OMG! આ કેફેમાં બ્રેસ્ટ મિલ્કમાંથી બનેલી કોફી વેચાઈ રહી છે, એક જાહેરખબરથી હડકંપ મચી ગયો

Breast Milk Advertisement: દુનિયાભરમાં કોફીની દુકાનો પર અનેક પ્રકારની વેરાયટી જોવા મળતી હોય છે. પરંતુ રશિયાના એક શહેરમાં એક કોફી કેફેએ તો હદ કરી નાખી. હાલમાં જ આ કેફેએ એક એવી જાહેરાત બહાર પાડી છે કે જેના કારણે તે શહેરમાં હોબાળો મચી ગયો છે.

OMG! આ કેફેમાં બ્રેસ્ટ મિલ્કમાંથી બનેલી કોફી વેચાઈ રહી છે, એક જાહેરખબરથી હડકંપ મચી ગયો

Breast Milk Advertisement: દુનિયાભરમાં કોફીની દુકાનો પર અનેક પ્રકારની વેરાયટી જોવા મળતી હોય છે. પરંતુ રશિયાના એક શહેરમાં એક કોફી કેફેએ તો હદ કરી નાખી. હાલમાં જ આ કેફેએ એક એવી જાહેરાત બહાર પાડી છે કે જેના કારણે તે શહેરમાં હોબાળો મચી ગયો છે. આ કેફેએ પોતાની જાહેરાતમાં ગ્રાહકોને વાયદો  કર્યો છે કે કેફેમાં બ્રેસ્ટ મિલ્કથી બનેલી કોફી પીવડાવવામાં આવશે. તેનો અર્થ એ થયો કે અહીં માણસોના દૂધમાંથી બનેલી કોફી પીવડાવવામાં આવશે. 

મીડિયા રિપોર્ટ્સ મુજબ આ કેફેનું નામ કોફી સ્માઈલ કેફે છે. જે રશિયાના પર્મ શહેરમાં છે. આ સમગ્ર મામલા પર ત્યારે હડકંપ મચી ગયો જ્યારે આ કેફેએ આ પ્રકારની જાહેરાત બહાર પાડી. આ જાહેરાતમાં બ્રેસ્ટ મિલ્કથી બનેલી કોફીના ફાયદા ગણાવવામાં આવ્યા અને એક મહિલાનો સંદેશ પણ જારી કરાયો. આ મહિલાએ જણાવ્યું કે તે કામ કરતી હોવાના કારણે તે તેના બાળકોને સમય આપી શકતી નહતી અને તેનું બ્રેસ્ટ મિલ્ક વપરાતું નહતું. આથી તેણે વિચાર્યું કે તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે. તેણે જણાવ્યું કે તે એક હેરસ્ટાઈલિસ્ટ છે અને તેણે કામ પર જવું પડે છે. આ બધા વચ્ચે તે પોતાનું બ્રેસ્ટ મિલ્ક સારા ભાવે બજારમાં વેચી નાખે છે. આ સાથે જ તે તેના પતિ માટે કોફી પણ બનાવે છે. કેફેએ એમ પણ જણાવ્યું કે તેમના ત્યાં બ્રેસ્ટ મિલ્કથી બનેલી કોફી ખુબ જ સ્વાદિષ્ટ અને ફાયદાકારક છે. જેવી આ જાહેરાત સામે આવી કે લોકો ભડકી ગયા. 

ચોંકાવનારી વાત એ છે કે આ કેફેએ જાહેરાતના અનેક પોસ્ટર્સ શહેરના હોલ્ડિંગ્સમાં લગાવડાવ્યા. જ્યારે લોકોએ દેશના ફૂડ સેફ્ટી ઓથોરિટીને આ અંગે કાર્યવાહીની વાત કરી તો વિવાદ વધી ગયો. ત્યારબાદ આ કેફે સિરીઝના માલિકે નિવેદન બહાર પાડવું પડ્યું. કેફેના માલિક મેક્સિમે જણાવ્યું કે તેઓ આવી કોઈ પ્રોડક્ટ બનાવી રહ્યા નથી. તેમણે એમ પણ કહ્યું કે આ જાહેરાત તેમના કેફે ચેઈનને બદનામ કરવા માટે બનાવવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news