ડોનાલ્ડ ટ્રંપનો દોસ્ત મોદીને મોટો ઝટકો, દેશને થશે આ નુકશાન

કારોબારી મામલામાં અમેરિકા એકદમ અલગ દેખાઈ છે. આજ કારણ છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પે પોતાના દોસ્ત મોદીને ઝટકો આપી દીધો. 

 

  ડોનાલ્ડ ટ્રંપનો દોસ્ત મોદીને મોટો ઝટકો, દેશને થશે આ નુકશાન

નવી દિલ્હીઃ ડોનાલ્ડ ટ્રમ્પના અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા બાદ ભારત અને યુએસના સંબંધોમાં સુધારની વાતો શરૂ થઈ હતી. મોદી-ટ્રમ્પની મિત્રતાની મિશાલ આપવામાં આવી. ડિપ્લોમેસીના મામલામાં મોદી અને ટ્રમ્પ એક જ સુર વ્યક્ત કરતા નજરે આવ્યા. અમેરિકાએ ભારતની નીતિઓના ખૂબ વખાણ કર્યા હતા. આ સાથે જ આતંકવાદ જેવા મુદ્દે બંન્ને સાથે જોવા મળ્યા હતા. પરંતુ વ્યાપારના મામલે અમેરિકા અલગ પડે છે. આજ કારણે દોસ્ત ટ્રમ્પે મોદીને ઝટકો આપ્યો છે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ સરકારે હાલમાં જ વ્યાપારને લઈને એક નવો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી બિઝનેસના મામલે મોદી સરકારને ઝટકો લાગ્યો છે. 

શું છે મામલો ?

અમેરિકાનો ઘરેલું વ્યાપાર આ દિવસોમાં ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. અમેરિકાએ પોતાના ઘરેલું વ્યાપાર અને વ્યાપારીઓને બચાવવા માટે ભારતમાંથી નિકાસ થતા સ્ટેનલેસ સ્ટીલના ફ્લેંઝ અને  પાતળા ડેનીયર પોલિએસ્ટર સ્ટેપલ ફાઇબર પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લગાવી છે. અમેરિકાએ ભારત સિવાય ચીન પર આ પ્રતિબંધ લગાવ્યો છે. અમેરિકા તરફથી લાગેલા આ પ્રતિબંધને કારણે ભારતીય કંપનીઓને મોટુ નુકશાન થઈ શકે છે. અમેરિકાના વાણિજ્ય મંત્રી બિલ્વર રોસે કહ્યું કે, અમેરિકા હવે ચૂપચાપ બેસીને પોતાના ઘરેલું વ્યાપારને બદબાદ થતો ન જોઈ શકે. 

કેટલો મોટો છે આયાતનો કારોબાર ?

2016માં ચીનથી ફાઈન ડેનીયર પોલીએસ્ટર સ્ટેપલ ફાયબરની આયાત 7.94 કરોડ ડોલર રહી
2016માં ભારતમાંથી ફાઈન ડેનીયર પોલીએસ્ટર સ્ટેપલ ફાયબરની આયાત 1.48 કરોડ ડોલર રહી 
2016માં ચીનથી સ્ટેનલેશ સ્ટીલના ફ્લેંજની આયાત 1.63 કરોડ ડોલર રહી હતી. 
2016માં ભારતમાંથી સ્ટેનલેશ સ્ટીલના ફ્લેંજની આયાત 3.21 કરોડ ડોલર હતી (અમેરિકાના વાણિજ્ય વિભાગ પ્રમાણે )

આખરે કેમ લીધો નિર્ણય ?

અમેરિકાના વાણિજ્ય મંત્રી વિલ્બર રોસે જણાવ્યા પ્રમાણે, આ પ્રોડક્ટસના એક્સપોર્ટને પ્રોત્સાહિત કરવા માટે ચીન 41.73છી 47.55 ટકા અને ભારત 9.50 ટકાથી 25.28 ટકા સુધી સબસિડી આપે છે. વિદેશોમાં અપાતી સબસિડીથી ઘરેલું ઉદ્યોગોને નુકશાન ન થવા દેવાઈ. આ જોતા અમેરિકાના કસ્ટમ્સ એન્ડ બોર્ડર સિક્યોરિટી ડિપાર્ટમેન્ટને ચીન અને ભારતથી આયાત થયા ફાયન ડેનીયર પોલીએસ્ટર સ્ટેપલ ફાયબર પર અંતિમ દરોના આધાર પર રોકડ વસુલી કરવાનું કહેવામાં આવ્યું છે. 

બંધ થતો ન જોઈ શકીએ ઘરનો વ્યાપાર 
વિલ્બર રોસે કર્યું કે અમેરિકા હવે ચૂપચાપ બેસીને પોતાના ઘરેલું વ્યાપારને બરબાદ થતો ન જોઈ શકે. વિદેશોમાં અપાતી સબસિડીથી ઘરેલું ઉદ્યોગોને નુકશાન ન વેઠવા દેવાઈ. અમે અમેરિકી ઈન્ડસ્ટ્રિઝ, રોજગાર અને કોમ્યુનિટીને આવી આયાતોથી બચવા માટે સતત પગલા ભરતા રહીશું.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news