આજથી દરરોજ દોડશે અમદાવાદ થી ધનબાદ માટે વન-વે સ્પેશિયલ ટ્રેન

 દેશભરમાં ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વિસ્ફોટ બાદ ગત વર્ષ કરતાં પણ વધુ ખતરનાક માહોલ બનવા લાગ્યો છે. લોકડાઉન, જનતા કર્ફ્યું, પાબંધીઓ, દર્દીઓ અને સ્વાસ્થ્ય ઉપકરણોની અછત સર્જાવવાનું શરૂ થઇ ગયું છે.

આજથી દરરોજ દોડશે અમદાવાદ થી ધનબાદ માટે વન-વે સ્પેશિયલ ટ્રેન

નવી દિલ્હી:  દેશભરમાં ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વિસ્ફોટ બાદ ગત વર્ષ કરતાં પણ વધુ ખતરનાક માહોલ બનવા લાગ્યો છે. લોકડાઉન, જનતા કર્ફ્યું, પાબંધીઓ, દર્દીઓ અને સ્વાસ્થ્ય ઉપકરણોની અછત સર્જાવવાનું શરૂ થઇ ગયું છે. ગત વર્ષે અનલોક બાદ પાટા પર પરત ફરેલી પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની માંગ અને સંખ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને ધનબાદ વચ્ચે વન-વે સ્પેશિયલ ટ્રેન તારીખ 02 મે 2021 (રવિવાર) ના રોજ (એક ટ્રીપ) ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. 

ટ્રેન નંબર 09419 અમદાવાદ-ધનબાદ વન-વે સ્પેશિયલ ટ્રેન તારીખ 02 મે 2021 (રવિવાર) ના રોજ અમદાવાદ થી સવારે 10:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 22:15 કલાકે ધનબાદ પહોંચશે. માર્ગમાં આ ટ્રેન વડોદરા, સુરત, નંદુરબાર, જલગાંવ, ભુસાવલ, અકોલા, બડનેરા, વર્ધા, નાગપુર, ગોંડિયા, દુર્ગ, રાયપુર, ઝારસુગુડા, રાઉરકેલા, રાંચી અને બોકારો સ્ટીલ સીટી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર અને સેકન્ડ સીટિંગ માટે રિઝર્વ કોચ રહેશે.

ટ્રેન નંબર 09419 નું પેસેન્જર આરક્ષણ 01 મે 2021 થી તમામ કોમ્પ્યુટરાઇઝ્ડ યાત્રી આરક્ષણ કેન્દ્રો અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે.

મુસાફરો ટ્રેનો ની સંરચના, આવર્તન, ઓપરેટિંગ દિવસો અને ટ્રેનોના સ્ટોપેજ તથા ટ્રેનો ના આગમન અને પ્રસ્થાનની વિસ્તૃત માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. નોંધનીય છે કે કન્ફર્મ ટિકિટવાળા મુસાફરોને જ આ સ્પેશિયલ ટ્રેનોમાં મુસાફરી કરવાની છૂટ રહેશે. પશ્ચિમ રેલ્વેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન કોવિડ -19 થી સંબંધિત તમામ ધોરણો અને એસ.ઓ.પી.નું પાલન કરવા વિનંતી કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news