પાસપોર્ટ

પાસપોર્ટને લઇને તાઇવાને ભર્યું આ પગલું, હવે ચીન કરતાં અલગ હશે ઓળખ!

તાઇવાન એટલે કે રિપબ્લિક ઓફ ચાઇનાએ પોતાના પાસપોર્ટમાં ફેરફાર લાવવાની જાહેરાત કરી છે. સાથે જ પોતાના નવા પાસપોર્ટની પહેલની ઝલક પણ દુનિયાને બતાવી છે. આ નવા પાસપોર્ટમાં તાઇવાન નાગરિકોની ઓળખ અલગ રહેશે.

Sep 2, 2020, 07:37 PM IST

Alert! ડાર્ક વેબ પર વેચાઈ રહ્યા છે તમારા આધાર-પાન કાર્ડ, 1 લાખ લોકોને થઈ શકે છે અસર

એક લાખ ભારતીયોના જરૂરી ડોક્યૂમેન્ટ ઇન્ટરનેટના ડાર્ક વેબ પર વેચાઈ રહ્યાં છે. જેનાથી તેમની ખાનગી જાણકારી હેકરોની પાસે જઈ રહી છે. તેનાથી લોકોને નાણાકિય નુકસાન પણ થઈ શકે છે. જે ડેટા લીક થયો છે તે તમામ જરૂરી ડોક્યૂમેન્ટની સ્કેન કોપી છે.

Jun 3, 2020, 08:55 PM IST

82 તબલીગી જમાતીયો પર મોટી કાર્યવાહી, દિલ્હી પોલીસે દાખલ કરી ચાર્જશીટ

નિઝામુદ્દીન મરકઝના કાર્યક્રમમાં પહોચેલા વિદેશી જમાતીયોના મામલે દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે આજે મંગળવારના 20 દેશોના 82 વિદેશી તબલીગી જમાતીયોની સામે સાકેત કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. ખરેખરમાં તબલીગી જમાત (Tablighi Jamaat)ના આ વિદેશી જમાતીયો પર વીઝા નિયમોના ઉલ્લંઘનનો આરોપ છે. આ વિદેશી જમાતી ટૂરિસ્ટ વિઝા પર ભારત આવ્યા હતા પરંતુ નિઝામુદ્દીન મરકઝમાં ચાલી રહેલી ધાર્મિક ગતિવિધિયોમાં સામેલ થયા હતા.

May 26, 2020, 06:22 PM IST

કોરોના સંદિગ્ધ વિદેશીઓ સામે યુપી સરકાર કરશે મોટી કાર્યવાહી

COVID-19ના આ સંદિગ્ધ વિદેશી પ્રવાસીઓને લગભગ બે અઠવાડિયા પહેલાં પકડવામાં આવ્યા હતા

Apr 13, 2020, 01:53 PM IST

લોકડાઉન દરમિયાન બહાર નિકળ્યાં તો ન તો પાસપોર્ટ મળશે કે ન તો સરકારી નોકરી: રાજ્ય પોલીસવડા

કોરોના વાયરસને પગલે ગુજરાતમાં લોકડાઉનની સ્થિતી છે ત્યારે લટાર મારવા માટે નિકળ્યા હતા. યુવાનો સામે ગુજરાત પોલીસનાં ડીજીપીએ પોલીસને કડક પગલા ઉઠાવવાના નિર્દેશ આપ્યા છે. શિવાનંદ ઝાએ ચીમકી આપીને જણાવ્યું કે, ઘરની બહાર નિકળશો તો પોલીસ તમારી સામે ગુનો દાખલ કરશે. તેમને કડકમાં કડક સજા મળે તેવો પ્રયાસ થશે. એકવાર પોલીસ ચોપડે ચડી ગયા બાદ ન માત્ર સરકારી નોકરી પરંતુ પાસપોર્ટ સહિતની  તમામ કામગીરીમાં મુશ્કેલી પડી શકે છે. 

Mar 28, 2020, 11:31 PM IST

વિદેશ જવા માંગો છો અને ટ્રાફિક રૂલ્સ તોડો છો તો પાસપોર્ટ-વીઝા થઇ શકે છે રદ

હવે વિદેશ જવાની ઇચ્છા ધરાવનાર ટ્રાફિક નિયમો (Traffic Rules)નું ઉલ્લંઘન કરવું પડી શકે છે. આમ કરતાં તેમના પાસપોર્ટ (Passport) અને વીઝા (VISA) રદ થઇ શકે છે.

Jan 24, 2020, 03:55 PM IST

વિશ્વમાં જાપાનનો પાસપોર્ટ સૌથી પાવરફુલ, જાણો ક્યાં નંબરે છે ભારત

વર્ષ 2020માં વિશ્વના સૌથી પાવરફુલ પાસપોર્ટની યાદીમાં ભારતીય પાસપોર્ટ બે સ્થાન નીચે આવીને 84માં સ્થાન પર પહોંચી ગયો છે. ભારતીય પાસપોર્ટધારકને વિશ્વના 58 દેશોમાં વીઝા વગર પ્રવેશ મળી શકે છે.

