VIDEO: લેડી કસ્ટમર માતા પર ગાળ બોલી, સુપરવાઈઝરે પટકી-પટકીને ધોઈ નાખી

આજના સમયમાં લોકોમાં પોતાના ગુસ્સાને કાબુમાં કરવાની ક્ષમતા ખુબ ઓછી થઈ ગઈ છે અને ઈચ્છા ન હોય છતાં પોતાનો ગુસ્સો વ્યક્તિ કરી નાખે છે.

VIDEO: લેડી કસ્ટમર માતા પર ગાળ બોલી, સુપરવાઈઝરે પટકી-પટકીને ધોઈ નાખી

નવી દિલ્હી: આજના સમયમાં લોકોમાં પોતાના ગુસ્સાને કાબુમાં કરવાની ક્ષમતા ખુબ ઓછી થઈ ગઈ છે અને ઈચ્છા ન હોય છતાં પોતાનો ગુસ્સો વ્યક્તિ કરી નાખે છે. અમેરિકાના લાસ વેગાસનો એક એવો વીડિયો સામે આવ્યો છે જે જોઈને નવાઈ લાગે. લાસ વેગાસના મેકડોનાલ્ડ રેસ્ટોરાનો આ વીડિયો છે. જેમાં બે યુવતીઓ ખરાબ રીતે બાખડી રહી છે. કપડાંના પણ ઠેકાણા નથી. મળતી માહિતી મુજબ વિવાદની શરૂઆત ફ્રી સોડા આપવા અંગે થઈ. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પહેલા તો બે યુવતીઓ વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ અને ત્યારબાદ વાત મારપીટ સુધી પહોંચી ગઈ. રેસ્ટોરાની સુપરવાઈઝરે લેડી કસ્ટરની ખુબ ધોલાઈ કરી નાખી.

મહિલા કર્મચારી ઉપર ફેંક્યો મિલ્કશેક
એક મિનિટની આ વીડિયો ક્લિપ નેવાદા નામની યુવતી દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાઈ છે. વીડિયો પોસ્ટ કરતાની સાથે યુવતીએ લખ્યું કે મેકડોનાલ્ડમાં એક યુવતીએ રેસ્ટોરાના કર્મચારીઓ પાસે એક કપ પાણીની માગણી કરી. પરંતુ સુપરવાઈઝરે સોડા મશીન બંધ કરતા પાણી આપવાની ના પાડી દીધી. ત્યારબાદ ગુસ્સે ભરાયેલી લેડી કસ્ટમરે સુપરવાઈઝરને ગાળો બોલતા તેની ઉપર મિલ્કશેક ફેંક્યો. 

માતા પર ગાળો બોલતા સુપરવાઈઝર થઈ ગઈ નારાજ
પોતાના પર મિલ્કશેક ફેંકાયો અને માતાની ગાળો બોલતા નારાજ  થયેલી સુપરવાઈઝરે લેડી કસ્ટમરની ખુબ ધોલાઈ કરી નાખી અને કહેવા લાગી કે મારી મરેલી માતાને તો ગાળ ન બોલો. લડાઈ દરમિયાન મહિલાના કપડાં પણ ખુલી જાય છે. પરંતુ ગુસ્સામાં કાળઝાળ થયેલી સુપરવાઈઝરને તે ધ્યાન રહેતું નથી. તે સતત યુવતીને પટકી પટકીને મારતી રહી. 

લાસ વેગાસના મેકડોનાલ્ડનો છે વીડિયો
વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે લેડી કસ્ટમરે ગુસ્સામાં આવીને સુપરવાઈઝર પર મિલ્ક શેક ફેંક્યો અને તેને ગાળો આપી. ત્યારબાદ સુપરવાઈઝર કાઉન્ટરમાંથી બહાર આવીને તેને મારવા લાગી. વીડિયોમાં જે બે યુવતીઓ જોવા મળી રહી છે તે માં લેડી કસ્ટરમરનું નામ સબરીના ફોન્ટેલર અને સુપરવાઈઝરનું નામ એરિકા ચાવોલા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news