Weird News: મળો દુનિયાના સૌથી કંજૂસ માતા પિતાને, પૈસા બચાવવા બાળકો પાસે કરાવે છે આવું ગંદુ કામ
Trending Photos
Weird News: દુનિયામાં અજીબોગરીબ પ્રકારના લોકો હોય છે. તેમની આદતો, તેમની રહેણીકરણી ખુબ ચોંકાવનારા હોય છે. આવા જ એક માતા પિતા જોવા મળ્યા છે જે પૈસા બચાવવા માટે પોતે તો અજીબ કામ કરે જ છે પરંતુ સાથે સાથે પોતાના બાળકો પાસે પણ કરાવે છે. 4 બાળકોના પેરેન્ટ્સ રાઉલ અને પેટ્રીસિયા પિન્ટો પોતાની જાતને દુનિયાના સૌથી કંજૂસ માતા પિતા (Miser Parents) કહેવડાવે છે.
બાળકો પાસે કરાવે છે આ કામ
આ કપલ પોતાના બાળકોને છાશવારે ગેરેજ લઈ જાય છે અને કારવોશ કરાવ્યા બાદ બાળકો પાસે વેક્યૂમ ક્લીનરના કચરાની બેગમાં ચિલ્લર, કેન્ડી વગેરે શોધાવડાવે છે. આ માટે તેઓ ગેરેજમાં કહે છે કે પેટ્રીસિયાની ઈયર રિંગ ખોવાઈ ગઈ છે. ત્યારબાદ જ્યારે બાળકો વેક્યૂમ ક્લિનરની કચરાની થેલી ફંફોળી તેમાંથી કામની વસ્તુ કાઢી લે ત્યારબાદ તેઓ નકલી ઈયર રિંગ દેખાડીને ગેરેજમાં કહે છે કે તેમને પોતાની ઈયર રિંગ મળી ગઈ. પેટ્રીસિયા કહે છે કે મારા બાળકો માટે આવું કરવું એ ખજાનો શોધવા જેવું છે. તેઓ કચરામાંથી સિક્કા, કેન્ડી, ઈયર ફોન ને જ્વેલરી જેવી કિંમતી વસ્તુઓ પણ શોધી લે છે.
રેસ્ટોરામાંથી લાવે છે સોસ અને મીઠું
ફેમિલી લંચ-ડિનર માટે બહાર જતા સમયે પણ પરિવાર કંજૂસી કરવાનું છોડતો નથી. રાઉલ કહે છે કે સ્પષ્ટ છે કે અમારા6 લોકોના પરિવાર માટે દરરોજ ખુબ ભોજનની જરૂર પડે છે. આવામાં પૈસા બચાવવા માટે અમે બહાર ભોજન કરતી વખતે હંમેશા ટેપ વોટર જ ઉપયોગમાં લઈએ છીએ અને બોટલના પાણીના પૈસા બનાવીએ છીએ. ગરમીમાં 2 મોટા બાળકો ઘરે આવ્યા છે તો આવામાં ઘરનું બજેટ ન વધી જાય તે માટે અમે રેસ્ટોરામાં એકસ્ટ્રા સોસ, મીઠું વગેરે માંગી લઈએ છીએ અને પછી ઘરે લઈ જઈએ છીએ. અમે દરેક માટે અલગ સેન્ડવિચ લેવાની જગ્યાએ ક્લબ સેન્ડવિચ લઈએ છીએ. જેમાં અમારે 2 પ્લેટ ઓછી ઓર્ડર કરવી પડે છે. ત્યારબાદ હું ઘણું બધું એકસ્ટ્રા સલાડ પણ માંગી લઉ છું.
ધ સનના રિપોર્ટ મુજબ તેમની મોટી પુત્રી મોનિકા કહે છે કે જ્યારે અમે આવું કરીએ છીએ ત્યારે વેઈટ્રેસ અમને સાઈકો સમજે છે અને ખુબ ખરાબ નજરથી જુએ છે.
ફ્રિજમાં લાગેલું છે ટાઈમર
બાળકો વધુ બિયર ન પી જાય એટલે રાઉલે પોતાના ફ્રિજમાં ટાઈમર લગાવી રાખ્યું છે. દરેક સભ્ય દિવસમાં ફક્ત એકવાર ફ્રિજ ખોલી શકે છે અને તે પણ માત્ર 24 સેકન્ડ માટે. એટલું જ નહીં તેઓ મોંઘી બિયરની બોટલોમાં સસ્તી બીયર ભરીને રાખે છે. તેમના બાળકો કહે છે કે અમે અમારા માતાપિતાની આ તમામ ચાલાકીઓ સમજીએ છીએ અને સસ્તી બિયર ઓળખી જઈએ છીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે