Adani ના હાથ આવી વધુ એક મોટી ડીલ, વધુ માલામાલ કરી દે તેવી કંપની ખરીદી

Adani Ports Acquired Gopalpur Port : અદાણી પોર્ટે 3,080 કરોડ રૂપિયામાં ઓરિસ્સાના ગોપાલપુર પોર્ટને અધિગ્રહણ કર્યું, આ કરારથી અદાણી ગ્રૂપને મોટો ફાયદો થશે 

Adani ના હાથ આવી વધુ એક મોટી ડીલ, વધુ માલામાલ કરી દે તેવી કંપની ખરીદી

Adani Group : હાલ અદાણી ગ્રૂપની સફળતા ટોચ પર છે. ગૌતમ અદાણી જે પણ પ્રોજેક્ટને હાથ લગાવે છે ત્યા પત્થર પણ પારસમણી બની જાય છે. આવામાં અદાણીના હાથમાં એક મોટો પ્રોજેક્ટ આવ્યો છે. ગૌતમ અદાણીએ વધુ એક ડીલ કરી છે. અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (SEZ) એ મંગળવારે ઓરિસ્સા સ્થિત ગોપાલપુર પોર્ટની 3,080 કરોડ રૂપિયા ડીલ કરી છે. આ સાથે જ ઓરિસ્સાનુ ગોપાલપુરા બંદર હવે અદાણીનું થયું છે. કંપનીએ આ કરારમાં ગોપાલપુર પોર્ટ લિમિટેડ (જીપીએલ)માં એસપી ગ્રુપની 56 ટકા અને ઉડીસા સ્ટીવડોર્સ લિમિટેડ (ઓએસએએલ) 39 ભાગીદારી ખરીદી પર કરાર કર્યા છે.

ગોપાલપુર પોર્ટ દેશના પૂર્વીય ભાગમાં આવેલું છે. તેની ક્ષમતા 20 એમએમટીપીએ (પ્રતિ વર્ષ મિલિયન મીટ્રિક ટન) સંભાળવાની તાકાત છે. ઓરિસ્સા સરકારે વર્ષ 2006 માં ગોપાલપુર પોર્ટ લિમિટેડને 30 વર્ષ માટે છૂટ જાહેર કરી હતી. કરાર અનુસાર, આ છૂટને 10-10 વર્ષ માટે બે વાર વધારી શકાય છે. 

કંપની કે મેનેજિંગ ડાયરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું કે, ગોપાલપુર પોર્ટના અધિગ્રહણથી અમે અમારા ગ્રાહકોને વધુ ઈન્ટીગ્રેટેડ અને સારી સુવિધાઓ આપી શકીશુ. અમને ઓરિસ્સા અને પાડોશી રાજ્યોના ખનન વિસ્તારો સુધી અભૂતપૂર્વ પહોંચ મળી શકશે. સાથે જ અમને દૂરના ભાગોમા લોજિસ્ટિક ફુટપ્રિન્ટ વધારવામાં પણ મદદ મળશે. 

કરણ અદાણીએ જણાવ્યું હતું કે, ''જીપીએલ અદાણી ગ્રૂપના પેન ઈન્ડિયા પોર્ટ નેટવર્કને સારી રીતે જોડશે, જેનાથી સમગ્ર કાર્ગો વોલ્યુમમાં ઉલ્લેખનીય વિકાસ થશે. સાથે જ એપીએસઈઝેડના આધારે લોજિસ્ટિક્સ દૃષ્ટિકોણને મજબૂત બનાવશે. કંપનીના જણાવ્યા અનુસાર, જીપીએલને વિકાસ માટે પટ્ટા પર 500 એકરથી વધુ જમીન પ્રાપ્ત થઈ છે. જેનાથી ભવિષ્યની ક્ષમતાના વિસ્તરણને પૂર્ણ કરવા માટે પટ્ટા પર વધારાની ભૂમિ પ્રાપ્ત કરવા માટેનો વિકલ્પ પણ સામેલ છે.

આ પોર્ટ નેશનલ હાઈવે 16 ના માધ્યમથી આંતરિક વિસ્તારો સાથે સારી રીતે જોડાયેલો છે. તેમજ રેલવે લાઈન બંદરને ચેન્નઈ-હાવડા મુખ્ય લાઇન સાથે જોડે છે. અદાણી પોર્ટ્સ કહે છે કે ચાલુ નાણાકીય વર્ષમાં 11.3 એમએમટી કાર્ગોને સંભાળવાનું અનુમાન છે અને 520 કરોડની આવકની આશા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news