ATF Price Hike: હવાઇ યાત્રા કરનારા લોકોને ઝટકો! સતત મોંઘી બનતી જાય છે હવાઇ મુસાફરી
પેટ્રોલ-ડીઝલના ભાવમાં એક તરફ સ્થિરતા જોવા મળી રહી છે. તો બીજી તરફ વિમાન ઇંધણના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે. મે મહિનાની શરૂઆતમાં જ વિમાન ઇંધણની કિંમતોમાં તેજી જોવા મળી છે. ATF ના ભાવમાં 3.22 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ વધારા બાદ વિમાન ઇંધણના ભાવ રેકોર્ડ લેવલ પર પહોંચી ગયા છે.
Trending Photos
ATF Price Hike: પેટ્રોલ-ડીઝલના ભાવમાં એક તરફ સ્થિરતા જોવા મળી રહી છે. તો બીજી તરફ વિમાન ઇંધણના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે. મે મહિનાની શરૂઆતમાં જ વિમાન ઇંધણની કિંમતોમાં તેજી જોવા મળી છે. ATF ના ભાવમાં 3.22 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ વધારા બાદ વિમાન ઇંધણના ભાવ રેકોર્ડ લેવલ પર પહોંચી ગયા છે. વર્ષ 2022 માં વિમાન ઇંધણની ભાવમાં 9મી વાર વધારો થયો છે.
તમને જણાવી દઇએ કે ગ્લોબલ લેવલ પર ઉર્જાના ભાવમાં ઉછાળો આવ્યો છે, જેની અસર વિમાન ઇંધણ પર પણ પડી છે. સાર્વજનિક ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓના નોટિફિકેશન અનુસાર રાષ્ટ્રીય રાજધાનીમાં એટીએફના ભાવમાં 3,649.13 રૂપિયા પ્રતિ કિલોલીટર અથવા 3.22 ટકાનો વધારો થયો છે.
દેશની રાજધાનીમાં એટીએફના ભાવ 1,16,851.46 રૂપિયા પ્રતિ કિલોલીટર (116.8 રૂપિયા લીટર) પર પહોંચ્યો છે. આ દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત 25મા દિવસે કોઇ ફેરફાર થયો નથી. તે પહેલાં વાહન ઇંધણના ભાવમાં રેકોર્ડ 10-10 રૂપિયા પ્રતિ લીટર વધ્યો હતો.
વિમાન ઇંધણના ભાવમાં દર મહિને પહેલી અને 16 તારીખે ફેરફાર કરવામાં આવે છે. તો બીજી તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આંતરરાષ્ટ્રીય બજારોના અનુરૂપ દરરોજ સુધારો થાય છે. આ પહેલાં માર્ચને એટીએફના ભાવ 18.3 ટકા અથવા 17,135.63 રૂપિયા પ્રતિ કિલોલીટર વધારવામાં આવ્યા હતા.
તમને જણાવી દઇએ કે સ્થાનિક ટેક્સના લીધે અલગ અલગ રાજ્યોમાં એટીએફના ભાવ અલગ અલગ હોય છે. કોઇપણ એરલાઇનના સંચાલનમાં વિમાન ઇંધણનો ભાગ લગભગ 40 ટકા હોય છે. વર્ષ 2022 શરૂઆતથી એટીએફના ભાવ દર પંદર દિવસે વધારવામાં આવે છે. એક જાન્યુઆરીથી નવમી વાર એટીએફના ભાવમાં 42,829.55 રૂપિયા પ્રતિ કિલોલીટર અથવા 50 ટકાનો થયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે