શું હવે પરમાણુ યુદ્ધ તરફ આગળ વધી રહ્યા છે પુતિન? આ એક આદેશને લીધે દુનિયામાં ચિંતાનું મોજું ફરી વળ્યું
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો આજે 25મો દિવસ છે. પરંતુ આ યુદ્ધ અટકવાની જગ્યાએ સતત વધી રહ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કી ભલે દુનિયાભરના દેશોને રશિયા પર દબાણ બનાવવાની અને યુદ્ધ રોકવામાં મદદ કરવાની ગુહાર લગાવી રહ્યા હોય પરંતુ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનની ઈચ્છા કઈક અલગ જ છે. જેનો ઈશારો તેમણે યુદ્ધના મેદાનમાં હાઈપરસોનિક મિસાઈલની એન્ટ્રી કરીને કરાવી દીધી છે. હવે રિપોર્ટ્સ છે કે પુતિને પરમાણુ યુદ્ધ તરફ પહેલું ડગ ભર્યું છે.
Trending Photos
મોસ્કો: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો આજે 25મો દિવસ છે. પરંતુ આ યુદ્ધ અટકવાની જગ્યાએ સતત વધી રહ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કી ભલે દુનિયાભરના દેશોને રશિયા પર દબાણ બનાવવાની અને યુદ્ધ રોકવામાં મદદ કરવાની ગુહાર લગાવી રહ્યા હોય પરંતુ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનની ઈચ્છા કઈક અલગ જ છે. જેનો ઈશારો તેમણે યુદ્ધના મેદાનમાં હાઈપરસોનિક મિસાઈલની એન્ટ્રી કરીને કરાવી દીધી છે. હવે રિપોર્ટ્સ છે કે પુતિને પરમાણુ યુદ્ધ તરફ પહેલું ડગ ભર્યું છે.
શું યુક્રેનનો સર્વનાશ થઈ જશે?
ક્યારેક રોકેટ, ક્યારેક મિસાઈલ, ક્યારેક બોમ્બ તો ક્યારેક ટેન્ક, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન યુક્રેનને તબાહ કરવા માટે કોઈ પણ હથિયાર વાપરવાથી ખચકાતા નથી. પુતિનનો પ્લાન છે કે યુક્રેનનો સર્વનાથ પરંતુ પુતિનનો પ્લાન ફક્ત એટલો જ નહીં જેટલો દેખાઈ રહ્યો છે. તબાહીની તૈયારી એના કરતા વધુની છે. તેના કરતા ઘણી મોટી છે. પુતિનની તૈયારી હવે ન્યૂક્લિયર વોર એટલે કે પરમાણુ યુદ્ધની છે.
પુતિને 'ન્યૂક્લિયર વોર ઈવેક્યુએશન' ડ્રિલ કરવાની માંગ
જી હા આ બિલકુલ સાચુ છે. પુતિનનો આગામી પ્લાન પરમાણુ યુદ્ધનો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આ વાત ક્રેમલિનના મોટા અધિકારીઓ કહી રહ્યા છે. આ ટોપ અધિકારીઓના જણાવ્યાં મુજબ પુતિને હાલમાં જ ન્યૂક્લિયર વોર ઈવેક્યુએશન ડ્રિલ કરાવવાની માગણી કરી છે. પુતિનની આ માંગણીએ બધાને ચોંકાવી દીધા છે. પુતિને આ માંગણી એવા સમયે કરી છે જ્યારે પશ્ચિમી દેશો સાથે રશિયાની તનાતની સતત વધી રહી છે. અત્રે જણાવવાનું કે ન્યૂક્લિયર વોર ઈવેક્યુએશન ડ્રિલ એક એવી પ્રક્રિયા છે જેમા પરમાણુ યુદ્ધના સમયે લોકોને સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવે છે.
તબાહીવાળો સાબિત થશે પુતિનનો આ પ્લાન
સૂત્રોના જણાવ્યાં મુજબ યુક્રેન સાથે યુદ્ધમાં રશિયાના સૈનિકોના માર્યા જવાની સંખ્યા સતત વધી રહી છે એવામાં પુતિનનો ન્યૂક્લિયર વોર ઈવેક્યુએશન ડ્રિલનો પ્લાન તબાહીભર્યો સાબિત થઈ શકે છે. આમ તો પરમાણુ યુદ્ધ જેવા જોખમનું ટ્રેલર પુતિને યુક્રેનમાં દેખાડી દીધુ છે. યુક્રેન પર કબજા માટે પુતિને પોતાના મહાવિનાશકને યુદ્ધના મેદાનમાં ઉતારી દીધુ છે. રશિયાએ જાહેરાત કરી છે કે તેણે યુક્રેનમાં હાઈપરસોનિક મિસાઈલ Kinzhal નો ઉપયોગ કર્યો છે.
આ મિસાઈલની મદદથી રશિયાએ પશ્ચિમી દેશો તરફથી યુક્રેનને અપાયેલા હથિયારોના ગોદામોને તબાહ કરી નાખ્યા. આ મહાવિનાશક મિસાઈલ એટલી ખતરનાક છે કે અત્યાર સુધીમાં કોઈ પણ દેશ પાસે તેનો તોડ નથી. આ મિસાઈલ પરમાણુ બોમ્બ પાડવામાં પણ સક્ષમ છે. કહેવાય છે કે રશિયાએ યુક્રેનને ચેતવણી આપવા માટે તેનો ઉપયોગ કર્યો છે. અમેરિકાએ પણ ચેતવણી આપી છે કે રશિયા પરમાણુ હુમલો કરી શકે છે.
આ અગાઉ પણ રશિયાના મીડિયાના હવાલે આવેલા રિપોર્ટ્સમાં દાવો કરાયો હતો કે પરમાણુ યુદ્ધના સંભવિત જોખમને જોતા પુતિને પોતાના પરિવારને સીક્રેટ લોકેશન પર મોકલી દીધો છે. પુતિનના પરિવારને એવી સુરક્ષિત જગ્યાએ મોકલવાનો દાવો કરાયો હતો કે જે ફક્ત એક બંકર નહીં પરંતુ અંડરગ્રાઉન્ડ શહેર છે.
વ્લાદિમિર પુતિન નાટો દેશોને સતત ધમકાવી રહ્યા છે અને તેમને કહી રહ્યા છે કે જો તેમણે યુક્રેન વિવાદમાં હસ્તક્ષેપ કર્યો તો ઈતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટું પરિણામ ભોગવવાનો વારો આવશે. પુતિને થોડા સમય પહેલા પોતાની પરમાણુ સેનાને પણ હાઈ અલર્ટ કરી દીધી હતી.
પુતિનના ઈરાદા એટલા બધા આક્રમક છે કે તેનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે પહેલીવાર યુદ્ધમાં હાઈપરસોનિક મિસાઈલ Kinzhal નો ઉપયોગ કરાયો. શું આગામી વારો હવે પરમાણુ હથિયારોનો છે કે શું?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે