UK ની કોર્ટે નીરવ મોદીને આપ્યો ઝટકો, પ્રત્યાર્પણ સામે અપીલ માટેની અરજી ફગાવી
હાઈકોર્ટમાં અરજી આપી ભાગેડુ હીરા કારોબારીએ કહ્યું હતું કે તે ભારતમાં પોતાના પ્રત્યર્પણ વિરુદ્ધ અદાલતમાં અપીલ કરવા ઈચ્છે છે. પરંતુ અદાલતે તેની અરજી નકારી નીરવ મોદીને ઝટકો આપ્યો છે.
Trending Photos
લંડનઃ બ્રિટનની કોર્ટથી ભારતના ભાગેડુ હીરા કારોબારી નીરવ મોદીને મોટો ઝટકો લાગ્યો છે. યૂકે હાઈકોર્ટે બુધવારે નીરવ મોદીની ભારત પ્રત્યર્પણ વિરુદ્ધ અપીલ કરવાની અરજીને નકારી દીધી છે. તો પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ અને ભાગેડુ કારોબારી વિજય માલ્યાની બંધ થઈ ચુકેલી કિંગફિશર એરલાયન્સ સાથે જોડાયેલા છેતરપિંડીના મામલામાં બેન્કોને થયેલા નુકસાનને 40 ટકા પૈસા મની લોન્ડરિંગ વિરોધી કાયદો (પીએમએલે) હેઠળ જોડાયેલા શેરોને વેચી પ્રાપ્ત કરી લેવામાં આવ્યા છે. ઈડીએ બુધવારે આ વાત કહી છે.
હાઈકોર્ટમાં અરજી આપી ભાગેડુ હીરા કારોબારીએ કહ્યું હતું કે તે ભારતમાં પોતાના પ્રત્યર્પણ વિરુદ્ધ અદાલતમાં અપીલ કરવા ઈચ્છે છે. પરંતુ અદાલતે તેની અરજી નકારી નીરવ મોદીને ઝટકો આપ્યો છે. હવે નીરવ મોદી અદાલતમાં પોતાના પ્રત્યર્પણ વિરુદ્ધ અરજી કરી શકશે નહીં. હાઈકોર્ટના જજે અપીલ માટે અદાલતમાં રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો પર નિર્ણય કર્યો અને નક્કી કર્યું કે, છેતરપિંડી અને મની લોન્ડ્રિંગના આરોપોનો સામનો કરવા માટે મોદીના પ્રત્યર્પણના પક્ષમાં વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટના ફેબ્રુઆરીના ચુકાદા વિરુદ્ધ અપીલ કરવાનો કોઈ આધાર નથી.
UK High Court refuses fugitive diamantaire Nirav Modi's application to appeal against his extradition to India.
(File photo) pic.twitter.com/Qztj4ztvpg
— ANI (@ANI) June 23, 2021
નીરવ મોદી પર પંજાબ નેશનલ બેન્કને 14 હજાર કરોડથી વધુનો ચુનો લગાવવાનો આરોપ છે. આરોપ લાગ્યા બાદ ફરાર નીરવ મોદીએ પાછલા મહિને લંડન હાઈકોર્ટમાં ભારતમાં પોતાના પ્રત્યર્પણ વિરુદ્ધ અપીલ દાખલ કરી હતી. 15 એપ્રિલ, 2021ના યૂકેની ગૃહ સચિવ પ્રીતિ પટેલે આદેશ આપ્યો હતો કે 50 વર્ષના નીરવ મોદીને ભારતને સોંપી દેવામાં આવે. 19 માર્ચ, 2019ના લંડનમાં ધરપકડ થયા બાદ નીરવ મોદી Wandsworth જેલમાં કેદ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે