જાપાનમાં એક માછલી કરોડોમાં વેચાઈ, ખરીદવા માટે લોકોની રીતસરની પડાપડી 

જાપાનમાં એક 'સુશી' વેપારીએ જાયન્ટ ટુના માછલી ખરીદવા માટે લગભગ 22 કરોડ 55 લાખ રૂપિયા ખર્ચ કર્યાં. જાપાનના કિયોશી કિમુરાએ 278 કિલોગ્રામની બ્લ્યુફિન ટુના ફિશને ખરીદી છે. અત્રે જણાવવાનું કે આ માછલી વિલુપ્ત પ્રજાતિની છે. જેને વર્ષના પહેલા પ્રી ડોન ઓક્શનમાં રખાઈ હતી. જાપાનમાં આ માછલીને મોટી રકમમાં ખરીદવા માટે એટલા લોકો હાજર હતાં કે આ બોલી 21 કરોડથી ઉપર પહોંચી ગઈ હતી. ત્યારબાદ કિયોશીએ ફાઈનલ બોલી લગાવીને આ માછલી ખરીદી હતી. 
જાપાનમાં એક માછલી કરોડોમાં વેચાઈ, ખરીદવા માટે લોકોની રીતસરની પડાપડી 

નવી દિલ્હી: જાપાનમાં એક 'સુશી' વેપારીએ જાયન્ટ ટુના માછલી ખરીદવા માટે લગભગ 22 કરોડ 55 લાખ રૂપિયા ખર્ચ કર્યાં. જાપાનના કિયોશી કિમુરાએ 278 કિલોગ્રામની બ્લ્યુફિન ટુના ફિશને ખરીદી છે. અત્રે જણાવવાનું કે આ માછલી વિલુપ્ત પ્રજાતિની છે. જેને વર્ષના પહેલા પ્રી ડોન ઓક્શનમાં રખાઈ હતી. જાપાનમાં આ માછલીને મોટી રકમમાં ખરીદવા માટે એટલા લોકો હાજર હતાં કે આ બોલી 21 કરોડથી ઉપર પહોંચી ગઈ હતી. ત્યારબાદ કિયોશીએ ફાઈનલ બોલી લગાવીને આ માછલી ખરીદી હતી. 

અત્રે જણાવવાનું કે કિયોશી આ અગાઉ  પણ 2013માં આ પ્રજાતિની માછળીને 155 મિલિયનમાં ખરીદી ચૂક્યા છે. ત્યારબાદ પોતાનો જ રેકોર્ડ તોડતા કિયોશીએ 333.6 મિલિયનમાં આ માછલી ખરીદી. અત્રે જણાવવાનું કે સુશી કંપનીના માલિક કિયોશી કિમુર જાપાનમાં ટુના કિંગના નામે ઓળખાય છે. કારણ કે સર્વોત્તમ માછલીઓ માટે તેઓ મોટી કિંમત ચૂકવવા હંમેશા તૈયાર રહે છે. વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ફંડ મુજબ બ્લ્યુ ફિન ટુના એક લુપ્ત પ્રજાતિની માછલી છે. જેના કારણે તે આ વખતે આટલા ઊંચા ભાવે વેચાઈ. 

અત્રે જણાવવાનું કે લુપ્ત પ્રજાતિની આ માછલીની હરાજી દુનિયાના સૌથી મોટા માછલી માર્કેટ સ્કિઝીમાં થઈ. સ્કિઝી માર્કેટ માત્ર એક માછલી માર્કેટ તરીકે જ નહીં પરંતુ અહીંના રેસ્ટોરન્ટ્સ અને ખુબસુરત દુકાનો માટે પણ તે દુનિયામાં પ્રખ્યાત છે. ખાસ કરીને ટુના માછલી માટે તે વિશ્વભરમાં ફેમસ છે. અહીંથી ખરીદાયેલી માછલી મોટા મોટા બજારોમાં અને નાની દુકાનોમાં પણ વેચાય છે. 

ટુના માછલી ખરીદ્યા બાદ કિયોશીએ કહ્યું કે હું આ દુર્લભ માછલી ખરીદી શક્યો તે બદલ ખુબ ખુશ છું. મને આશા છે કે આ માછલી મારા ગ્રાહકોને ખુબ પસંદ આવશે. કારણ કે આ એક સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યથી ભરપૂર માછલી છે. જો કે તેની કિંમત ધાર્યા કરતા વધારે હતી પરંતુ  હું ખુશ છું કે તેનો માલિક બન્યો અને તેને મારા ગ્રાહકોને પિરસી શક્યો. અત્રે જણાવવાનું કે કિયોશી સુશી રેસ્ટોરા ચેનને માલિક છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news