Afghanistan: તાલિબાને તૈયાર કરી શાસનની ફોર્મ્યૂલા, જલદી થઈ શકે છે જાહેરાત
અફઘાનિસ્તાની ચેનલ ટોલો ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લા મુઝાહિદે કહ્યુ, અમારા રાજનીતિક અધિકારીઓએ અહીં કાબુલમાં નેતાઓ સાથે મુલાકાત કરી, તેના વિચાર મહત્વપૂર્ણ છે, ચર્ચા ચાલી રહી છે, ઇંશાઅલ્લાહ, જલદી નવી સરકારની જાહેરાત થવાની આશા છે.
Trending Photos
કાબુલઃ કાબુલ પર કબજો કર્યાના એક સપ્તાહ બાદ તાલિબાને રવિવારે કહ્યું કે તે જલદી અફઘાનિસ્તાનમાં નવી સરકારની રચનાની જાહેરાત કરી શકે છે. તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લા મુઝાહિદે કહ્યુ કે અફઘાન રાજનેતા સાથે એક નવી સરકારની રચના પર વાતચીત ચાલી રહી છે અને જલદી એક નવી સરકારની જાહેરાત કરવામાં આવશે.
અફઘાનિસ્તાની ચેનલ ટોલો ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લા મુઝાહિદે કહ્યુ, અમારા રાજનીતિક અધિકારીઓએ અહીં કાબુલમાં નેતાઓ સાથે મુલાકાત કરી, તેના વિચાર મહત્વપૂર્ણ છે, ચર્ચા ચાલી રહી છે, ઇંશાઅલ્લાહ, જલદી નવી સરકારની જાહેરાત થવાની આશા છે. તાલિબાન સમૂહના એક નેતાએ જણાવ્યું કે, તાલિબાનના કો-ફાઉન્ડર અને ડેપ્યુટી લીડર મુલ્લા અબ્દુલ ગની બરાદર શનિવારે કાબુલ પહોંચ્યા, જેથી સરકાર બનાવવા માટે રાજકીય નેતાઓ સાથે ઔપચારિક ચર્ચા થઈ શકે.
શનિવારે પૂર્વ રાષ્ટ્રપતિને મળ્યા હતા અફઘાન નેતા
તો તાલિબાનના નેતા શનિવારે પૂર્વ રાષ્ટ્રપતિ હામિત કરઝઈ અને હાઈ કાઉન્સિલ ફોર નેશનલ રિકોન્સિલેશન (એચસીએનઆર) પ્રમુખ અબ્દુલ્લા અબ્દુલ્લા સહિત ઘણા રાજનેતાઓ સાથે મુલાકાત કરી હતી. રિપોર્ટ અનુસાર આ નેતાઓ વચ્ચે પણ દેશમાં એક નવી સરકારની રચનાને લઈને અને હાલની રાજકીય સ્થિતિ પર ચર્ચા થઈ. અબ્દુલ્લા અબ્દુલ્લાએ એક ફેસબુક પોસ્ટમાં તાલિબાન નેતાઓ સાથે બેઠકની પુષ્ટિ કરતા કહ્યુ કે, ચર્ચા રાજકીય પ્રક્રિયા અને સમાવેશી સરકારની રચના પર કેન્દ્રીત હતી. તો કેટલાક અફઘાન નેતાઓએ આ રીતની વાતચીતની આલોચના કરતા કહ્યુ કે, રાજકીય પ્રક્રિયા સમાવેશી હોવી જોઈએ.
વાતચીતની રીત પર ઉઠાવ્યા સવાલ
નહજત-એ-હંબસ્તગી અફઘાન પાર્ટીના પ્રમુખ સૈયદ ઇશાક ગિલાનીએ કહ્યુ- હું આ ગેમને એક સારી ગેમના રૂપમાં નથી જોતો કારણ કે આ વ્યક્તિઓને ગેમની જેમ દેખાય છે, દરેક ખુદને આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે અને અફઘાનો પ્રત્યે સન્માન દેખાડતા નથી. તો બલ્ખના પૂર્વ ગવર્નર અટ્ટા મોહમ્મદ નૂરે કહ્યુ કે, જો વાતચીત સમાવેશી નહીં હોય તો આગામી સરકારનો સ્વીકાર કરવામાં આવશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે