Adani Stock Opening Today: અદાણી ગ્રુપના રોકાણકારો માટે માઠાં સમાચાર, ગ્રુપના તમામ 10 શેરમાં ઘટાડો

Adani Share Price Today: આ સપ્તાહ દરમિયાન અદાણીના શેરને નુકસાન થયું છે. ગુરુવારે સારી શરૂઆત કર્યા બાદ ગ્રૂપના તમામ 10 શેરો નુકસાન સાથે બંધ થયા હતા.

Adani Stock Opening Today: અદાણી ગ્રુપના રોકાણકારો માટે માઠાં સમાચાર, ગ્રુપના તમામ 10 શેરમાં ઘટાડો

Adani Share Price: છેલ્લા 3 અઠવાડિયાથી ચાલી રહેલ અદાણી ગ્રૂપના સ્ટોક્સ (Adani Group Stocks) પરનું દબાણ આ સપ્તાહના અંતિમ દિવસે પણ ચાલુ છે. અદાણીના તમામ 10 શેરોએ શુક્રવારના ટ્રેડિંગની શરૂઆત ભારે નુકસાન સાથે કરી હતી.

ભાવમાં ઘટાડો
અદાણી ગ્રુપના ફ્લેગશિપ સ્ટોક અદાણી એન્ટરપ્રાઈઝ (Adani Enterprises)ને શરૂઆતના વેપારમાં સૌથી વધુ નુકસાન થયું છે. તેની કિંમત 3 ટકાથી વધુ ઘટી છે. બાકીના ગ્રુપના શેરની હાલત પણ સારી નથી. 

આ શેરોને પણ નુકસાન થયું હતું
અન્ય શેરોની વાત કરીએ તો અદાણી ટ્રાન્સમિશન (Adani Transmission), અદાણી વિલ્મર(Adani Wilmar), અદાણી ટોટલ ગેસ (Adani Total Gas), અંબુજા સિમેન્ટ (Ambuja Cement),અદાણી ગ્રીન (Adani Green), એસીસી સિમેન્ટ(ACC Cement) અને એનડીટીવીના તમામ ભાવ 1.5 થી 2 ટકાના નુકસાનમાં છે.

સવારે 09:25 વાગ્યે સ્થિતિ
અદાણી એન્ટરપ્રાઇઝ 2323.00 (-3.04%)
અદાણી ગ્રીન 956.80 (-1.78%)
અદાણી પોર્ટ્સ 729.45 (-2.15%)
અદાણી પાવર 251.20 (-2.18%)
અદાણી ટ્રાન્સમિશન 794.55 (-1.28%)
અદાણી વિલ્મર 412.25 (-1.46%)
અદાણી ટોટલ ગેસ 646.25 (-1.35%)
ACC 1799.10 (-1.77%)
અંબુજા સિમેન્ટ 436.65 (-1.84%)
NDTV 219.10 (-1.59%)

ખરાબ સપ્તાહ
અદાણી જૂથ માટે આ મહિનો ખરાબ સાબિત થયો છે. ગુરુવારે સારી શરૂઆત બાદ પણ તમામ 10 શેરો નુકસાનમાં બંધ થયા હતા. અઠવાડિયાના પહેલા દિવસે પણ એવું જ હતું. છેલ્લા 3 અઠવાડિયા દરમિયાન, ઘણી વખત એવું બન્યું કે સારી શરૂઆત કામ ન કરી શકી અને બિઝનેસના અંત સુધીમાં અદાણી ગ્રુપના મોટા ભાગના શેર ગબડી ગયા.

સ્થાનિક બજારમાં પ્રેશર
આજના કારોબારમાં સ્થાનિક બજાર પર શરૂઆતથી જ દબાણ જોવા મળી રહ્યું છે.  શરૂઆતના વેપારમાં BSE સેન્સેક્સ લગભગ 200 પોઈન્ટ નીચે છે, જ્યારે NSE નિફ્ટી પણ લગભગ 100 પોઈન્ટ નીચે છે.

આ પણ વાંચો:
15 વાર સ્ટેન્ડિંગ ઓવેશન...PM મોદી સાથે સેલ્ફી-ઓટોગ્રાફ માટે US સાંસદોની પડાપડી
અલ્પસંખ્યકોના સવાલ પર બોલ્યા પીએમ- ભારતના લોકતાંત્રિક મૂલ્યોમાં ભેદભાવને જગ્યા નથી

વાવાઝોડાની હવે ગુજરાત પર થશે ભારે અસર! વરસાદથી છલકાઈ જશે નદીઓ-જળાશયો, નવી આગાહી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news