વિકિલીક્સનાં સહ સંસ્થાપક જુલિયન અસાંજની બ્રિટિશ પોલીસે લંડનમાંથી કરી ધરપકડ

વિકિલીક્સનાં સહ-સંસ્થાપક જૂલિયન અસાંજેને લંડન ખાતેનાં ઇક્વાડોર દૂતાવાસથી ઝડપી લેવામાં આવ્યા છે

વિકિલીક્સનાં સહ સંસ્થાપક જુલિયન અસાંજની બ્રિટિશ પોલીસે લંડનમાંથી કરી ધરપકડ

લંડન : વિકિલીક્સનાં સહ-સંસ્થાપક જૂલિયન અસાંજેને લંડન ખાતેનાં ઇક્વાડોર દૂતાવાસથી ઝડપી લેવામાં આવ્યા છે. ગત્ત 7 વર્ષોથી અસાંજેને ઇક્વાડોરનાં દૂતાવાસમાં શરણ લીધું હતું. એક યૌન શોષણ કેસમાં સ્વીડનમાં પ્રત્યાર્પિત નહી થવા માટે  અસાંજેએ દુતાવાસને પોતાનું સ્થળ બનાવી લીધું હતું. લંડનની મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યું કે, હાલ અસાંજે કસ્ટડીમાં છે અને તેને વેસ્ટમિન્સટર મેજીસ્ટ્રેટ કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે, અસાંજેએ 2010માં મોટા પ્રમાણમાં અમેરિકાનાં ગુપ્ત દસ્તાવેજોને જાહેર કર્યા હતા. અસાંજેએ સ્વીડનમાં પ્રત્યાર્પણથી બચવા માટે 2012થી જ ઇક્વાડોરનાં દૂતાવાસમાં શરણ લીધું હતું. ત્યાર બાદ સ્વીડને અસાંજે પરથી શારિરીક શોષણનો ગુનો હટાવી લીધો હતો. જો કે અસાંજેની લાંબા સમયથી ધરપકડનાં ભણકારા વાગી રહ્યા હતા. 

બીજી તરફ શારીરિક શોષણનો ગુનો હટાવી લેવામાં આવ્યો હોવા છતા પણ અસાંજે દૂતાવાસમાં જ પોતાનું રહેણાક બનાવી લીધું હતું. જામીનનો કેસ ખતમ થઇ જવાનાં કારણે લંડનમાં તેના પર ધરપકડની લટકતી તલવાર હતી. ગત્ત વર્ષે 12 ડિસેમ્બરે તેને ઇક્વાડોરની નાગરિકતા મળી હતી. જેના કારણે તે દુતાવાસમાં જ પોતાનો અડ્ડો જમાવીને બેઠો હતો. 

અત્રે ઉલ્લેખનીય છે કે, અસાંજેએ 2010માં અમેરિકાનાં અત્યંત ગુપ્ત અને સંવેદનશીલ ડોક્યુમેન્ટ્સને જાહેર કરી દીધા હતા. જેનાં કારણે સમગ્ર વિશ્વસ સમક્ષ અમેરિકાની ભારે ફજેતી થઇ હતી. તો બીજી તરફ કેટલાક ચોક્કસ દેશો પ્રત્યેનું અમેરિકાનું દેખાડવાનું અને કાર્યવાહી કરવાનું વલણ અલગ અલગ હોવાની વાત પણ સ્પષ્ટ થઇ ગઇ હતી. જેના કારણે આંતરરાષ્ટ્રીય જગતમાં અમેરિકાની ભારે ફજેતી થઇ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news