નોબેલ શાંતિ પુરસ્કાર 2021 માટે નોમિનેટ થયા ડોનાલ્ડ ટ્રમ્પ, આ મહત્વનો કરાર બન્યું મોટું કારણ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)નું નામ 2021ના નોબેલ શાંતિ એવોર્ડ (Nobel Peace Prize) માટે નોમિનેટ કરવામાં આવ્યું છે. નોર્વેના પ્રોગ્રેસ પાર્ટીથી સાંસદ અને નાટો સંસદીય સભાના ચેરમેન ક્રિશ્ચિયન ટાઇબ્રિંગ ગજેડે ઈઝરાયલ અને સંયુક્ત અરબ અમીરાતની વચ્ચે શાંતિ કરારમાં ટ્રમ્પની મહત્વની ભૂમિકાને જોતા તેમનું નામ એવોર્ડ માટે નોમિનેટ કર્યું છે.
નોબેલ શાંતિ પુરસ્કાર 2021 માટે નોમિનેટ થયા ડોનાલ્ડ ટ્રમ્પ, આ મહત્વનો કરાર બન્યું મોટું કારણ

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)નું નામ 2021ના નોબેલ શાંતિ એવોર્ડ (Nobel Peace Prize) માટે નોમિનેટ કરવામાં આવ્યું છે. નોર્વેના પ્રોગ્રેસ પાર્ટીથી સાંસદ અને નાટો સંસદીય સભાના ચેરમેન ક્રિશ્ચિયન ટાઇબ્રિંગ ગજેડે ઈઝરાયલ અને સંયુક્ત અરબ અમીરાતની વચ્ચે શાંતિ કરારમાં ટ્રમ્પની મહત્વની ભૂમિકાને જોતા તેમનું નામ એવોર્ડ માટે નોમિનેટ કર્યું છે.

એક મીડિયા ઇન્ટરવ્યૂમાં ટાઇબ્રિંગે કહ્યું કે ટ્રમ્પે ઇઝરાયલ અને યૂએઇની વચ્ચે કરાર કરાવ્યો નથી, પરંતુ ઉત્તર કોરિયા અને ઇરાનની સાથે પણ શાંતિપૂર્ણ વાતચીતની અપીલ કરી છે. જે પ્રશંસનીય છે. તેમણે કહ્યું કે વૈશ્વિક શાંતિ સ્થાપિત કરવા માટે ટ્રમ્પથી વદારે પ્રયાસ આ એવોર્ડ માટે નોમિનેટ કોઇ અન્ય સભ્યએ કર્યા નથી. જ્યારે પણ કોઇ બે દેશ વચ્ચે વિવાદની સ્થિતિ બને તો ટ્રમ્પે તેને ઉકેલવા માટે મધ્યસ્થતાની રજૂઆત કરી, તેઓ આ એવોર્ડના સાચા હકદાર છે.

તેમણે જણાવ્યું કે આ એવોર્ડને મળવવા માટેની ત્રણેય પાત્રતા ડોનાલ્ડ ટ્રમ્પે પુરી કરી છે. તેમણે અન્ય દેશોની સાથે કોઇપણ પ્રકારના સશસ્ત્ર સંઘર્ષને પ્રોત્સાહન આપ્યું ન હતું કે તેઓએ કોઈપણ પ્રકારનું યુદ્ધ શરૂ કર્યું ન હતું. તેમણે વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, ટ્રમ્પે મધ્ય પૂર્વના દેશોમાં નાટો અને અમેરિકાન સૈન્યની સંખ્યામાં ઘટાડો કર્યો છે. તમને જણાવી દઇએ કે, નોબેલ શાંતિ એવોર્ડની જાહેરાત આગામી વર્ષ એટલે કે ઓક્ટોબર 2021માં થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news