Adani port News

સત્ય પરેશાન છે પરંતુ પરાજીત નહી: ગુજરાતીઓની ચિંતા કરનારી ચેનલને આજે એક ઉદ્યોગપતિ કોર
એક તરફ જ્યારે દેશના ડ્રગ્સનાં સૌથી મોટા ડિટેન્શનના કેસની ચાર્જશીટ NIA દ્વારા કોર્ટમાં રજુ થઇ રહી હતી ત્યારે બીજી તરફ આ જ કેસને પ્રકાશમાં લાવવા બદલ દેશની પ્રતિષ્ઠિત સમાચાર ચેનલ ZEE MEDIA ના કર્મચારીઓ કોર્ટના કઠેડામાં ઉભા હતા. આ કર્મચારીઓનો વાંક એટલો હતો કે તેમણે સત્યને પ્રકાશમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો. અદાણી પોર્ટ પર પકડાયેલા ડ્રગ્સના કેસના સમાચાર ચલાવવા બદલ ADANI સમુહ દ્વારા કોર્ટમાં ઢસડી જવાયા હતા. આ વાંચીને તમને આશ્ચર્ય જરૂર થયું હશે પરંતુ આ સત્ય છે કે, જો તમે સાચા સમાચાર ચલાવો તો પણ તમારે કોર્ટમાં જવું પડી શકે છે. કોર્ટ રૂમમાં MEDIA સમુહ દ્વારા જવાબ રજુ કરવા માટે વધારે સમયની માંગણી કરાઇ રહી હતી. ત્યારે ADANI ના વકીલો દ્વારા કોર્ટ પર જાણે દબાણ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. આ લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકારો નહી પરંતુ કોઇ રીઢા ગુનેગારો હોય તે પ્રકારે જજ પર તેમની વિરુદ્ધ સમન બજાવવાનું દબાણ કરાઇ રહ્યું હતું. ખુબ જ સીનિયર વકીલોની ફોજ ખડી કરીને કોર્ટ રૂમમાં જજ પર પણ દબાણ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. કોઇ રીઢા ગુનેગારો સાથે જે પ્રકારનું વર્તન થાય તેવું વર્તન અદાણીના વકીલો દ્વારા કરવામાં આવ્યું હતું. જો કે માણસા કોર્ટે સત્યનો સાથ આપતા હાલ ZEE MEDIA ને જવાબ રજુ કરવા માટે 5 એપ્રીલ સુધીનો સમય આપ્યો છે.
Mar 22,2022, 21:07 PM IST
અમેરિકાથી આવેલા 2 કન્ટેનરથી Adani Port પર સનસનાટી મચી, અનલોડ થયેલા એરક્રાફ
Dec 26,2019, 9:41 AM IST

Trending news