પાસપોર્ટને લઇને તાઇવાને ભર્યું આ પગલું, હવે ચીન કરતાં અલગ હશે ઓળખ!

તાઇવાન એટલે કે રિપબ્લિક ઓફ ચાઇનાએ પોતાના પાસપોર્ટમાં ફેરફાર લાવવાની જાહેરાત કરી છે. સાથે જ પોતાના નવા પાસપોર્ટની પહેલની ઝલક પણ દુનિયાને બતાવી છે. આ નવા પાસપોર્ટમાં તાઇવાન નાગરિકોની ઓળખ અલગ રહેશે.

પાસપોર્ટને લઇને તાઇવાને ભર્યું આ પગલું, હવે ચીન કરતાં અલગ હશે ઓળખ!

તાઇપેઇ: તાઇવાન એટલે કે રિપબ્લિક ઓફ ચાઇનાએ પોતાના પાસપોર્ટમાં ફેરફાર લાવવાની જાહેરાત કરી છે. સાથે જ પોતાના નવા પાસપોર્ટની પહેલની ઝલક પણ દુનિયાને બતાવી છે. આ નવા પાસપોર્ટમાં તાઇવાન નાગરિકોની ઓળખ અલગ રહેશે. સાથે જ આ પાસપોર્ટમાં તાઇવાનને પ્રાયોરિટી આપવામાં આવી છે. 

કન્ફયૂઝન દુર કરવાનો પ્રયત્ન
તાઇવાન અને ચીન વચ્ચે વિવાદ ખૂબ જૂનો છે. પરંતુ કોરોના મહામારી અને તે પહેલાં ચીન તરફથી તેની સંપ્રભુતા પર હુમલાના પ્રયત્ન વચ્ચે તાઇવાને પાસપોર્ટને લઇને પગલું ભર્યું છે. અત્યાર સુધી તાઇવાનના પાસપોર્ટ પર સામે મોટા શબ્દોમાં 'રિપબ્લિક ઓફ ચાઇના' લખેલું હતું, જ્યારે 'તાઇવાન' નીચેની તરફ અંકિત હતું. તેના કારણે દુનિયાના બીજા દેશોમાં તાઇવાની નાગરિકોને સમસ્યાનો સામનો કરવો પડતો હતો. 

'રિપબ્લિક ઓફ ચાઇના' શબ્દ હટાવ્યો
તાઇવાન જાન્યુઆરીથી નવા પાસપોર્ટ ઇશ્યૂ કરશે, જેમાં અંગ્રેજીમાં લખ્યું 'ઇપબ્લિક ઓફ ચાઇના' શબ્દ નહી રહેશે. અંગ્રેજીમાં ફક્ત તાઇવના લખેલું રહેશે. જોકે ચીની ભાષામાં રિપબ્લિક ઓફ ચાઇના શબ્દ પહેલાંની માફક રહેશે. તાઇવાનના વિદેશ મંત્રી જોસેફ વૂએ કહ્યું કે નવા પાસપોર્ટથી તાઇવાની નાગરિકોની ઓળખ સ્પષ્ટ થઇ જશે અને તેમને ભૂલથી 'ચીની નાગરિક' ગણવામાં નહી આવે.

એરલાઇનનું નામ બદલવા પર પણ કરી રહી છે વિચાર
અત્યારે તાઇવાની એરલાઇનનું નામ 'ચાઇના એરલાઇન' છે. નામના બદલે આ લોકોમાં ભ્રમ થાય છે કે આ ચીની એરલાઇન કંપની છે. એવામાં તાઇવાની સરકાર એરલાઇનનું નામ બદલવા પર વિચાર કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news