હોટલ રૂમમાં મૂકેલી આ કેટલ જો તમે પણ વાપરતા હોવ તો સાવધાન...થાય છે એવા ગંદા-ગંદા કામ
બહાર જઈએ તો ક્યારેક ને ક્યારેક તો હોટલમાં રોકાતા હોઈએ છીએ. આવામાં હોટલમાં રાખેલી વસ્તુઓનો પણ ખુબ ઉપયોગ કરીએ છીએ. પછી ભલે તે ટોઈલેટમાં રાખેલું શેમ્પુ હોય કે પછી સાબુ...અનેક હોટલોમાં એસી, ગીઝરની સાથે સાથે વોટર કેટલની પણ સુવિધા અપાય છે. પરંતુ જો તમે આ ઈલેક્ટ્રિક કેટલનો ઉપયોગ કરતા હોવ તો સાવધાન..
Trending Photos
હાલના સમયમાં હોટલ બિઝનેસ ખુબ ફૂલી ફાલી રહ્યો છે. બહાર જઈએ તો ક્યારેક ને ક્યારેક તો હોટલમાં રોકાતા હોઈએ છીએ. આવામાં હોટલમાં રાખેલી વસ્તુઓનો પણ ખુબ ઉપયોગ કરીએ છીએ. પછી ભલે તે ટોઈલેટમાં રાખેલું શેમ્પુ હોય કે પછી સાબુ...અનેક હોટલોમાં એસી, ગીઝરની સાથે સાથે વોટર કેટલની પણ સુવિધા અપાય છે. પરંતુ જો તમે આ ઈલેક્ટ્રિક કેટલનો ઉપયોગ કરતા હોવ તો સાવધાન...તમને જ્યારે તેની અસલિયતની ખબર પડશે તો તમને કદાચ ઉલ્ટી થઈ જશે.
સોશિયલ મીડિયા પર એક ફ્લાઈટ એટેન્ડન્ટે આ ચોંકાવનારો ખુલાસો કર્યો. આમ તો અનેકવાર એર હોસ્ટેસીસ સોશિયલ મીડિયા પર ફ્લાઈટ અને હોટલના ડર્ટી સિક્રેટનો ખુલાસો કરતા આવ્યા છે. જેમાં એવી અનેક વાતો લોકોને જણાવે છે જેનાથી તેઓ આજ સુધી અજાણ હતા. તેમાં ફ્લાઈટમાં પહેરવામાં આવતા સૌથી ખરાબ કપડાંથી લઈને પ્લેનમાં પાણી કેમ ન માંગવું જોઈએ તે પણ સામેલ છે. પરંતુ હવે એક ફ્લાઈટ એટેન્ડટન્ટે જે કહ્યું કે આખરે હોટલના રૂમમાં રાખેલી વોટર કેટલ કેમ ન વાપરવી જોઈએ તે જાણીને બધા સ્તબ્ધ થઈ ગયા છે.
આ રહસ્ય બહાર આવ્યું
આ એરહોસ્ટેસે લખ્યું કે અનેકવાર તે આ કેટલમાં જ પોતાની અંડરવિયર ધોતી હતી. અનેક લોકો આ કેટલમાં પોતાના માટે ચા કોફી બનાવતા હોય છે. પરંતુ એર હોસ્ટેસે આમ કરવાની ના પાડી દીધી. આ ફ્રેડ બાદ અનેક લોકોએ જણાવ્યું કે આ કેટલનો ઉપયોગ તેઓ કેવી રીતે કરે છે. એક વ્યક્તિએ લખ્યું કે અનેકવાર આ કેટલ્સમાં હું મારા માટે ચિકન રાંધુ છું. સોશિયલ મીડિયા પર ત્યારબાદ તો લોકોએ ભાત ભાતના પ્રતિભાવો આપ્યા. એક મહિલાએ ફેસબુક પર લખ્યું કે તે એકવાર રજાઓમાં પોતાની વધારાની અંડરવિયર લઈ જવાનું ભૂલી ગઈ હતી. આવામાં તેણે પણ કેટલમાં જ તેને ઉકાળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે