Russia Ukraine War: યુક્રેને ભારતીય વિદ્યાર્થીઓને બંધક બનાવ્યા? રશિયાના દાવા પર વિદેશ મંત્રાલયે આપ્યો આ જવાબ

રશિયાના રક્ષા મંત્રાલયે મોટો દાવો કર્યો છે કે યુક્રેનના અધિકારીઓએ ભારતીય વિદ્યાર્થીઓના એક મોટા સમૂહને જબરદસ્તીથી પકડી લીધા છે.

Russia Ukraine War: યુક્રેને ભારતીય વિદ્યાર્થીઓને બંધક બનાવ્યા? રશિયાના દાવા પર વિદેશ મંત્રાલયે આપ્યો આ જવાબ

મોસ્કો: રશિયાના રક્ષા મંત્રાલયે મોટો દાવો કર્યો છે કે યુક્રેનના અધિકારીઓએ ભારતીય વિદ્યાર્થીઓના એક મોટા સમૂહને જબરદસ્તીથી પકડી લીધા છે. રશિયાના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે યુક્રેનના અધિકારીઓએ નિયમો વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે. રશિયાના વિેદેશ મંત્રાલયે ભરોસો વ્યક્ત કર્યો છે કે તેઓ ભારતીયોની સુરક્ષિત વાપસી માટે તમામ ઉપાય કરવા તૈયાર છે. જેથી કરીને ભારતીયોને સકુશળ સૈન્ય હવાઈ જહાજ કે પછી અન્ય ભારતીય વિમાન દ્વારા જે રીતે ભારત ઈચ્છે તે રીતે પોતાના દેશ પહોંચાડી શકે. આ બાજુ આ દાવા પર ભારતીય વિદેશ મંત્રાલયની પ્રતિક્રિયા પણ આવી છે. 

ભારતીય વિદ્યાર્થીઓને યુક્રેને બંધક બનાવ્યા- રશિયા
રશિયાના રક્ષા મંત્રાલયના પ્રવક્તા મેજર જનરલ ઈગોર કોનાશેન્કોના જણાવ્યાં મુજબ યુક્રેનની પોલીસ અને અધિકારીઓ ભારતીયોને પરેશાન કરવાની સાથે તેમને પોલેન્ડની સરહદ સુધી પહોંચવા દેતા નથી. મંત્રાલયનું એમ પણ કહેવું છે કે આવા પડકારો છતાં ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે તેઓ પ્રતિબદ્ધ છે. રશિયાના રક્ષા મંત્રાલયે પોતાના નિવેદનમાં દાવો કર્યો છે કે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ ખારકિવમાં ફસાયેલા છે . તેઓ યુક્રેન છોડવા માટે રશિયા-યુક્રેન બેલગોરોડ સરહદ પર જવા ઈચ્છે છે પરંતુ તેમની યુક્રેની અધિકારીઓ ધરપકડ કરી રહ્યા છે. 

રશિયા અને યુક્રેન વચ્ચે આરોપ-પ્રત્યારોપ ચાલુ
આ બાજુ યુક્રેન એવો દાવો કરી રહ્યું છે કે રશિયાના હુમલાના કારણે ભારતીય વિદ્યાર્થીઓ બહાર નીકળી શકતા નથી. યુક્રેન કહે છે કે ભારતીય વિદ્યાર્થીઓ રશિયાના હુમલાના કારણે બહાર નીકળી શકતા નથી. રશિયા અને યુક્રેન વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓને લઈને આરોપ પ્રત્યારોપનો ખેલ ચાલી રહ્યો છે. 

— ANI (@ANI) March 3, 2022

વિદેશ મંત્રાલયનો જવાબ
રશિયા તરફથી કરાયેલા દાવા પર હવે ભારતના વિદેશ મંત્રાલયનું નિવેદન આવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે ભારતીય દૂતાવાસ સતત ભારતીયોના સંપર્કમાં છે. યુક્રેની ઓથોરિટીની મદદથી ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી ભારતના કોઈ વિદ્યાર્થીને બંધક બનાવ્યાની જાણકારી મળી નથી. 

વેઈટ એન્ડ વોચની સ્થિતિમાં અમેરિકા?
અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકને મોટી જાહેરાત કરતા કહ્યું કે 22 રશિયન રક્ષા સંબંધિત સંસ્થાઓને પ્રતિબંધિત કરી દીધી છે. આ સાથે જ બ્લિંકને બેલારૂસની ટેક્નિકલ આયાતો પર રોક લગાવી છે. બ્લિંકને કહ્યું કે પુતિનનો યુદ્ધ કોષ ખતમ થઈ ગયો છે. 

બેલારૂસને અમેરિકાની ધમકી
અમેરિકી વિદેશમંત્રીએ બેલારૂસને ચેતવણી આપી છે. જો બેલારૂસ રશિયાને પોતાનું સમર્થન આપવાનું ચાલુ રાખશે તો તેનો ખરાબ અંજામ આવશે. આ બધા વચ્ચે યુક્રેનના નાયબ પ્રધાનમંત્રીએ દુનિયાને અપીલ કરી છે કે તેઓ સ્ટારલિંકની સેવાઓ ચાલુ રાખવા માટે તેમને જનરેટર ઉપલબ્ધ કરાવે. કારણ કે રશિયાએ તેમના પાવરહાઉસ નષ્ટ કરી દીધા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news