Shocking! બોટલમાં ટોઈલેટ કરે છે આ સુપરસ્ટાર અભિનેતા, નામ જાણીને જોરદાર ઝટકો લાગશે

ફિલ્મી સિતારાઓની જિંદગી ખુબ જ ચમકદમક ભરેલી હોય છે. તેમને ગ્લેમરસ જિંદગી જીવતા જોઈને આપણે સામાન્ય રીતે તેમના વિશે અનેક ધારણાઓ બાંધી લઈએ છીએ અને એ વાતો ભૂલી જઈએ છીએ કે તેઓ પણ એક સામાન્ય માણસ જ છે અને તેમની પણ વિચિત્ર આદતો હોઈ શકે છે. હા..એટલું જરૂર છે કે સિલ્વર સ્ક્રિન પર જોવા મળતા આ કલાકારોની તે આદતો વિશે સામાન્ય રીતે ફેન્સને જલદી ખબર પડતી નથી. 
Shocking! બોટલમાં ટોઈલેટ કરે છે આ સુપરસ્ટાર અભિનેતા, નામ જાણીને જોરદાર ઝટકો લાગશે

નવી દિલ્હી: ફિલ્મી સિતારાઓની જિંદગી ખુબ જ ચમકદમક ભરેલી હોય છે. તેમને ગ્લેમરસ જિંદગી જીવતા જોઈને આપણે સામાન્ય રીતે તેમના વિશે અનેક ધારણાઓ બાંધી લઈએ છીએ અને એ વાતો ભૂલી જઈએ છીએ કે તેઓ પણ એક સામાન્ય માણસ જ છે અને તેમની પણ વિચિત્ર આદતો હોઈ શકે છે. હા..એટલું જરૂર છે કે સિલ્વર સ્ક્રિન પર જોવા મળતા આ કલાકારોની તે આદતો વિશે સામાન્ય રીતે ફેન્સને જલદી ખબર પડતી નથી. 

બોટલમાં કરે છે ટોઈલેટ
આ જ કારણ છે કે સિતારાઓ જ્યારે પોતાની આવી આદતો વિશે ખુલાસો કરે છે ત્યારે ફેન્સને જોરદાર ઝટકો લાગે છે. હાલમાં જ હોલીવુડના સુપરસ્ટાર અભિનેતા Dwayne Johnson એ પોતાની આવી જ એક વિચિત્ર આદતનો ખુલાસો કર્યો. જુમાન્જી ફેમ અભિનેતા કહે છે કે 'હું મારી પાણીની બોટલોમાં ટોઈલેટ કરુ છું પરંતુ મારે એ જણાવવું જોઈએ કે આ આખો મામલો શું છે.'

જાણો તેનું કારણ
તેમણે કહ્યું કે 'આ એક એવી પાણીની બોટલ નથી જેને મે પાણી માટે ખરીદી છે જેને તમે ધુઓ છો અને કારણ કે તમે તેનો ઉપયોગ કરતા રહો છો આથી તમે તેને સ્વચ્છ રાખો છો. આ ફક્ત એવી બોટલો હોય છે જેનો હવે હું ઉપયોગ કરતો નથી.' જ્હોન્સને કહ્યું કે 'સામાન્ય રીતે જે જીમોમાં હું કસરત કરુ છું તેમાં બાથરૂમ હોતા નથી કારણ કે તે Iron Paradise છે. તે ફક્ત પરસેવાથી તરબતોળ અને ગંદા હોય છે.'

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by therock (@therock)

પહેલા રેસલર હતા જ્હોનસન
અત્રે જણાવવાનું કે એક હોલીવુડ સુપરસ્ટાર બનતા પહેલા Dwayne Johnson લાંબા સમય સુધી રેસલિંગમાં એક્ટિવ રહી ચૂક્યા છે. તેમણે WWE માં લાંબા સમય પસાર કર્યો છે અને એક પહેલવાન તરીકે પણ તેમની કરિયર ખુબ સફળ રહી હતી. જો કે અનેકવાર ઘાયલ થયા બાદ આખરે તેમણે રેસલિંગની દુનિયાને અલવિદા કરી દીધી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news