રામ મંદિરના કારણે આ 10 શેરોમાં ગજબનો જોશ, અયોધ્યા કનેક્શનથી થશે ફાયદો, યાદીમાં એક ગુજરાતી કંપની

દેશ દુનિયામાં રામ મંદિરને લઈને જબરદસ્ત ધૂમ છે. જના પગલે અયોધ્યા પણ ફોકસમાં છે. મંદિર અને અયોધ્યા સાથે કનેક્શનના પગલે 10 શેરોમાં જબરદસ્ત એક્શન જોવા મળે છે. જે આગળ પણ જોશમાં રહે તેવી ધારણા છે.

રામ મંદિરના કારણે આ 10 શેરોમાં ગજબનો જોશ, અયોધ્યા કનેક્શનથી થશે ફાયદો, યાદીમાં એક ગુજરાતી કંપની

દેશ દુનિયામાં રામ મંદિરને લઈને જબરદસ્ત ધૂમ છે. જના પગલે અયોધ્યા પણ ફોકસમાં છે. મંદિર અને અયોધ્યા સાથે કનેક્શનના પગલે 10 શેરોમાં જબરદસ્ત એક્શન જોવા મળે છે. જે આગળ પણ જોશમાં રહે તેવી ધારણા છે. આ શેરોમાં IRCTC, PayTM, Pakka, Praveg, Genesys International Corp, Interglobe Aviation & Spicejet, Allied Digital, Apollo Sindoori, Kamat Hotel, INDIAN HOTELs સામેલ છે. જાણો આ શેરો વિશે....

1.IRCTC
IRCTC અયોધ્યા માટે સ્પેશિયલ ટ્રેન ચલાવે છે. 200થી વધુ આ ટ્રેન દેશના તમામ ભાગોને અયોધ્યા સાથે જોડવાનું કામ કરશે. કંપની અયોધ્યા અને અન્ય જગ્યાઓ માટે ટુર પેકેજ ઓફર કરી રહી છે. ટુરિઝમમાં ઝગારા સાથે સરકારી કંપનીને પણ ફાયદો થશે. 

2. PayTM
ફિનટેક કંપનીએ અયોધ્યા નગર નિગમ સાથે એમઓયુ કર્યું છે. જે હેઠળ અયોધ્યામાં મોબાઈલ પેમેન્ટ માટે કરાર કર્યો છે. કરારમાં પેટીએમના QR કોડ, સાઉન્ડ બોક્સ, કાર્ડ મશીન દ્વારા મોબાઈલ પેમેન્ટ કરી શકાશે. કંપની પાસે 92 લાખથી વધુ ડિવાઈસ છે. આવામાં ઓનલાઈન બુકિંગથી પણ કંપનીને ફાયદો થશે. 

3. Pakka Ltd 
કંપની કમ્પોસ્ટેબલ પેકેજિંગ પ્રોડક્ટ  બનાવે છે. જેનું મેન્યુફેક્ચર યુનિટ અયોધ્યામાં છે. અનુમાન છે કે FY26/27 સુધી અયોધ્યાથી લગભઘ 1600 કરોડ રૂપિયાના ટર્નઓવરનું અનુમાન છે. અત્રે જણાવવાનું કે FY23 માં કંપનીની કુલ આક 408 કરોડ રૂપિયા હતી. 

4. Praveg ltd
કંપનીના રિસોર્ટ કલ્ચરલ અને હેરિટેજ જગ્યાઓ પર છે. તેની કુલ 9 પ્રોપર્ટી ઓપરેશનલ છે અને 12 અંડર ડેવલપમેન્ટ છે. 8 ઓગસ્ટ 2023ના રોજ કંપનીને અયોધ્યામાં ટેન્ટ સિટી ડેવલપ કરવાનો ઓર્ડર મળ્યો. આ ઓર્ડર 10 વર્ષ માટે છે. જેને આગળ 5 વર્ષ માટે વધારી શકાય છે. ટેન્ટ સિટીમાં 50 ટેન્ટ હશે અને એક રેસ્ટોરન્ટ પણ હશે. પ્રવેગે અયોધ્યા અગાઉ વારાણસીમાં પણ ટેન્ટ પ્રોજેક્ટ કર્યો હતો. જેમાં 10 હજાર વિઝિટર્સ આવી ચૂક્યા છે. પ્રવેગ લિમિટેડ એ અમદાવાદ સ્થિત કંપની છે જે હોસ્પિટાલિટીના સેક્ટરમાં કામ કરે છે. આ કંપનીએ કચ્છના રણ, વારાણસી, દમણ, દીવ, વગેરે સ્થળોએ લક્ઝરી ટેન્ટ અને લક્ઝરી રિસોર્ટ સર્વિસીસનું સંચાલન કરે છે. 

