેત્રીઓ સાથે જોડી જમાવી... કેટલીક અભિનેત્રીઓ સાથે સલમાનની જોડી સુપરહિટ રહી. સલમાન ખાનની જોડી માધુરી દીક્ષિત, કરિશમા કપૂર, રાની મુખર્જી અને કેટરિના કૈફ સાથે હિટ રહી છે, અહી એવી અભિનેત્રીઓની વાત જેની સલમાન ખાન સાથે એક કે બે ફિલ્મોમાં જોડી બની હોય પરંતું ત્યારબાદ તેમણે ઈન્ડ્સ્ટ્રી છોડી દીધી કે લાંબી ન ચાલી શકી.

1. રેનુ આર્યા
સલમાન ખાનની લીડ રોલ તરીકે ભલે પહેલી ફિલ્મ વર્ષ 1989માં આવેલી 'મૈને પ્યાર કિયા' છે પરંતું તેને વર્ષ 1988માં રેખાની ફિલ્મ 'બીવી હો તો એસી' માં સપોર્ટિંગ રોલથી કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં સલમાનનો રેનુ આર્યા સાથે લવ ઈન્ટરેસ્ટ જોવા મળ્યો હતો. રેનુ આર્યાએ 29 વર્ષની ઉમરે જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને તિલાંજલી આપી દીધી હતી. રેનુ આર્યા સરસ રીતે લગ્નજીવન ગાળી રહી છે. રેનુ આર્યાને સલોની અને દીયા નામની બે દીકરી છે. લગ્ન બાદ રેનુ આર્યા રેનુ સિંહ બની ગઈ છે. રેનુ આર્યા હાલ નોઈડામાં રહે છે.

2. ભાગ્યશ્રી
ભાગ્યશ્રી એક એવી અભિનેત્રી જેને કોઈ ઓળખની જરૂર નથી. માત્ર એક ફિલ્મએ ભાગ્યશ્રીને સુપરસ્ટાર બનાવી દીધી હતી. વર્ષ 1989માં આવેલી ફિલ્મ 'મૈને પ્યાર કિયા' સલમાન અને ભાગ્યશ્રીની પહેલી બ્લોકબસ્ટર ફિલ્મ હતી. ફિલ્મથી બંને સુપરસ્ટાર બની ગયા. સલમાન ખાન ત્યારબાદ આગળ વધતો ગયો પરંતુ ભાગ્યશ્રીએ જીવનમાં લીધેલો એક નિર્ણય તેના પગ પર કુહાડી મારવા સમાન સાબિત થયો હતો. ભાગ્યશ્રીને તે સમયે ઘણી ફિલ્મોની ઓફર આવી પરંતું તેને એવી શરત મૂકી કે તે તેના પતિ સાથે જ ફિલ્મમાં અભિનેત્રી તરીકે કામ કરશે. ભાગ્યશ્રી 'વન ફિલ્મ વન્ડર' બની ગઈ. ભાગ્યશ્રી હાલ સોશિયલ મીડિયામાં એક્ટિવ છે અને હજી તે તેની ફિટનેસ અને સુંદરતાના મામલે નવી અભિનેત્રીઓને ટકકર મારે તેવી છે.

3. કંચન
કંચન નામ વાંચી ઘણા લોકો માથુ ખંજવાળતા હશે કે આ કઈ અભિનેત્રી?, કુલી નંબર-1માં ગોવિંદા અને કરિશમા કપૂર સાથે અન્ય એક અભિનેત્રી હતી જેનું નામ કંચન છે. કંચનએ ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યુ છે, કંચને અક્ષય કુમાર સાથેની 'અમાનત' ફિલ્મમાં કામ કર્યુ હતું. કંચન સલમાન ખાન સાથે 'સનમ બેવફા' ફિલ્મમાં કામ કર્યુ હતું. કંચના અન્ય અભિનેત્રી જેટલી બોલ્ડ ન હતી જેથી તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી ખોવાઈ ગઈ. કંચન હાલ ક્યા છે તેની ખાસ જાણકારી નથી.

4. ચાંદની ઉર્ફે નવોદિતા શર્મા
ચાંદની ઉર્ફે નવોદિતા શર્માએ સલમાન ખાન સાથે 'સનમ બેવફા'માં કામ કર્યુ હતું. સનમ બેવફામાં ચાંદનીએ લીડ હિરોઈન તરીકે કામ કર્યુ હતું. ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રી લોકોને ખૂબ પસંદ આવી હતી તો સનમ બેવફાના બધા ગીતો આજે પણ લોકોને તેટલા જ પસંદ છે. 'સનમ બેવફા' ફિલ્મ સુપરહિટ રહી હતી. તે સમયે ચાંદનીએ પ્રોડ્યુસર 'સાવન કુમાર' સાથે કોન્ટ્રાક્ટ કર્યો હતો જેથી તેઓ અન્ય કોઈ ફિલ્મમાં લીડ હિરોઈન ન બની શક્યા.ત્યારબાદ ચાંદનીને ફિલ્મોમાં કામ મળવાનું બંધ થઈ ગયું. ચાંદનીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દીધી. ચાંદનીનું અસલી નામ નવોદિતા શર્મા છે, હાલ તે ઓરલેન્ડોમાં ડાન્સ સ્ટુડિયો ચલાવે છે. નવોદિતાએ અનેક શોઝ કર્યા છે.