Jan 9, 2020, 06:23 PM IST

નિત્યાનંદ આશ્રમ વિવાદઃ નિત્યાનંદનો પાસપોર્ટ પુરો, આશ્રમમાંથી ડિજિટલ ગેઝેટ કરાયા જપ્ત

DySP કામરિયાએ વધુમાં જણાવ્યું કે, "ગુમ થયેલી યુવતીઓ તત્વપ્રિયા અને નિત્યાનંદિતા હાલ કયા લોકેશન પર છે તે જાણવા માટે અમે સાયબર સેલની મદદ લઈ રહ્યા છીએ. બંને યુવતીઓ સોશિયલ મીડિયા થકી સંપર્ક સાધવા દરમિયાન કોઈ પ્રોક્સી સર્વરનો ઉપયોગ કરી રહી છે, જેના કારણે તેમનું IP એડ્રેસ ટ્રેસ થતું નથી."

Nov 22, 2019, 10:15 PM IST

નફ્ફટ પાકિસ્તાનઃ કરતારપુર કોરિડોરની મુલાકાત લેનારા દરેક શ્રદ્ધાળુ પાસેથી વસુલશે 20 ડોલર ફી

આ અગાઉ 1 નવેમ્બરના રોજ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ટ્વીટ કરીને જાહેરાત કરી હતી કે, કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન થઈ ગયા પછી તેની મુલાકાત લેનારા શ્રદ્ધાળુ પાસેથી કોઈ પણ પ્રકારની ફી વસુલવામાં આવશે નહીં. 

Nov 8, 2019, 05:44 PM IST

કરતારપુર ગુરુદ્વારા સાહિબ જનારા શ્રદ્ધાળુઓએ કાયદેસરનો પાસપોર્ટ સાથે રાખવો જરૂરીઃ વિદેશ મંત્રાલય

રવિશ કુમારે વધુમાં જણાવ્યું કે, "પાકિસ્તાન સાથે થયેલા એમઓયુ અુસાર ભારતીય શ્રદ્ધાળુએ કાયદેસરનો પાસપોર્ટ સાથે રાખવાનો રહેશે. ભારત એક પક્ષીય રીતે એમઓયુમાં ફેરફાર કરી શકે નહીં. તેના માટે બંને પક્ષોની સહમતિ હોવી જરૂરી છે. પાકિસ્તાનના તંત્રમાં ઘણું જ કન્ફ્યુઝન છે."
 

Nov 7, 2019, 05:13 PM IST

ઈમરાન ખાનની જાહેરાત, કરતારપુર દર્શન માટે શ્રદ્ધાળુઓને પાસપોર્ટની જરૂર નથી

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan)એ કરતારપુર કોરિડોર (Kartarpur Corridor)ના ઉદ્ધાટન પહેલા શુક્રવારે મોટી જાહેરાત કરી છે.

Nov 1, 2019, 09:22 AM IST
Passport Scam At Surat PT1M57S

સુરતમાં રૂ. 50 લાખથી વધુની ઠગાઈ

સુરતમાં રૂ. 50 લાખથી વધુનો ઠગાઈનો મામલો સામે આવ્યો છે. શહેરના રાંદેર વિસ્તારમાં આ છેતરપિંડીની ઘટના બની છે. અહીં 136 લોકોના પાસપોર્ટ સાથે ટુર સંચાલક ગુમ થઈ ગયો છે.

Oct 29, 2019, 03:55 PM IST

કરતારપુર યાત્રા: આજથી શરૂ થશે ઓનલાઈન રજિસ્ટ્રેશન, વિઝાની જરૂર નથી, જોઈશે માત્ર પાસપોર્ટ

ભારતીય તીર્થયાત્રીઓ માટે પાકિસ્તાન (Pakistan) સ્થિત પવિત્ર શીખ ગુરુદ્વારા કરતારપુર સાહિબ(Kartarpur Sahib) માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન આજથી શરૂ થશે.

Oct 20, 2019, 08:30 AM IST
 Samachar Gujarat PT23M51S

વડોદરામાંથી બોગસ પાસપોર્ટનું બનાવવાના વેપલાનો થયો પર્દાફાશ, જુઓ 'સમાચાર ગુજરાત'

વડોદરા માંથી નકલી પાસપોર્ટ બનાવવાનો પર્દાફાશ કર્યો છે. વડોદરા SOG પોલીસને બાતમી મળી હતી કે કાલાઘોડા સર્કલ પાસે કેટલાક ઈસમો શંકાસ્પદ હિલચાલ કરી રહ્યા છે. જેના આધારે SOG ની ટીમે આરોપીઓની પૂછપરછ કરતા તેમની પાસેથી ૧૭ ઇન્ડિયન પાસપોર્ટ જે ઓરીજનલ હતા. અને 5 સ્પેનના નકલી પાસપોર્ટ મળી આવ્યા હતા.

