7th Pay Commission: 1 જુલાઈએ સરકાર વધારશે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું, આટલો વધી જશે પગાર

7th Pay Commission: કેન્દ્ર સરકારે માર્ચ 2023માં મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો હતો. હવે મીડિયા રિપોર્ટ અનુસાર 1 જુલાઈથી ફરી કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો થવાનો છે. 
 

7th Pay Commission: 1 જુલાઈએ સરકાર વધારશે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું, આટલો વધી જશે પગાર

નવી દિલ્હીઃ 7th Pay Commission: કેન્દ્ર સરકારે માર્ચ 2023માં મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો હતો. હવે મીડિયા રિપોર્ટ અનુસાર સરકાર 1 જુલાઈથી ફરી ડીએ (Dearness Allowance-DA) માં ફરી 3-4 ટકાનો વધારો કરી શકે છે. કર્મચારીઓ અને પેન્શનરોને વધતી કિંમતોની ભરપાઈ માટે અપાતા ડીએને વર્ષમાં બે વાર જાન્યુઆરી અને જુલાઈમાં રિવાઇઝ કરવામાં આવે છે. 

માર્ચમાં 4 ટકાનો થયો હતો વધારો
કેન્દ્ર સરકારે માર્ચ મહિનામાં ડીએમાં 4 ટકાનો વધારો કર્યો હતો. આ વધારો 1 જાન્યુઆરી 2023થી લાગૂ કરવામાં આવ્યો હતો. 4 ટકાના વધારા બાદ હવે કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ 42 ટકા થઈ ગયું છે. આ પહેલા સપ્ટેમ્બર 2022માં ડીએમાં 4 ટકાનો વધારો થયો હતો, જે જુલાઈ 2022થી પ્રભાવી થયું હતું. 

આટલો થઈ શકે છે વધારો
હવે સાતમાં પગારપંચના કર્મચારીઓ માટે ડીએમાં 3-4 ટકા વધારાની આશા છે, જે જુલાઈમાં લાગૂ થશે. સરકારના આ પગલાથી દેશના 47.58 લાખ કર્મચારી અને 69.76 લાખ પેન્શનરોને લાભ થશે. મોંઘવારી ભથ્થુ સરકારી કર્મચારીઓને આપવામાં આવે છે. જ્યારે મોંઘવારી રાહત પેન્શનરોને આપવામાં આવે છે. કર્મચારીઓને ડીએ બેસિક વેતનના આધાર પર આપવામાં આવે છે, જ્યારે ડીઆર બેસિક પેન્શનના આધાર પર આપવામાં આવે છે. 

ડીએ હાઈકની ગણતરી કઈ રીતે થાય છે?
કેન્દ્ર સરકાર એક ફોર્મ્યૂલાના આધાર પર કર્મચારીઓ માટે ડીએ અને ડીઆરમાં રિવીઝન કરે છે. 

મોંઘવારી ભથ્થુ ટકાવારી= (:છેલ્લા 12 મહિના માટે અખિલ ભારતીય ઉપભોક્તા મૂલ્ય સૂચકાંકની એવરેજ(બેસ યર 2001=100)-115.76)x100

કેન્દ્રીય જાહેર ક્ષેત્રના કર્મચારીઓ માટેઃ મોંઘવારી ભથ્થા ટકાવારી= (છેલ્લા ત્રણ મહિના માટે અખિલ ભારતીય ઉપભોક્તા મૂલ્ય સૂચકાંકની એવરેજ (બેસ યર 2001=100)-126.33)/126.33)x100

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news