5. શીબા
અભિનેત્રી શીબાએ સલમાન ખાન સાથેની ફિલ્મ 'સૂર્યવંશી'માં કામ કર્યુ હતું. આ ફિલ્મમાં શીબા મુખ્ય અભિનેત્રી હતી, અમૃતા સિંઘ ફિલ્મમાં સલમાન ખાનના પૂર્વ જન્મની પ્રેમિકાનું પાત્ર ભજવ્યુ હતું. આ ફિલ્મ ચાલી નહીં પરંતું સલમાન અને શીબાની ઓન સ્ક્રીન કેમેસ્ટ્રી ચર્ચામાં રહી. શીબા ફિલ્મોમાં ખાસ ઉકાળી ન શકી પરંતું તેને ત્યારબાદ ટીવી સિરીયલમાં નાના મોટા રોલ કર્યા. શીબા હાલ સોશિયલ મીડિયામાં એક્ટિવ છે.

મોદી સરકારના મંત્રીના 4000 કરોડના મહેલમાં 8 હાથિયોને કેમ લટકાવાયા હતા છત પર? જુઓ અંદરની તસવીરો

6. આયશા ઝુલ્કા
90ના દાયકામાં આયશા ઝુલ્કાનો દબદબો રહ્યો હતો. આયશા ઝુલ્કાની સુંદરતા અને નિર્દોષ ચહેરાના લાખો દીવાના રહ્યા હતા. આયશા ઝુલ્કાએ સલમાન ખાન, આમીર ખાન અને અક્ષય કુમાર જેવા મોટા સિતારાઓ જોડે કામ કર્યુ હતું. આયશાએ સલમાન સાથે 'કુરબાન' ફિલ્મમાં કામ કર્યુ હતું. ફિલ્મનું ગીત 'તુ જબ જબ મુઝકો'  ખૂબ લોકપ્રિય રહ્યુ હતુ. કુરબાન આયશા ઝુલ્કાની ડેબ્યૂ ફિલ્મ હતી. આયશાએ ઘણી સારી એવી ફિલ્મોમાં કામ કર્યુ ત્યારબાદ તેણે ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું. આયશાએ વર્ષ 2018માં જીનીયસ ફિલ્મમાં કમબેક કર્યું.  આયશા ઝુલ્કા હાલ સફળ બિઝનેસવુમન છે.

7. રેવતી
સાઉથની અનેક ફિલ્મોમાં અભિનય કરનાર રેવતીએ સલમાન સાથેની વર્ષ 1991માં આવેલી ફિલ્મ 'લવ'માં કામ કર્યુ હતું.  ફિલ્મ ફલોપ રહી પરંતું તેનુ ગીત 'સાથિયા તુને ક્યા કિયા' આજે પણ લોકોના પસંદગીના ગીતોમાંથી એક છે. રેવતી હિન્દી ફિલ્મો કરતા સાઉથમાં વધુ સફળ રહી. રેવથી અર્જુન કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ 'ટુ સ્ટેટ્સ'માં છેલ્લે જોવા મળી હતી.

8. નગમા
નગમાએ સલમાનની ફિલ્મ 'બાગી- અ રિબેલ ફોર લવ' થી ડેબ્યૂ કર્યુ હતું. વર્ષ 1990માં રિલીઝ થયેલી ફિલ્મ સુપરહિટ રહી હતી. સલમાન અને નગમાની જોડી લોકોને ખૂબ પસંદ આવી હતી. નગમાએ હિન્દી સિવાય તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાની અનેક ફિલ્મોમાં કામ કર્યું. નગમાએ ફિલ્મ કારકિર્દી ટૂંકાવી દીધી અને ત્યારબાદ તે રાજકારણમાં સક્રિય થઈ ગઈ.

9. રંભા
સલમાન ખાન સાથે 'બંધન' અને 'જુડવા'માં જોવા મળેલી રંભાને કેવી રીતે ભૂલી શકાય?, રંભાએ સાઉથની ફિલ્મોમાંથી કરિયરની શરૂઆત કરી અને ત્યારબાદ તે હિન્દી ફિલ્મોમાં જોવા મળી. વર્ષ 2010માં લગ્ન બાદ રંભાએ કાયમ માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને તિલાંજલી આપી દીધી.

10. ભૂમિકા ચાવલા
સલમાન ખાનની જ્યારે એકસમયે ફિલ્મો નહોંતી ચાલતી ત્યારે વર્ષ 2003માં 'તેરે નામ' ફિલ્મ આવી હતી. સલમાન સાથે અભિનેત્રી ભૂમિકા ચાવલાએ ડેબ્યૂ કર્યુ હતું. ફિલ્મ તો બ્લોકબસ્ટર રહી પરંતુ સલમાન અને ભૂમિકાની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ ગમી. આજે પણ 'તેરે નામ' ના ગીતો તેટલા જ લોકપ્રિય છે. ભૂમિકા ચાવલા આ ફિલ્મથી રાતોરાત સ્ટાર બની ગઈ. એક કે બે ફિલ્મો કર્યા બાદ ભૂમિકા હિન્દી ફિલ્મોમાં જોવા ન મળી અને તેને સાઉથની ફિલ્મોમાં કામ કર્યું. ભૂમિકા ચાવલા સુશાંતસિંહ રાજપૂતની બહેનના રોલમાં છેલ્લે 'MS DHONI- THE UNTOLD STORY' માં જોવા મળી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news