Oct 9, 2019, 08:00 PM IST

બનાવટી વિઝાની મદદથી સંખ્યાબંધ લોકોને અમેરિકા મોકલતા એજન્ટની મુંબઇથી ધરપકડ

બનાવટી વિઝા(Fake Visa)ના આધારે સંખ્યાબંધ લોકોને અમેરિકા(America) મોકલી આપતા એક એજન્ટને સીઆઇડી ક્રાઇમ(CID Crime) મુંબઈથી ઝડપી પાડ્યો છે. આરોપી નૌશાદ મુસા સુલતાન છેલ્લા ઘણા સમયથી પાસપોર્ટ(Passport)ના પેજ બદલી બનાવટી વિઝાના આધારે ખોટા સિક્કાઓ લગાવી આપી કરોડો રૂપિયાની કમાણી કરતો હતો.

Sep 29, 2019, 08:01 PM IST

બોગસ ડિગ્રી સાથે UK પહોંચે તે પહેલા જ 3 યુવકો અમદાવાદ એરપોર્ટ પર પકડાયા

અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર બોગસ દસ્તાવેજોના આધારે UK જતા 3 શખ્સોના ઇમિગ્રેશન (immigration) અટકાવાયા છે. એરપોર્ટ પોલીસે 3 લોકોની ધરપકડ છે. જેઓએ યુનિવર્સિટીના ખોટા ડિગ્રી (Bogus Degree) ના દસ્તાવેજો બનાવીને પાસપોર્ટ (Passport) બનાવ્યો હતો. યુકે જવા માટે બોગસ દસ્તાવેજો બનાવ્યા હતા. એરપોર્ટ પોલીસે હાલ આરોપીઓની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે.

Sep 24, 2019, 11:56 AM IST

નકલી પાસપોર્ટનો ઉપયોગ કરી ઓમાન જતા યુવકની અમદાવાદ એરપોર્ટ પરથી અટકાયત

અમદાવાદથી નકલી પાસપોર્ટ પર ઓમાન જાય તે પહેલા અમદાવાદ એરપોર્ટ પરથી એક શખ્સને ઇમિગ્રેશન વિભાગે ઝડપી પડ્યો છે. સંતોષકુમાર ભગત નામનો શખ્સ ઝડપાયો છે.પોલીસ અને ઇમિગ્રેશ વિભાગે તપાસ કરતા અમદાવાના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સંતોષ ભગત નામનો શખ્સ નકલી પાસપોર્ટ સાથે ઇમિગ્રેશન વિભાગના હાથે ઝડપાઇ ગયો હતો. 
 

Sep 10, 2019, 05:51 PM IST

ઇ-મેઇલ મારફતે લાખોની છેતરપિંડી કરનાર નાઇઝિરિયન ગેંન્ગના વધુ બે ઝડપાયા

ઈમેલ મારફતે ઈન્ક્મટેક્ષ રિફંડ આપવાની લાલચ આપી ભારતીય નાગરિકો સાથે કરોડોની ઠગાઈ કરનારી આંતરરાષ્ટ્રીય ગેંગ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડેલી ગેંગના વધુ બે નાઈઝિરિયન નાગરિકની સાયબર ક્રાઇમ બ્રાંચે મુંબઈથી ઝડપી પાડી નાઈઝિરિયન સરકારને જાણ કરી છે. ઉલ્લેખનીય છે કે, આ ગુનાનો ભેદ પ્રથમ વખત ભારતમાં અમદાવાદ સાયબર ક્રાઇમએ શોધી કાઢી ભારતના 70 ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.

Jun 17, 2019, 08:24 PM IST

અમદાવાદ: ચૂંટણી પહેલા વટવા વિસ્તારમાંથી 2 બાંગ્લાદેશી યુવક ઝડપાયા

લોકસભાની ચૂંટણીના મતદાનને ગણતરીના જ દિવસો બાકી રહયા છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે સજ્જ થઇ છે. આ કામગીરી અનુસંધાને અમદાવાદ SOG ક્રાઇમ બ્રાંચે અમદાવાદના વટવા વિસ્તારના કેનાલ નજીકા ચાર માળીયા વિસ્તારમાંથી બે બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર વસવાટના ગુના હેઠળ ઝડપી પાડયા છે.

Apr 16, 2019, 07:05 PM IST

NRI યુવતિ સાથે લગ્ન કરી વિદેશમાં સ્થાયી થવાનું સપનું આ યુવકને ભારે પડ્યું

જો તમે એનઆરઆઈ યુવતિ સાથે લગ્ન કરવાનુ વિચારી રહ્યા છો તો ચેતજો કેમ કે, અમદાવાદના નારોલમાં એક યુવકે સાથે એવું બન્યું કે એનઆરઆઈ પત્ની સાથે લગ્ન કરીને અમદાવાદી યુવક હાલ પસ્તાઇ રહ્યો છે. અને પોલીસ પાસે મદદ માટે ચક્કર લગાવી રહ્યો છે.  

Mar 26, 2019, 05:12 PM IST