Racial Attack in Texas: ટેક્સાસમાં 'મને ભારતીયો પ્રત્યે નફરત છે' કહી 4 મહિલાઓ સાથે મારપીટ, બંદૂક પણ દેખાડી

Racial Attack on Indians: અમેરિકામાં ભારતીય મૂળની મહિલાઓ પર વંશીય હુમલાની હિચકારી ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. ટેક્સાસના રસ્તાઓ પર ઘૂમી રહેલી ભારતીય મૂળની મહિલાઓ સાથે અમેરિકન-મેક્સિન મહિલાએ ખુબ ગેરવર્તણૂક કરી અને મારપીટ કરી ત્યારબાદ ગન દેખાડીને શૂટ કરવાની કોશિશ પણ કરી. પોલીસે મહિલાની ધરપકડ કરી લીધી છે.

Racial Attack in Texas: ટેક્સાસમાં 'મને ભારતીયો પ્રત્યે નફરત છે' કહી 4 મહિલાઓ સાથે મારપીટ, બંદૂક પણ દેખાડી

Racial Attack on Indians: અમેરિકામાં ભારતીય મૂળની મહિલાઓ પર વંશીય હુમલાની હિચકારી ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. ટેક્સાસના રસ્તાઓ પર ઘૂમી રહેલી ભારતીય મૂળની મહિલાઓ સાથે અમેરિકન-મેક્સિન મહિલાએ ખુબ ગેરવર્તણૂક કરી અને મારપીટ કરી ત્યારબાદ ગન દેખાડીને શૂટ કરવાની કોશિશ પણ કરી. પોલીસે મહિલાની ધરપકડ કરી લીધી છે. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે હુમલાખોર મહિલા ભારતીય-અમેરિકન મહિલાઓ સાથે ગેરવર્તણૂંક કરી રહી છે અને તેમને ભારત પાછા જતા રહેવાની વાત કરી રહી છે. તે કહે છે કે મને ભારતીયોથી નફરત છે. 

ડેલ્લાસની ઘટના
આ ઘટના બુધવાર રાતના ટેક્સાસના ડલ્લાસના પાર્કિંગની છે. જ્યાં 4 ભારતીય મૂળની મહિલાઓ હોટલમાં ભોજન કર્યા બાદ પાર્કિંગ તરફ જઈ રહી હતી. અચાનક ત્યારે અમેરિકન મેક્સિકન મૂળની મહિલા આવી અને ભારતીય મહિલાઓ પર ભદ્દી ટિપ્પણી કરવાની શરૂ કરી દીધી. તે મહિલાએ ભારતીય મહિલાઓને કહ્યું કે 'હું તમને ભારતીયોને નફરત કરુ છું. આ બધા લોકો સારા જીવનની શોધમાં અમેરિકા આવે છે.' સમગ્ર અમેરિકામાં ભારતીય-અમેરિકન સમુદાય વચ્ચે આ વીડિયો વાયરલ થઈ ગયો છે. જેઓ આ ઘટનાથી સ્તબ્ધ છે. મેક્સિન-અમેરિકન મહિલાની ઓળખ પ્લાનોની એસ્મેરાલ્ડા અપ્ટન તરીકે થઈ છે. 

Disgusting. This awful woman needs to be prosecuted for a hate crime. pic.twitter.com/SNewEXRt3z

— Reema Rasool (@reemarasool) August 25, 2022

ભદ્દી ટિપ્પણીઓ કરી રહી હતી મહિલા
આ વીડિયોને જે વ્યક્તિએ પોસ્ટ કર્યો છે તે એક ભારતીય અમેરિકન મહિલાનો પુત્ર છે. તેણે કહ્યું કે મારી માતાએ શાંત રહીને તે મેક્સિન અમેરિકન મહિલાની ગેરવર્તણૂંકનો જવાબ આપ્યો. તે સતત હુમલાખોર મહિલાને ભદ્દી ટિપ્પણીઓ ન કરવાનું કહેતી હતી. બૂમો પાડતા મેક્સિકન-અમેરિકીન મહિલાએ કહ્યું કે, 'જ્યાં હું જઉ છું, ત્યાં તમે ભારતીયો હોવ છો. જો ભારતમાં જીવન એટલું સારું છે તો તમે અહીં કેમ છો.' જ્યારે મહિલાની ગેરવર્તણૂંક વધી ગઈ તો મારી માતાએ તેમનો વીડિયો બનાવવાનો શરૂ કરી દીધો. આ જોઈને તે વધુ ભડકી ગઈ અને મારી માતા અને મિત્રો પર હુમલો કર્યો. 

— Plano Police (Texas) (@PlanoPoliceDept) August 25, 2022

10 હજાર ડોલરનો દંડ
એસ્મેરાલ્ડા અપ્ટન પર પોલીસે અનેક ગંભીર કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. જેમાં વંશીય હુમલો, અને આતંકી હુમલાની ધમકી સામેલ છે. આ ઉપરાંત તેના પર 10 હજાર અમેરિકી ડોલરનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. 

અમેરિકી નેતાની ટ્વીટ
આ ઘટના પર એશિયન મૂળના અમેરિકી નેતા રીમા રસૂલે પણ ટ્વીટ કરી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે 'આ ડરામણો અનુભવ હતો. તે મહિલા પાસે ગન પણ હતી. તે તેનાથી તે મહિલાઓે શૂટ કરવા માંગતી હતી. તે મહિલાને તેમના અંગ્રેજી બોલવાથી રીતથી પરેશાની હતી. તેના વિરુ્દધ કેસ ચાલવો જોઈએ.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news