Viral Video: પાકિસ્તાની મૌલાનાનો વીડિયો થયો વાયરલ, '130 ફૂટ લાંબી હોય છે જન્નતની હૂર'
Viral Video: સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થતા રહે છે. એક વાર ફરીથી એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પાકિસ્તાનના એક મૌલાના જન્નતની હૂરો વિશે જણાવી રહ્યા છે. વાયરલ થઈ રહેલા આ મૌલાનાની ઓળખ તારિક જમીલ તરીકે થઈ છે.
Trending Photos
Viral Video: સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થતા રહે છે. એક વાર ફરીથી એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પાકિસ્તાનના એક મૌલાના જન્નતની હૂરો વિશે જણાવી રહ્યા છે. વાયરલ થઈ રહેલા આ મૌલાનાની ઓળખ તારિક જમીલ તરીકે થઈ છે. મૌલાનાના જન્નતની હૂરવાળો વીડિયો વાયરલ થયા બાદ તેઓ ખુબ ટ્રોલ થઈ રહ્યા છે.
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં મૌલાના તારિક જમીન દાવો કરતા જોવા મળ્યા છે કે જન્નતની હૂરો એક નહેરથી પેદા થાય છે અને તેમની લંબાઈ 130 ફૂટ હોય છે. આથી જન્નતમાં જનારા દરેક વ્યક્તિને પણ અલ્લાહ 130 ફૂટનો બનાવે છે. મૌલાના એક સભાને સંબોધિત કરતા કહે છે કે જન્નતની હૂરો માતાના પેટથી પેદા થતી નથી પરંતુ તેઓ જન્નતમાં એક નહેર છે જે મોતીઓથી ઢંકાયેલી છે, તેની અંદર મુશ્ક, જાફરાન વહે છે. અત્રે જણાવવાનુંકે તારિક જમીન તબ્લિગી જમાતના સભ્ય છે. તેમને દુનિયાના 500 સૌથી પ્રભાવશાળી મુસ્લિમોમાં બે વાર સામેલ કરાયેલા છે.
130 ફૂટની હૂર
એટલું જ નહીં મૌલાના આગળ કહે છે કે જ્યારે અલ્લાહ જન્નતની કોઈ છોકરીને બનાવે છે તો તેના પર પોતાનું નૂર નાખે છે અને પૂરી 130 ફૂટની છોકરી નીકળીને બહાર આવે છે. વીડિયોમાં મૌલાના એવો દાવો કરતા જોવા મળી રહ્યા છે કે 130 ફૂટની હોવાના કારણે જો જન્નતની હૂર સૂરજને આંગળી દેખાડે તો સૂરજ જોવા મળશે નહીં. મૌલાના આગળ કહે છે કે જન્નતની હૂરો ખુબ જ સુંદર હોય છે. તેઓ મધુર ગીત સંભળાવે છે. જ્યારે હૂરો પોતાની જુલ્ફો લહેરાવે છે તો રંગબેરિંગ લાઈટ ઝગમગાવા લાગે છે અને આખું જન્નત રોશનીથી ભરાઈ જાય છે. આ વાયરલ વીડિયો પર યૂઝર્સ મૌલાનાની ખુબ મજા લઈ રહ્યા છે.
ખાસ નોંધ- આ એક વાયરલ વીડિયો છે અને ફેસબુક પર થોડા સમય પહેલા અપલોડ કરવામાં આવ્યો હતો જે હવે વાયરલ થઈ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે