અમિત શાહે દાદરાનગર હવેલીમાં ભાજપના નવા કાર્યાલયનું ઉદઘાટન કર્યું

 આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપે હવે કમર કસી છે. જેનાં ભાગરૂપે આજે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના પ્રવાસ છે. સેલવાસ-નરોલી માર્ગ પર બનેલાં નવા ભાજપ પ્રદેશ કાર્યાલયનું અમિત શાહના હસ્તે ઉદઘાટન કરાયું હતું. 

અમિત શાહે દાદરાનગર હવેલીમાં ભાજપના નવા કાર્યાલયનું ઉદઘાટન કર્યું

તેજશ મોદી/દાદરાનગર હવેલી : આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપે હવે કમર કસી છે. જેનાં ભાગરૂપે આજે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના પ્રવાસ છે. સેલવાસ-નરોલી માર્ગ પર બનેલાં નવા ભાજપ પ્રદેશ કાર્યાલયનું અમિત શાહના હસ્તે ઉદઘાટન કરાયું હતું. આ પ્રસંગે તેઓએ કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. સેલવાસમાં અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસે માત્ર ગોટાળા જ કર્યા છે. 2019માં ભાજપની જ સરકાર જ બનશે.

22 દિવસથી ગુમ યુવકને માર મારતો વીડિયો વાઈરલ, રાજકોટના તબીબનું નામ ખૂલ્યું

દાદરાનગર હવેલીમાં અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપ કાર્યાલયનાં ઉદઘાટન બાદ શાહ હવેલી ગ્રાઉન્ડ પર વિશાળ સભાને કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ચારેતરફ અમારા કાર્યકર્તાઓ ફેલાયા છે. તેઓ જ અમારો વિજયનો આધાર છે. તેમના દ્વારા કેન્દ્રમાં ફરીથી ભાજપની પાર્ટી બનાવવી છે. કાર્યકર્તાઓએ હવે જનતાની વચ્ચે જનસંઘપ્રચાર કરવાનો છે. આપણે પાંચ વર્ષમાં જે કર્યું તેનો હિસાબ લેવા પણ જાવવું છે. 2014ની સ્થિતિ પણ જાણવી છે. તે સમયે દેશમાં કેવી સ્થિતિ હતી. પાંચ વર્ષ પૂરા થવાને છે. પાંચ વર્ષમાં દરેક ક્ષેત્રમાં પરિવર્તન લાવવાનું કામ અમારી સરકારે કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણીને લઇને દાદરાનગર હવેલી પર ભાજપનો દબદબો યથાવત છે. મોહન ડેલકરનો ભાજપ તરફથી જીતનો સિલસિલો યથાવત છે. અગાઉ 2014માં ભાજપે અનિલ પટેલને મેદાનમાં ઉતાર્યા હતા. જેથી તેમની સામે મોહન ડેલકર ભારતીય નવશકિત પાર્ટીમાંથી ઉભા થતા અનિલ પટેલને હરાવ્યા હતા. 1998થી અહીં ભાજપનો કબજો છે. મોહન ડેલકર જે 1989માં અપક્ષ, 1991માં કોંગ્રેસ, 1996માં ભાજપ, ફરી મોહન ડેલકર 1999માં અપક્ષમાંથી જીત્યા, અને 2014માં ભાજપમાંથી જીત્યા હતા. જો કે 2009માં નટુભાઇ પટેલ ભાજપમાંથી જીત્યા હતા. 2014માં ડેલકર ભારતીય નવશક્તિ પાર્ટીમાંથી જીત્યા હતા. ભાજપના અનિલ પટેલનો પરાજય થયો હતો. હવે આગામી લોકસભાની ચૂંટણીને લઇને અમિત શાહની આજની આ મુલાકાત તથા સભા રાજનૈતિક મહત્વ ધરાવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news