આ મહિલાના જીવનમાં ક્યારેય આવ્યા નથી પીરિયડ, તો પણ 'ચમત્કાર'થી બની માતા

નાઓમી આ રેર કંડિશન વિશે બાળપણમાં જ તેમના ઘરવાળાને સંકેત મળી ગયા હતા. નાઓમીની આ કંડીશન વિશે તેમની માતાને ખબર પડી જ્યારે તે 12 વર્ષની હતી.

આ મહિલાના જીવનમાં ક્યારેય આવ્યા નથી પીરિયડ, તો પણ 'ચમત્કાર'થી બની માતા

નવી દિલ્હી: કોઇપણ મહિલાના જીવનમાં માતા બનવું સુંદર અહેસાસ હોય છે. પરંતુ ઘણીવાર મેડિકલ કંડીશન (Rare Medical Condition) એવી બની જાય છે કે માતા બનવું અશક્ય લાગે છે. એવું જ થયું નાઓમી એલન (Niomi Allan) ની સાથે જ્યારે તેમને ખબર પડી કે તેમના શરીરમાં ગર્ભાશય (Uterus) જ નથી પરંતુ તેમછતાં પણ માતા બની. 

ના યૂટ્રસ, ના વોમ્બ
સ્કોટલેન્ડની નાઓમી એલન (Niomi Allan) એ પહેલીવાર પોતાનું અલ્ટ્રાસાઉન્ડ (Ultrasound) કરાવ્યું તો મેડિકલ સ્ટાફને લાગ્યું કે કદાચ નાઓમી (Niomi Allan) ઠીક રીતે પાણી પીને આવી ન હતી. જેના લીધે તેમના શરીરમાં ગર્ભાશય (Uterus) દેખાતું ન હતું. MRI સ્કેન પછી ખબર પડી કે નાઓમીના શરીરમાં ના તો યૂટ્રસ છે ના તો વોમ્બ. આ સાથે જ નક્કી થઇ ગયું કે નાઓમી પ્રાકૃતિક રીતે ક્યારેય માતા બની શકતી નથી. 

પીરિયડ ન થતાં માતાને થઇ જાણકારી
Mirror ના રિપોર્ટ અનુસાર નાઓમી આ રેર કંડિશન વિશે બાળપણમાં જ તેમના ઘરવાળાને સંકેત મળી ગયા હતા. નાઓમીની આ કંડીશન વિશે તેમની માતાને ખબર પડી જ્યારે તે 12 વર્ષની હતી. સામાન્ય રીતે આ ઉંમરમાં છોકરીઓને પીરિયડ આવે છે. પરંતુ નાઓમીને આવ્યા નહી. ત્યારબાદ નાઓમીની માતા તેમને ડોક્ટર પાસે લઇ ગઇ. ડોક્ટરે તેમની કાઉન્સિલિંગ પણ કરી, પરંતુ આઓમી ત્યારે આ વાતની ગંભીરતાને સમજી શકી નહી. તે નિશ્વિત થઇને આરામથી પોતાની જીંદગી જીવતી હતી. 

કેટલી મહિલાઓને હોય છે આ સમસ્યા? 
નાઓમીને MRKH નામની દુર્લભ મેડિકલ કંડીશન હતી. MRKH સિંડ્રોમ 5,000 મહિલાઓમાં એકને પ્રભાવિત કરે છે. નાઓમીને ત્યારે આ વાતથી વધુ આઘાત લાગ્યો જ્યારે તેમના બોયફ્રેંડ એ જ કહ્યું કે ઘણીવાર  મજાક બનાવી. ત્યારબાદ નાઓમી બીજા રિલેશનશિપમાં ગઇ અને પોતાના પાર્ટનરને પોતાની સ્થિતિ વિશે જણાવ્યું. નાઓમી અને તેમના પાર્ટનરે સરોગેસી દ્વારા પોતાના બાયોલોજિકલ બાળકને આ દુનિયામાં લાવવાનો નિર્ણય લીધો. આખરે તેમનો પ્રયત્ન રંગ લાવી અને સરોગેસી દ્વારા નાઓમી એલન અને સેમની પુત્રી ઇલિયાના આ દુનિયામાં આવી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news