Zombie Virus કે ડ્રગ્સનો નશો? રસ્તા પર વિચિત્ર હરકતો કરતા જોવા મળ્યા લોકો, જુઓ Viral Video

Viral Video: વૈજ્ઞાનિકોએ 13 નવા પૈથોજેનને પુર્નજીવિત કર્યા છે અને તેમની ખાસિયત જણાવી. તેમને ઝોમ્બી વાયરસ નામ અપાયું છે. રિસર્ચર્સ મુજબ જામી ગયેલા બરફમાં હજારો વર્ષો સુધી આ વાયરસ જીવિત રહ્યા. અમેરિકામાં ફિલાડેલ્ફિયાના રસ્તાઓ પર કેટલાક એવા દ્રશ્યો જોવા મળ્યા જેના પર સરળતાથી ભરોસો કરી શકાય તેમ નથી. વાયરલ થયેલા વીડિયોને જોતા એવું લાગે છે કે જાણે કોઈ ઝોમ્બી ધોળે દિવસે રસ્તાઓ પર કોઈ પણ ડર વગર ફરી રહ્યો છે. 

Zombie Virus કે ડ્રગ્સનો નશો? રસ્તા પર વિચિત્ર હરકતો કરતા જોવા મળ્યા લોકો, જુઓ Viral Video

Viral Video: થોડા દિવસ પહેલા જ વૈજ્ઞાનિકોએ એવો દાવો કર્યો હતો કે બે ડઝનથી પણ વધુ વાયરસ મળી આવ્યા છે. જેમાંથી એક ઝીલ નીચે જમા થયેલો હતો અને તે લગભગ 48,500 વર્ષ કરતા પણ જૂનો છે. વૈજ્ઞાનિકોએ 13 નવા પૈથોજેનને પુર્નજીવિત કર્યા છે અને તેમની ખાસિયત જણાવી. તેમને ઝોમ્બી વાયરસ નામ અપાયું છે. રિસર્ચર્સ મુજબ જામી ગયેલા બરફમાં હજારો વર્ષો સુધી આ વાયરસ જીવિત રહ્યા. અમેરિકામાં ફિલાડેલ્ફિયાના રસ્તાઓ પર કેટલાક એવા દ્રશ્યો જોવા મળ્યા જેના પર સરળતાથી ભરોસો કરી શકાય તેમ નથી. વાયરલ થયેલા વીડિયોને જોતા એવું લાગે છે કે જાણે કોઈ ઝોમ્બી ધોળે દિવસે રસ્તાઓ પર કોઈ પણ ડર વગર ફરી રહ્યો છે. 

રસ્તા પર ઘૂમતા જોવા મળ્યા
કોઈએ પોતાના મોબાઈલ કેમેરામાં આ ઘટનાને કેદ કરી લીધી અને પછી સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી દીધો. જો કે એ વાતની હજુ પુષ્ટિ નથી થઈ કે આ ઝોમ્બીના કારણે છે કે પછી ડ્રગ્સના કારણે કે પછી કોઈ પ્રેન્ક વીડિયો બનાવી રહ્યું છે. લોકોએ એ પણ કહ્યું કે બની શકે કે આ કોઈ ફિલ્મના દ્રશ્યનું શુટિંગ ચાલી રહ્યું હોય. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે અમેરિકાના ફિલાડેલ્ફિયાના રસ્તા પર કેટલાક લોકો અજીબોગરીબ હરકત કરી રહ્યા છે. ખુલ્લા મોઢા સાથે ચાલતી યુવતી પગના ટેકે ઝૂકેલી છે અને અર્ધબેભાન અવસ્થામાં ફૂટપાથ પર ચાલવાની કોશિશ કરી રહી છે. આ ક્લિપમાં એક અન્ય વ્યક્તિ પણ શહેરમાં વિચિત્ર હરકત કરતો જોવા મળ્યો. 

— Oyindamola🙄 (@dammiedammie35) December 6, 2022

વીડિયો જોવા બાદ પ્રતિક્રિયાઓ
ટ્વિટર પર @Oyindamola નામના એકાઉન્ટથી આ વીડિયો શેર કરાયો છે. વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે ભાઈ યુએસએમાં આ શું થઈ રહ્યું છે? આ વીડિયો અત્યાર સુધીમાં 2 લાખ 50 હજારથી વધુ વખત જોવાયો છે. કમેન્ટ બોક્સમાં કેટલાક લોકોએ જૂના વીડિયો પણ શેર કર્યા છે જ્યારે એક યૂઝરે તો નાઈજીરિયાનો પણ વીડિયો શેર કર્યો છે. જેમા લોકો આંખ બંધ કરીને ઊભા છે. એક યૂઝરે લખ્યું કે 'આ જુઓ જરા...જ્યારે હું ડ્રગ્સ લઉ છું ત્યારે ચંદ્ર પર પહોંચી જઉ છું. સાચું સાંભળ્યું ચંદ્ર પર.' અન્ય એક યૂઝરે મજાક કરતા નશામાં ધૂત એક વ્યક્તિનો વીડિયો પોસ્ટ કરી દીધો. 

આ વીડિયો પણ ખાસ જુઓ...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news