Milk Price Hike: દેશમાં જનતા મોંઘા દૂધથી પરેશાન? પણ આ શહેરમાં 16 રૂપિયા સસ્તું મળી રહ્યું છે Milk, જાણો કેમ
Milk Price Hike: ઇનપુટ કોસ્ટની વાત કરી ડેરી કંપનીઓ દૂધના ભાવ સતત વધારી રહી છે. તો બેંગલુરૂમાં આશરે દૂધ 16 રૂપિયા સુધી સસ્તું મળી રહ્યું છે. બેંગલુરૂમાં ફુલ ક્રીમ દૂધ હજુ 46 રૂપિયા પ્રતિ લીટર અને ટોન્ડ મિલ્ક 38 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળી રહ્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ મોંઘવારીના મારથી સામાન્ય જનતા પહેલાથી પરેશાન છે. આ વચ્ચે ડેરી કંપનીઓએ દૂધના ભાવમાં વધારો કરી ગ્રાહકોને વધુ એક ઝટકો આપ્યો છે. દેશભરમાં અમૂલ અને મધર ડેરીએ દૂધના ભાવમાં વધારો કરી દીધઠો છે. બંને કંપનીઓએ ઇનપુટ કોસ્ટનો હવાલો આપતા દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. પરંતુ શું તમે જાણો છો કે દેશમાં એક શહેર એવું પણ છે જ્યાં હજુ પણ દૂધ 16 રૂપિયા સુધી સસ્તું મળી રહ્યું છે. આ વાંચીને તમે પણ ચોંકી જશો. તમે વિચારતા હશો કે આ કઈ રીતે શક્ય છે? જ્યારે ઇનપુટ કોસ્ટની વાત કહી ડેરી કંપનીઓ દૂધના ભાવ સતત વધારી રહી છે તો આ શહેરમાં કઈ રીતે સસ્તું દૂધ મળી રહ્યું છે? અમે જે શહેરની વાત કરી રહ્યાં છીએ તેનું નામ બેંગલુરૂ છે. અહીં હજુ પણ ફુલ ક્રીમ દૂધ 46 રૂપિયા અને ટોન્ટ મિલ્ક માત્ર 38 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળી રહ્યું છે. આવો જાણીએ ભાવમાં આ ફેરફાર કેમ છે.
બુધવારે લાગૂ થઈ નવી કિંમતો
ગુજરાત કોપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને 16 ઓગસ્ટે દૂધની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. દિલ્હી-એનસીઆર અને મુંબઈ સહિત બધી બજારોમાં 17 ઓગસ્ટથી દૂધની નવી કિંમત લાગૂ થઈ ગઈ છે. દૂધના ભાવ વધ્યા બાદ મધર ડેરીનું ફૂલ ક્રીમ દૂધ 61 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. ટોન્ટ મિલ્ક 51 રૂપિયા લીટર, ડબલ ટોન્ટના ભાવ વધીને 45 રૂપિયા પ્રતિ લીટર અને ગાયના દૂધનો ભાવ 53 રૂપિયા લીટર થઈ ગયો છે. પહેલા અમૂલે ભાવ વધારવાની જાહેરાત કરી હતી.
2 રૂપિયા પ્રતિ લીટરનો ભાવ વધારો
અમૂલ દૂધના ભાવ 2 રૂપિયા પ્રતિ લીટર વધી ગયા છે. હવે અડધા લીટરનું અમૂલ ગોલ્ડ 31 રૂપિયાનું થઈ ગયું છે, જ્યારે અડધા લીટરવાળા અમૂલ શક્તિની કિંમત 28 રૂપિયા થઈ ગઈ છે. તો અમૂલ તાજા અડધો લીટર 25 રૂપિયામાં મળી રહ્યું છે.
બીજીવાર વધારવામાં આવ્યો ભાવ
અમૂલ અને મધર ડેરી બંને કંપનીઓએ આ પહેલા પણ ભાવ વધારો કર્યો હતો. આ વર્ષે માર્ચમાં બંને કંપનીઓએ મોંઘા ટ્રાન્સપોર્ટેશનની વાત કહી દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો હતો. હવે ફરી ભાવ વધારો કરવામાં આવ્યો છે. આ બંને દૂધ કંપની છેલ્લા 5 મહિનામાં પ્રતિ લીટર 4 રૂપિયાનો વધારો કરી ચુકી છે.
બેંગલુરૂમાં કેમ સસ્તું મળી રહ્યું છે દૂધ
તમે વિચારી રહ્યાં હશો કે જ્યારે દેશભરમાં દૂધના ભાવ સતત વધી રહ્યાં છે તો તેવામાં બેંગલુરૂમાં દૂધ કઈ રીતે સસ્તું મળી રહ્યું છે. બેંગલુરૂમાં આશરે 16 રૂપિયા પ્રતિ લીટર સુધી દૂધ ઓછી કિંમતે વેંચાઈ રહ્યું છે. બેંગલુરૂમાં ફુલ ક્રીમ દૂધ અત્યારે 46 રૂપિયા પ્રતિ લીટર અને ટોન્ડ મિલ્ક 38 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે. અહીં બાકી શહેરોના મુકાબલે ભાવ ઓછા હોવાનું કારણ સરકારની એક સ્કીમ છે. યેદિયુરપ્પા સરકારે તેની શરૂઆત કરી હતી. રાજ્ય સરકારે વર્ષ 2008માં કર્ણાટક કોઓપરેટિવ મિલ્સ પ્રોડ્યૂસર ફેડરેશનની સાથે દૂધ ઉત્પાદકોને 2 રૂપિયા પ્રતિ લીટર પ્રમાણે ઇન્સેટિવ આપવાનું શરૂ કર્યું હતું. તેને 2013માં રાજ્ય સરકારે વધારી 5 રૂપિયા પ્રતિ લીટર કરી દીધું. ત્યારબાદ સરકારે તેને વધારી 6 રૂપિયા પ્રતિ લીટર કરી દીધું હતું. આ ઇન્સેટિવ મેળવવા માટે દૂધનું ઉત્પાદન વધ્યું અને KMF દ્વારા દૂધની ખરીદી અનેક ગણી વધી ગઈ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે