નાટો પર ઝેલેન્સ્કીનો હુમલો, કહ્યું- તમે રશિયાના હાથ ખોલી દીધા, યુક્રેનમાં નો-ફ્લાય ઝોનની કરી હતી માંગ
તમને જણાવી દઈએ કે શુક્રવારે નાટોએ રશિયન મિસાઇલો અને યુદ્ધક વિમાનોથી યુક્રેનને બચાવવામાં મદદ કરવા માટે યુક્રેનના આગ્રહને નકારી દીધો હતો. અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને નાટોનો પક્ષ લીધો અને યુક્રેન પર નો-ફ્લાય ઝોનના આહ્વાનને નકારી દીધુ હતું.
Trending Photos
કિવઃ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કીની તે અપીલને નાટોએ નકારી દીધી છે, જેમાં તેણે યુક્રેનને નો-ફ્લાય ઝોન જાહેર કરવાની માંગ કરી હતી. માંગ નકાર્યા બાદ શનિવારે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ નાટો પર હુમલો કર્યો છે. ઝેલેન્સ્કીએ કહ્યુ કે, પશ્ચિમનું સૈન્ય ગઠબંધન યુક્રેનમાં થનાર મોતો અને વિનાશ માટે જવાબદાર હશે. તેમણે તે પણ કહ્યું કે, નાટોની નબળાઈ અને એકતાની કમી માસ્કોના હાથ સંપૂર્ણ રીતે ખોલી દેશે. રશિયા હજુ વધારે હવાઈ હુમલા કરશે.
તમને જણાવી દઈએ કે શુક્રવારે નાટોએ રશિયન મિસાઇલો અને યુદ્ધક વિમાનોથી યુક્રેનને બચાવવામાં મદદ કરવા માટે યુક્રેનના આગ્રહને નકારી દીધો હતો. અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને નાટોનો પક્ષ લીધો અને યુક્રેન પર નો-ફ્લાય ઝોનના આહ્વાનને નકારી દીધુ હતું. બ્લિંકેને કહ્યુ કે, નો-ફ્લાઈ ઝોનનો મતલબ નાટોના વિમાનોને યુક્રેનના હવાઈ ક્ષેત્રમાં રશિયન વિમાનોને મારવા માટે મોકલવા પડશે. તેનાથી યુરોપમાં એક પૂર્ણ યુદ્ધ થઈ શકે છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ નાટોના આ નિર્ણયની નિંદા કરી છે. ઝેલેન્સ્કીએ પોતાના સંબોધન દરમિયાન કહ્યુ- આજે ગઠબંધનના નેતૃત્વએ યુક્રેનના શહેર અને ગામડામાં બોમ્બમારીને લીલી ઝંડી આપી છે. નો-ફ્લાઈ ઝોન સ્થાપિત કરવાનો ઇનકાર કરી દીધો.
યુક્રેનના હવાઈ ક્ષેત્રમાં નાટોની ઉડાન સંચાલિત થશે નહીં
તો નાટોના વિદેશ મંત્રીઓની એક બેઠકમાં યુક્રેનના ઉડાન પ્રતિબંધિત ક્ષેત્રનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો. આ દરમિયાન નેતાઓએ સ્વીકાર્યુ કે નાટોના વિમાન અને સૈનિકોએ યુક્રેનમાં પ્રવેશ કરવો જોઈએ નહીં. નાટોના મહાસચિવ જેન્સ સ્ટોલ્ટેનબર્ગે બેઠક બાદ તેની જાણકારી આપી હતી. તેમણે કહ્યું- નાટોના સભ્ય દેશો સંમત થયા છે કે આપણે નાટો દળોને યુક્રેનમાં પ્રવેશવાની અથવા ઉલ્લેખિત 'ફ્લાઇટ પ્રતિબંધિત વિસ્તાર' પર યુક્રેનિયન એરસ્પેસ પર નાટો ફ્લાઇટ્સ ચલાવવાની મંજૂરી આપવી જોઈએ નહીં.
સ્ટોલ્ટેનબર્ગે જણાવ્યુ, 'અમે તે સ્પષ્ટ કરી ચુક્યા છીએ કે અમે ન તો યુક્રેનની જમીન કે તેના હવાઈ ક્ષેત્રમાં જવાના છીએ અને ઉડાન પ્રતિબંધિત ક્ષેત્રને લાગૂ કરવાની એકમાત્ર રીત નાટોના લડાકૂ વિમાનોને યુક્રેની હવાઈ ક્ષેત્રમાં મોકલવા અને રશિયાના વિમાનોને માર્યા બાદ અહીં ફરીથી ઉડાન પ્રતિબંધિત ક્ષેત્ર લાગૂ કરવાનું છે.' તેમણે કહ્યું- અમારૂ માનવું છે કે આમ કરી અમે યુરોપમાં ભીષણ યુદ્ધને સમાપ્ત કરી શકીએ છીએ. જેથી લોકોને ખુબ કષ્ટ પહોંચી રહ્યું છે, પીડા થઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે