Holi 2021: US નેવી બેન્ડે ગાયું સ્વદેશ ફિલ્મનું 'યે જો દેશ હૈ મેરા..., સાંભળીને રૂવાડાં ઊભા થઈ જશે

અમેરિકાના ચીફ ઓફ નેવલ ઓપરેશન્સ (CNO) માઈકલ એમ ગિલ્ડે દ્વારા ગાવામાં આવેલું એક હિન્દી ગીત સોશિયલ મીડિયા પર  ખુબ વાયરલ થઈ રહ્યું છે. આ દરમિયાન ભારતના રાજદૂત તરનજીત સિંહ સંધુ પણ હાજર હતા. બંને એક ડિનર મીટિંગ દરમિયાન મળ્યા હતા. 
Holi 2021: US નેવી બેન્ડે ગાયું સ્વદેશ ફિલ્મનું 'યે જો દેશ હૈ મેરા..., સાંભળીને રૂવાડાં ઊભા થઈ જશે

વોશિંગ્ટન: અમેરિકાના ચીફ ઓફ નેવલ ઓપરેશન્સ (CNO) માઈકલ એમ ગિલ્ડે દ્વારા ગાવામાં આવેલું એક હિન્દી ગીત સોશિયલ મીડિયા પર  ખુબ વાયરલ થઈ રહ્યું છે. આ દરમિયાન ભારતના રાજદૂત તરનજીત સિંહ સંધુ પણ હાજર હતા. બંને એક ડિનર મીટિંગ દરમિયાન મળ્યા હતા. 

સંધુએ શેર કર્યો વીડિયો
ફિલ્મ સ્વદેશના ગીત યે જો દેશ હૈ મેરા.... ગાતા અમેરિકાના નેવલ અધિકારીઓનો એક વીડિયો ભારતના રાજદૂત તરનજીત સિંહ સંધૂએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેમણે લખ્યું કે આ એક મિત્રતાનું બંધન છે. જેને ક્યારેય તોડી શકાય નહીં. 

US Navy singing a popular Hindi tune @USNavyCNO 's dinner last night! pic.twitter.com/hfzXsg0cAr

— Taranjit Singh Sandhu (@SandhuTaranjitS) March 27, 2021

લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે વીડિયો
આ ગીત 2004માં રિલીઝ થયેલી ફિલ્મ સ્વદેશ માટે એ આર રહેમાને ગાયુ હતું. આ વીડિયોમાં અમેરિકી નેવી બેન્ડના ગાયકની એક ટીમ જોવા મળી રહી છે. અમેરિકી નેવીની ટીમ યુનિફોર્મમાં ભારતીય ફિલ્મનું ગીત ગાઈ રહી છે. 1.5 મિનિટનો આ વીડિયો માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર પર ધૂમ મચાવી રહ્યો છે. 

ભારત અમેરિકાની ભાગીદારી થશે મજબૂત
યુએસ નેવી બેન્ડે એક ટ્વીટ કરી છે. નેવી બેન્ડ 1925થી  @USNavy ને સહયોગી રાષ્ટ્રો સાથે જોડી રહ્યું છે.  #HappyHoli.' એક અલગ ટ્વીટમાં સંધુએ 'શાનદાર શામ' ની મેજબાની માટે યુએસ CNO એડમિરલ ગિલ્ડેનો આભાર માન્યો. સંધુએ લખ્યું કે તેઓ ભારત-અમેરિકા ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે મળીને કામ કરવા તત્પર છે. પોતાના મેસેજમાં તેમણે લખ્યું કે અમેરિકાના ચીફ ઓફ નેવલ ઓપરેશન્સ (CNO) માઈકલ એમ ગિલ્ડેએ કહ્યું કે અમે ઈન્ડો-પેસેફિક અને તેની બહાર એક સ્વતંત્ર, ખુલ્લા અને સમાવેશી નિયમ આધારિત આદેશને પ્રોત્સાહન આપીશું. 

— Vice President Kamala Harris (@VP) March 28, 2021

કમલા હેરિસે શુભેચ્છા પાઠવી
અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે હોળીના અવસરે લોકોને શુભકામના આપતી ટ્વીટ કરી. તેમણે લખ્યું કે હોળીની શુભકામનાઓ. હોળીને એ જીવંત રંગો માટે ઓળખવામાં આવે છે જે પોતાના પ્રિયજનો પર ઉછાળવામાં આવે છે. આનંદથી ભરપૂર હોળીનો તહેવાર સકારાત્મક સંદેશ આપે છે. તેમણે લખ્યું છે કે તે મુખ્ય રીતે હિન્દુઓનો તહેવાર છે, પરંતુ તે અન્ય ધર્મોના લોકો દ્વારા પણ ઉજવાય છે. તે દેશમાં વસંતના આગમનનું પ્રતિક છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news