Mirabai Chanu Wins Silver: મીરાબાઇ ચાનૂએ રચ્યો ઇતિહાસ, વેટલિફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જીત્યો સિલ્વર મેડલ

Mirabai Chanu Wins Silver: ચીનની વેટલિફ્ટર જિયાંગ હુઇહુઆએ 206 કિગ્રા ભાર ઉઠાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. તો બીજી તરફ ચીઅનની એક અન્ય વેટલિફ્ટર હોઉ ઝિહુઇએ 198 કિલો વજન ઉપાડીને પોડિયમ પર જ સ્થાન મેળવ્યું. 

Mirabai Chanu Wins Silver: મીરાબાઇ ચાનૂએ રચ્યો ઇતિહાસ, વેટલિફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જીત્યો સિલ્વર મેડલ

Weightlifting World Championships: ઓલમ્પિક સિલ્વર મેડલ વિજેતા મીરાબાઇ ચાનૂએ વેટલિફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઇતિહાસ રચી દીધો છે. તેમણે વેટલિફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 200 કિલો કુલ વજન ઉપાડીને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. આ દરમિયાન ચીનની વેટલિફ્ટર જિયાંગ હુઇહુઆએ 206 કિગ્રા ભાર ઉઠાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. તો બીજી તરફ ચીઅનની એક અન્ય વેટલિફ્ટર હોઉ ઝિહુઇએ 198 કિલો વજન ઉપાડીને પોડિયમ પર જ સ્થાન મેળવ્યું. ઝિહુઇ 49 કિગ્રા ભારવર્ગમાં ઓલમ્પિક ચેમ્પિયન છે. તેમણે ટોક્યો ઓલમ્પિકમાં 49 કિગ્રા કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 

ક્લીન એન્ડ જર્કમાં ઉઠાવ્યું 113 કિગ્રા
કોલંબિયાના બોગોટામાં આયોજિત વેટલિફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મીરાની સફર સરળ રહી નહી. તે ઇજા સામે ઝઝૂમી રહી હતી. પરંતુ પોતાના મનોબળમાં કોઇ ઉણપ જોવા મળી ન હતી. તેમણે ક્લીન એન્ડ જર્કમાં 113 કિગ્રા વજન ઉપાડીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો. જોકે સ્નૈચ પ્રયાસ દરમિયાન તેમને શાનદાર બચાવ કર્યો જ્યારે તે ભાર ઉઠાવી રહી હતી તો તેમનું સંતુલન ગુમાવ્યું હતું. પરંતુ તેમણે એવામાં પોતાના શરીર પર કાબૂ રાખતાં ઘૂંટણ અને નીચલા શરીર પર સહારો લીધો. સ્નૈચમાં મીરાબાઇએ 87 કિગ્રા ભાર ઉપાડ્યો. આ પ્રકારે તેમણે કુલ 200 કિગ્રા ભાર ઉપાડ્યો. 

ઓલમ્પિક ચેમ્પિયનને આપી માત
ભારતીય વેટલિફ્ટર મીરાબાઇ ચાનૂને વેટલિફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઓલમ્પિક ચેમ્પિયન હોઉ ઝિહુઇને માત આપી સિલ્વર મેડલ પોતાના નામે કર્યો. ઝિહુઇ ક્લીન એન્ડ જર્કમાં 109 કિગ્રા વજન ઉપાડી શકી. તો સ્નૈચમાં તેમણે 89 કિગ્રા વજન ઉપાડ્યું. પરંતુ ઇન્ડીયન વેટલિફ્ટર ચાનૂ ક્લીન એન્ડ જર્કમાં 113 અને સ્નૈચમાં 87 કિગ્રા ભાર ઉપાડવામાં સફળ રહી. ઝિહુઇ ત્રીજા નંબર પર રહી અને તેમને કાંસ્ય પદક મળ્યો. જ્યારે મીરાબાઇએ સિલ્વર મેડલ પાકો કર્યો. તો બીજી તરફ જિયાંગ હુઇહુઆએ ક્લીન એન્ડ જર્કમાં 113 કિગ્રા અને સ્નૈચમાં 93 કિગ્રા ભાર ઉપાડ્યો. આ પ્રકારે તેમણે કુલ 206 કિગ્રા ભાર ઉપાડી ગોલ્ડ મેડલ જીત્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news