લાખો કેન્દ્રીય અને રાજ્ય કર્મચારીઓને ઓક્ટોબરમાં મળી શકે છે 7માં પગારપંચ કરતા પણ મોટી ભેટ

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કર્મચારીઓને ઓક્ટોબર 2018માં 7માં પગારપંચની માંગ કરતા પણ મોટી ભેટ મળવાની શક્યાતા

Kuldip Barot - | Updated: Oct 5, 2018, 12:16 PM IST
લાખો કેન્દ્રીય અને રાજ્ય કર્મચારીઓને ઓક્ટોબરમાં મળી શકે છે 7માં પગારપંચ કરતા પણ મોટી ભેટ
ફાઇલ તસવીર

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કર્મચારીઓને ઓક્ટોમ્બર 2018માં 7માં પગારપંચથી મળતા લાભ કરતા પણ વધારે મોટી ભેટ મળવાની શક્યતાઓ છે. કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓની જૂની પેન્શન યોજના દૂર કરવાની માંગ સાથે હાલના પેન્શન સુધારા સંબંધિત ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે. જેને ઓક્ટોબરમાં મળનારી કેબિનેટની બેઠકમાં મંજૂરી મળે તેવી શક્યાતાઓ છે. 

રાજ્ય કર્મચારી સંયુક્ત પરિષદ ઉત્તર પ્રદેશના પ્રાંતિય કોમ્યુનિકેટર રાકેશ કુમાર વર્માના અનુસાર ઇન્ડિયન પબ્લિક સર્વિસ ઇંપ્લાઇઝ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ વીપી મિશ્રાની હાજરીમાં કર્મચારી નેતા થોડા દિવસ અગાઉ કેબિનેટના સેક્રેટરી પી.કે સિન્હાને મળ્યા હતા. કેબિનેટ સેક્રેટરીએ તેમને આશ્વાસન આપ્યું હતું કે, સરકાર પેન્સન સુધારાને લઇને ગંભીર છે. અને તેના પર વહેલી તકે કાર્યવાહી કરવાની વિચારણા ચાલી રહી છે. પેન્શન સુધારા ડ્રાફ્ટમાં પેન્શન ફંડના રોકડ ઉપાડ અને બીજા અન્ય નિયમો નક્કી કરવામાં આવશે.

7वां वेतन आयोग : इस राज्'€à¤¯ के सरकारी कर्मचारियों को नवंबर में मिलेगी खुशखबरी!

કેરલ અને બંગાળમાં છે પેન્શન વ્યવસ્થા 
રાજ્ય કર્મચારી સંયુક્ત પરિષદના મહામંત્રી આર. કે નિગમ એ જણાવ્યું કે, જૂની પેન્શન યોજના લાગૂ થવાથી લગભગ 16 લાખ કર્મચારીઓને ફાયદો થશે. તેમણે જણાવ્યું કે, અત્યારે ત્રિપુરા. પશ્ચિમ બંગાળ, અને કેરળ એવા રાજ્યો છે.જ્યાં પેન્શન યોજના હજી પણ ચાલુ છે, પરંતુ મોટા ભાગના રાજ્યોએ પેન્શન યોજના બંધ કરી દીધી છે. ત્યા સુધી કે, નવી પેન્શન યોજના મુજબ મોટા ભાગના કર્મચારીઓના ખાતા જ નથી ખુલ્યા. આ યોજના માટે આવેલી રાશી બેંકોમાં પડી રહી છે. જ્યારે યુ.પીમાં પણ આ વ્યવસ્થા નથી. પરંતુ અમે રાજ્ય સરકાર પર તેને લાગુ કરવા માટે દબાણ કરી રહ્યા છે. કેન્દ્ર જો કોઇ પેન્શન યોજના લાવે તો રાજ્ય સરકારે તેને લાગૂ કરવી જ પડશે.  

શું છે જૂની પેન્શન યોજનાની માંગ 
પ્રાંતિય કોમ્યુનિકેટર રાકેશ કુમાર વર્માના અનુસાર જૂની પેન્શન વ્યવસ્થા 2004માં બંધ કરી દેવામાં આવી હતી, જેથી રિટાયરમેન્ટ બાદ કર્મચારીઓને સરકાર પેન્શન આપતી હતી. રાજ્ય સરકારે બાદમાં રાષ્ટ્રીય પેન્શન યોજના લાગૂ કરી પણ કર્મચારીઓને તેનાથી ખુશ થય નહિં. તેઓ જૂની પેન્શન યોજના લાગૂ કરવાની માંગ કરી રહ્યા છે.

7th cpc

પ્રેદશ વ્યાપી આંદોલન કરશે કર્મચારીઓ 
વર્માના જણાવ્યા અનુસાર જૂની પેન્શનની માંગને લઇને 5 સપ્ટેમ્બરમાં યૂપીના તમામ જિલ્લાઓના મુખ્ય મથકમાં સરકારી કર્મચારીઓ અને શિક્ષકો પ્રદર્શન કરશે. આ પ્રદર્શન સંયુક્ત સમિતિના અધ્યક્ષતામાં થશે, ત્યાર બાદ 2 ઓક્ટોબરએ કર્મચારીઓ દ્વારા કેન્ડલ માર્ચ કાઢવાનો કાર્યક્રામ આપવામાં આવશે. હવે કાર્યકારીણીની બેઠક 6 ઓક્ટોમ્બરે યોજાવાની છે, જેમાં પ્રદેશ સ્તરે આંદોલનની રૂપરેખા તૈયાર કરવામાં આવશે.