Maruti એ લોન્ચ કરી નવી અલ્ટો! કિંમત માત્ર 4.8 લાખ, માઇલેજ 34kmplને પાર

Maruti Suzuki Car Launch: અલ્ટો 800 બંધ થયા બાદ કંપનીએ ભારતમાં બીજી નવી અલ્ટો લૉન્ચ કરી છે. ખાસ વાત એ છે કે તેની કિંમત ઘણી ઓછી છે અને માઈલેજ પણ 34kmpl થી વધુ મળશે.

Maruti એ લોન્ચ કરી નવી અલ્ટો! કિંમત માત્ર 4.8 લાખ, માઇલેજ 34kmplને પાર

Maruti Suzuki Tour H1: મારુતિ સુઝુકી ગ્રાહકો માટે સતત નવા કાર વિકલ્પો લાવી રહી છે. કંપનીએ હાલમાં જ તેની Jimny અને Fronx કાર લૉન્ચ કરી છે. જો કે તેની અલ્ટો 800 બંધ થઈ ગઈ છે. દરમિયાન, કંપનીએ ભારતમાં બીજી નવી અલ્ટો લોન્ચ કરી છે. ખાસ વાત એ છે કે તેની કિંમત ઘણી ઓછી છે અને માઈલેજ પણ 34kmpl થી વધુ મળશે. વાસ્તવમાં, કંપનીએ Alto K10ને Tour H1 નામથી ફરી લૉન્ચ કરી છે. તે ખાસ કરીને ફ્લીટ ખરીદદારો માટે તૈયાર કરવામાં આવી છે. એટલે કે આ કારનો કોમર્શિયલ યુઝ પણ કરી શકાશે..

કિંમત શું છે?
આ કારમાં તમને પેટ્રોલની સાથે CNG કિટનો પણ વિકલ્પ પણ મળશે. કંપનીએ મારુતિ ટૂર H1ના પેટ્રોલ વેરિઅન્ટની કિંમત 4.80 લાખ રૂપિયા રાખી છે, જ્યારે CNG વર્ઝનની કિંમત 5.70 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે. મારુતિ સુઝુકી ટૂર H1 કંપનીના Alto K10 પર આધારિત છે. એટલે કે, તે અલ્ટો K10 જેવો જ ઇન્ટિરિયર અને એક્સટીરિયર મળી રહ્યો છે. જો કે કોસ્ટ કટિંગ તરીકે, બમ્પર, ORVM અને ડોર હેન્ડલ્સ બ્લેક કલરમાં જોવા મળી રહ્યા છે. આ કોમર્શિયલ હેચબેક વ્હીલ કવર વગર સ્ટીલ વ્હીલ્સ પર ચાલે છે.

એન્જિન અને માઇલેજ
તે 1.0-લિટર K-Series Dualjet, Dual VVT પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે. તે પેટ્રોલ પર 5,500 rpm પર 65 bhp અને CNG વેરિઅન્ટ પર 5,300 rpm પર 56 bhp વિકસિત કરે છે. પીક ટોર્ક પેટ્રોલ પર 3,500 rpm પર 89 Nm અને CNG મોડમાં 3,400 rpm પર 82.1 Nm છે. આ કાર પેટ્રોલ પર 24.6 km/l અને CNG પર 34.46 km/kg (ARAI પ્રમાણિત) માઈલેજનો દાવો કરે છે.

અન્ય અપગ્રેડમાં ડ્યુઅલ એરબેગ્સ, પ્રી-ટેન્શનર અને ફોર્સ લિમિટર સાથેનો ફ્રન્ટ સીટ બેલ્ટ, આગળના રહેવાસીઓ માટે સીટબેલ્ટ રિમાઇન્ડર, એન્જિન ઇમબિલાઈઝર, EBD સાથે ABS, સ્પીડ લિમિટર, રિવર્સ પાર્કિંગ સેન્સર અને વધુનો સમાવેશ થાય છે. હેચબેકની બિઝનેસ એડિશન ત્રણ રંગોમાં ઉપલબ્ધ થશે - મેટાલિક સિલ્કી સિલ્વર, મેટાલિક ગ્રેનાઈટ ગ્રે અને આર્ક્ટિક વ્હાઇટ.

આ પણ વાંચો:
ગુજરાતના મહેસુલ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ આનંદો! બદલીઓને લઈ કર્યો મોટો નિર્ણય
ગુજરાતમાં શક્તિસિંહ ગોહિલને પ્રમુખ બનાવવાના આ છે કારણો,કોંગ્રેસમાં ગુજરાતનું કદ વધશે
રાશિફળ 10 જૂન: આ જાતકો પર આજે રહેશે શનિદેવની અપાર કૃપા, તમામ કાર્યો પાર પડશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news