Xiaomi ની નવી તૈયારી, હવે વેંડિંગ મશીનથી ખરીદી શકશો સ્માર્ટફોન

Xiaomi એ શરૂઆતમાં જ પોતાના નવા અને ઇનોવેટિવ પ્રોડક્ટ દ્વારા માર્કેટ ટ્રેંડને બદલવાનો પ્રયત્ન કર્યો છે. પોતાના સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવી દ્વારા ભારતીય બજારમાં તહેલકો મચાવ્યા બાદ હવે Mi Express Kiosk લઇને આવશે. શાઓમીના આ કિયોસ્ક એક વેંડિંગ મશીનની માફક છે. આ વેંડિંગ મશીન દ્વારા શાઓમી હવે પોતાના સ્માર્ટફોનનું વેચાણ કરશે. આ મશીનનો સીધો ગ્રાહકોને ફાયદો થશે. ગ્રાહકોને હવે શાઓમીના ફોન ખરીદવા માટે રિટેલ સ્ટોર અથવા શોરૂમ જવાની જરૂર નહી પડે અને તે સીધા વેંડિંગ મશીન દ્વારા પોતાનો મનપસંદ ફોન ખરીદી શકશે.
Xiaomi ની નવી તૈયારી, હવે વેંડિંગ મશીનથી ખરીદી શકશો સ્માર્ટફોન

નવી દિલ્હી: Xiaomi એ શરૂઆતમાં જ પોતાના નવા અને ઇનોવેટિવ પ્રોડક્ટ દ્વારા માર્કેટ ટ્રેંડને બદલવાનો પ્રયત્ન કર્યો છે. પોતાના સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવી દ્વારા ભારતીય બજારમાં તહેલકો મચાવ્યા બાદ હવે Mi Express Kiosk લઇને આવશે. શાઓમીના આ કિયોસ્ક એક વેંડિંગ મશીનની માફક છે. આ વેંડિંગ મશીન દ્વારા શાઓમી હવે પોતાના સ્માર્ટફોનનું વેચાણ કરશે. આ મશીનનો સીધો ગ્રાહકોને ફાયદો થશે. ગ્રાહકોને હવે શાઓમીના ફોન ખરીદવા માટે રિટેલ સ્ટોર અથવા શોરૂમ જવાની જરૂર નહી પડે અને તે સીધા વેંડિંગ મશીન દ્વારા પોતાનો મનપસંદ ફોન ખરીદી શકશે.

શાઓમીના આ કિયોસ્ક પર પેમેન્ટ કરવા માટે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, કેશ અને યૂપીઆઇનો ઉપયોગ કરી શકો છો. શાઓમીનું માનવું છે કે આ મશીનથી ખરીદી કરવી ગ્રાહકો માટે એક નવો અનુભવ હશે અને તે તેને ખૂબ પસંદ પણ કરશે. 

આ વેંડિંગ મશીનને ભારતીય બજારમાં ઇંટ્રોડ્યૂસ કરવાની સાથે જ શાઓમીએ સ્માર્ટફોન રિટેલ માર્કેટની સ્ટ્રેટેજીને બદલવાનો પ્રયત્ન કર્યો છે. વેંડિંગ મશીનથી ખરીદી કરવી ગ્રાહકો માટે ખૂબ ફાયદાકારક રહેશે. કંપની આ મશીન્સ દ્વારા ગ્રાહકોને તે કિંમત પર ફોન ઉપલબ્ધ કરાવશે જે કિંમત શાઓમીના હોમ સ્ટોર્સ અને વેબસાઇટ પર લિસ્ટ હશે. 

Mi Express Kiosks ની સાથે શાઓમી ભારતમાં નવા રિટેલ મોડલ લાવનાર પ્રથમ કંપની બની ગઇ છે. આ મશીનની સૌથી ખાસ વાત એ છે કે તેમાં ઉપયોગ કરવામાં આવેલી ટેક્નોલોજીને ભારતમાં ડેવલોપ કરવામાં કરવામાં આવી છે. આગામી મહિનામાઓમાં શાઓમીની તૈયારી છે કે દેશભરમાં આ મશીનને ઇંસ્ટોલ કરે. શાઓમીએ આ વેંડિંગ મશીન્સને સાર્વજનિક જગ્યાઓ જેમ કે ટેક પાકર્સ, મેટ્રો સ્ટેશન્સ, એરપોર્ટ અને શોપિંગ મોલમાં લગાવવામાં આવશે. 

Mi એક્સપ્રેસ કિયોસ્કસ દ્વારા ગ્રાહક અને Mi ફેન્સ સરળતાથી શાઓમી પ્રોડક્ટ્સને ઓફલાઇન એક્સેસ કરી શકશે. mi.com પર જઇને પોતાના નજીકના કિયોસ્કની જાણકારી લઇ શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news