North Korea: કોરોનાના હાહાકાર વચ્ચે રહસ્યમય 'તાવ'થી 6 લોકોના મોત, દોઢ લાખથી વધુ લોકો આઈસોલેશનમાં

એક જ કેસ રિપોર્ટ થતાની સાથે લોકડાઉન લાગી ગયું. આ બધા વચ્ચે હવે રહસ્યમય 'તાવ'ના કારણે લોકોના મોત થઈ રહ્યા છે. ન્યૂઝ એજન્સી એએફપીએ ત્યાંના સરકારી મીડિયાના હવાલે જણાવ્યું છે કે આ તાવના કારણે 6 લોકોના મોત થયા છે. 

North Korea: કોરોનાના હાહાકાર વચ્ચે રહસ્યમય 'તાવ'થી 6 લોકોના મોત, દોઢ લાખથી વધુ લોકો આઈસોલેશનમાં

North Korea News: બે વર્ષથી આખી દુનિયાને હચમચાવી નાખતા કોરોના વાયરસે આખરે આટલા સમય બાદ ઉત્તર કોરિયામાં પણ એન્ટ્રી કરતા જ હાહાકાર મચી ગયો છે. એક જ કેસ રિપોર્ટ થતાની સાથે લોકડાઉન લાગી ગયું. આ બધા વચ્ચે હવે રહસ્યમય 'તાવ'ના કારણે લોકોના મોત થઈ રહ્યા છે. ન્યૂઝ એજન્સી એએફપીએ ત્યાંના સરકારી મીડિયાના હવાલે જણાવ્યું છે કે આ તાવના કારણે 6 લોકોના મોત થયા છે. 

દક્ષિણ કોરિયા સરકારના જણાવ્યાં મુજબ 1,87,000 લોકોને આઈસોલેટ કરીને તેમની સારવાર થઈ રહી છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી કરાયું કે આ જે તાવથી લોકોના મોત થઈ રહ્યા છે તે તાવ કયો છે. પરંતુ બે વર્ષ બાદ ઉ.કોરિયામાં કોરોનાએ દસ્તક આપી છે. નવા કેસની પુષ્ટિ થયા બાદ કિમ જોંગ ઉને દેશવ્યાપી લોકડાઉન લગાવી દીધુ. તેમણે અપીલ પણ કરી કે કોરોનાથી બચવાના ઉપાય લોકો અજમાવે અને કડકાઈથી પાલન કરે. મીડિયા રિપોર્ટ મુજબ રાજધાની પ્યોંગયાંગમાં અનેક લોકોના ટેસ્ટ કરાયા જેમાંથી ઓમિક્રોન વેરિએન્ટની પુષ્ટિ થઈ. લોકોને ઘરોમાં રહેવા જણાવાયું છે. 

— ANI (@ANI) May 12, 2022

અત્રે જણાવવાનું કોરોના છેલ્લા બે વર્ષ કરતા પણ વધુ સમયથી હજુ પણ દુનિયાને હચમચાવી રહ્યો છે. અનેક દેશોમાં તેના અલગ અલગ સબ વેરિઅન્ટના ઢગલો કેસ આવી રહ્યા છે. પરંતુ આ અગાઉ ઉત્તર કોરિયામાં કોરોનાના કેસ સામે આવ્યા હોય તેવા કોઈ સમાચાર આવ્યા નહતા. આ બાજુ તજજ્ઞોનું કહેવું છે કે દક્ષિણ કોરિયાના ખરાબ સ્વાસ્થ્ય વ્યવસ્થા જોતા દેશે કોરોનાના ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news