ખાલી ખાતાએ બેંકોને બનાવી 'માલામાલ',  એક વર્ષમાં વસુલ કર્યા 5 હજાર કરોડ

દેશના તમામ બેંકોને આવક તેના ખાતાથી થતી હોય છે

ખાલી ખાતાએ બેંકોને બનાવી 'માલામાલ',  એક વર્ષમાં વસુલ કર્યા 5 હજાર કરોડ

મુંબઈ : દેશના તમામ બેંકોની આવક તેના ખાતાથી થતી હોય છે. જેની પાસે જેટલા વધુ બેંક ખાતા હોય છે અને ખાતામાં વધુમાં વધુ રકમ હોય છે તેની કમાણી સૌથી વધારે છે. પરંતુ દેશમાં એક એવી પણ બેંક છે. જેણે પોતાના ખાલી બેંક ખાતા દ્વારા અંદાજે 2500 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા છે. જેણે પોતપોતાના બેંક એકાઉન્ટમાં ન્યૂનત્તમ  બેલેન્સ ન રાખનારા લોકો પાસેથી વર્ષ 2017-18માં 2,434 કરોડ રૂપિયા કમાણી કરી છે. વાસ્તવમાં આ કમાણી એસબીઆઈને દંડ તરીકે થઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ, ચાલુ વર્ષે એસબીઆઈએ જે લોકો પોતાના ખાતામાં મિનિમમ બેલેન્સ રાખતા નથી તેમની પાસેથી દંડ વસૂલવાનુ શરૂ કર્યુ હતું. જેનાથી એસબીઆઈને આટલી મોટી આવક શરૂ થઈ છે.

એસબીઆઈની સાથે દેશની બીજી બેંકોની વાત કરીએ તો મિનિમમ બેલેન્સ ન રાખનારા પાસેથી અંદાજે 5000 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. જે લોકો પોતાના ખાતામાં મિનિમમ બેલેન્સ રાખી શકતા નથી તેના માટે જન-ધન યોજના હેઠળ અંદાજે 30.8 કરોડ બેસિક સેવિંગ્સ એકાઉન્ટ ખોલ્યા છતાં બેંકો દ્વારા વસૂલાયેલા દંડની રકમ ઘણી વધારે છે. અંદાજે 30 ટકા દંડ ભારતની 3 મોટી ખાનગી બેંક એક્સિસ, એચડીએફસી અને આઈસીઆઈસીઆઈએ વસૂલ્યો છે.

કઈ બેંકે વસુલ કર્યો કેટલો દંડ 

  • સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા - 2,434 કરોડ રૂ. 
  • એચડીએફસી - 590 કરોડ રૂ. 
  • એક્સિસ - 530 કરોડ રૂ. 
  • આઇસીઆઇસીઆઇ બેંક - 317 કરોડ રૂ. 
  • પંજાબ નેશનલ બેંક - 211 કરોડ રૂ. 

બિઝનેસને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news