5. Genesys International Corporation Ltd
આ એક એડવાન્સ્ડ મેપિંગ કંપની છે જેમાં 2000થી વધુની પ્રોફેશનલ ટીમ સામેલ છે. 9 જાન્યુઆરી 2024ના રોજ Genesys નવી ઈન્ડિયા મેપ પ્લેટફોર્મને અયોધ્યાની ઓફિશિયલ મેપ એડોપ્ટ કરાઈ. આ મેપમાં બેસ્ડ રૂટ અને લોકેશન સાથે ઈલેક્ટ્રોક ગાડીઓ માટે પણ ફીચર્સ હશે. અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી એક અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી એપ પણ લોન્ચ કરશે કંપનીના મેપિંગ ઈન્ટરફેસ દ્વારા થશે. આ સાથે જ તમામ પ્લેટફોર્મ માટે એપ લોન્ચ કરશે. 

6. Interglobe Aviation & Spicejet  
30 ડિસેમ્બર 2023ના રોજ અયોધ્યા એરપોર્ટ (મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ) નું ઉદ્ધાટન કરાયું. દિલ્હી અને અમદાવાદથી પહેલેથી ઈન્ડિગોની ડાઈરેક્ટ ફ્લાઈટ છે. 15 જાન્યુઆરીથી ઈન્ડિગોએ મુંબઈથી પણ ડાઈરેક્ટ ફ્લાઈટ શરૂ કરી છે. 1 ફેબ્રુઆરીથી સ્પાઈસજેટે પણ 3 શહેરોથી અયોધ્યાની ડાઈરેક્ટ ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરી. ચેન્નાઈ, બેંગ્લુરુ, અને મુંબઈથી અયોધ્યાની ડાઈરેક્ટ ફ્લાઈટ્સ થશે. જ્યારે સ્પાઈસજેટ 21 જાન્યુઆરીથી દિલ્હીથી અયોધ્યાની સ્પેશિયલ ફ્લાઈટ પણ ઓપરેટ કરશે. 

7. Allied Digital
Allied Digital એક ગ્લોબલ આઈટી સર્વિસિસ પ્રોવાઈડર કંપની છે. માસ્ટર સિસ્ટમ ઈન્ટીગ્રેટર તરીકે અયોધ્યા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માટે કંપનીને નિયુક્ત કરવામાં આવી છે. કંપની એન્ટરપ્રાઈઝ ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચર મેનેજ કરે છે. Allied Digital પાસે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સની સ્પેશિયાલિટી છે. અત્રે જણાવવાનું કે કંપની માસ્ટર સિસ્ટમ ઈન્ટીગ્રેટર તરીકે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ પર કામ કરે છે. 

Allied Digital મોબિલિટી, એનાલિટિક્સ, અને AI નો ઉપયોગ કરીને પોતાના પ્રોજેક્ટ્સ પૂરા કરે છે. CCTV સર્વિલાન્સના ઈન્ટીગ્રેશનનું કામ કરશે. કેપેક્સ અને ઈમ્પ્લીમેન્ટેશન 3 મહિનામાં થશે, જેને કંપની આગામી 5 વર્ષ સુધી ઓપરેટ કરશે અને મેન્ટેઈન કરશે. 

8. Apollo Sindoori
આ કંપની હોસ્પિટાલિટી સેક્ટર સાથે જોડાયેલી છે. જે હેઠળ હોસ્પિટાલિટી સર્વિસિસ મેનેજમેન્ટ અને સપોર્ટ સર્વિસિસનું કામકાજ કરે છે. હાલ એપોલો સિન્દુરી હોટલ અયોધ્યાના ટેઢી બજારમાં મલ્ટી લેવલ પાર્કિંગને વિક્સિત કરી રહી છે. તેનો એરિયા 3000 વર્ગ મીટરમાં ફેલાયેલો છે. જેનું પાર્કિંગ ની છત પર રેસ્ટોરન્ટનું નિર્માણ કરવામાં આવશે. તેમાં એક વખતમાં એક હજારથી વધુ શ્રદ્ધાળુઓ બેસી શકે છે. 

9. Kamat Hotel
અયોધ્યામાં ટુરિઝમ વધવાથી કંપનીને મોટો ફાયદો થશે. આથી કામત હોટલ અયોધ્યામાં 2 નવી હોટલ ખોલશે. જે હેઠળ 50 રૂમની આ હોટલ આ મહિનાથી જ શરૂ થઈ જશે. IRA બ્રાન્ડ હેઠળ અયોધ્યામાં હોટલ છે. હોટલમાં બેન્ક્વેટ હોલ અને રૂપટોપ રેસ્ટોરન્ટ પણ હશે. આ ઉપરાંત અયોધ્યામાં આગળ 2 વધુ હોટલ ખોલવાનો પણ પ્લાન છે. પછી અયોધ્યામાં કંપનીની કુલ 3 હોટલ થશે. 

10. INDIAN HOTELS
વિવાંતા અને જિંજર બંને બ્રાન્ડ્સની અયોધ્યામાં હોટલ છે. યુપીમાં હોટલ્સનું મોટું નેટવર્ક છે. ફક્ત UP માં જ કુલ 19 હોટલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news