52 વર્ષની મહિલાનો દાવો, સેક્સે બચાવ્યો જીવ, જાણો શું છે સમગ્ર ઘટના
આશરે 52 વર્ષની ઉંમરમાં પણ નિયમિત રૂપથી સેક્સ કરવું એક મહિલા માટે ફાયદાકારક સાબિત થયું. તેની આ આદતે મહિલાનો એક ખતરનાક બીમારીથી જીવ બચાવી લીધો.
Trending Photos
લંડનઃ આશરે 52 વર્ષની ઉંમરમાં પણ નિયમિત રૂપથી સેક્સ કરવું એક મહિલા માટે ફાયદાકારક સાબિત થઈ ગયું. એક્ટિવ સેક્સ લાઇફને કારણે તેને સમય રહેતા એક મોટી બીમારીની જાણ થઈ ગઈ, જેનાથી તેનો જીવ બચી ગયો છે.
ઈંગ્લેન્ડના હેમ્પશાયરની ઘટના
ડેલી મિરરના રિપોર્ટ પ્રમામે ટીના ગ્રે ઈંગ્લેન્ડના હેમ્પશાયરમાં રહે છે. તેની ઉંમર 52 વર્ષની છે. જ્યારે તેના પતિ ડેઝની ઉંમર આશરે 51 વર્ષની છે. ટીના ગ્રેને આશરે 2 વર્ષ પહેલા જ મેનોપોઝ થયો છે.
મેનોપોઝ બાદ આવ્યા વધુ નજીક
રિપોર્ટ પ્રમાણે ટીના અને ડેઝ આ ઉંમરમાં પણ સેક્સુઅલી ખુબ એક્ટિવ છે. મેનોપોઝ બાદ કપલને પ્રેગનેન્સીનો ડર ખતમ થઈ ગયો, ત્યારબાદ બંને વધુ નજીક આવી ગયા છે. મહિલાને એક દિવસ પોતાના બ્રેસ્ટમાં (Breast Cancer) ગાઠ જેવો અનુભવ થયો. તેણે પતિને પૂછ્યુ કે આ કોઈ નવી ગાંઠ છે કે પહેલાની જેમ બધુ નોર્મલ છે. પતિએ ચેક કર્યા બાદ કહ્યું કે, આ ગાંઠ લાગી રહી છે.
ચેકઅપમાં સામે આવ્યું બ્રેસ્ટ કેન્સર
ત્યારબાદ બંને પતિ-પત્ની ડોક્ટર પાસે ગયા. ત્યાં મેડિકલ ચેકઅપમાં જાણવા મળ્યું કે ટીના ગ્રેના બંને બ્રેસ્ટમાં ગાંઠ બની રહી હતી. તેમાંથી એક ગાંઠ નાની અને એક મોટી હતી. ડોક્ટરો પ્રમાણે આ કેન્સરની ગાંઠ બતી. ટીનાએ કહ્યું કે, સેક્સુઅલી એક્ટિવ હોવાને કારણે તેને આ ખતરનાક બીમારીની સમય રહેતા જાણ થઈ ગઈ. જેના કારણે ડોક્ટરોએ તેની સારવાર શરૂ કરી દીધી.
સર્જરી બાદ બચી ગયો જીવ
રિપોર્ટ પ્રમાણે મહિલાનું બ્રેસ્ટ કેન્સર સ્ટેજ થ્રીમાં પહોંચી ગયું હતું. આવા દર્દીની બચવાની સંભાવના ઓછી હોય છે. તેમ છતાં ડૉક્ટરો ને મહિલાની શસ્ત્રક્રિયા કરે તેની ગાંઠને બહાર કાઢી. જેથી મહિલાનો જીવ બચી ગયો બતો. ટીના કહે છે કે તેને આ જિંદગી પતિ ડેઝ અને બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસને કારણે મળી છે. યૌન સક્રિય હોવાને કારણે પતિએ ગાંઠને ઓળખી લીધી. એટલે સારવાર મળતા તેનો જીવ બચી શક્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે