ભારતીય સેનાને જલ્દી મળશે 400 આધુનિક તોપ, ચીન-પાક. સીમા પર થશે ફરજંદ

ભારતીય સેના વધારે શક્તિશાળી બનવા જઇ રહી છે, સેનાને 400 આધુનિક તોપો મળવાની છે. હોવિત્ઝર M777 જેવી તોપ ચીન અને પાકિસ્તાન સીમા પર ફરજંદ કરાશે

ભારતીય સેનાને જલ્દી મળશે 400 આધુનિક તોપ, ચીન-પાક. સીમા પર થશે ફરજંદ

નવી દિલ્હી : ભારતીય સેનાને હાલના સમયે 400 કરતા પણ વધારે તોપોની જરૂર છે. તેમાં તે આધુનિક તોપનો પણ સમાવેશ થાય છે જેને ભારત- પાકિસ્તાન અને ચીનની સરહદ પર ફરજંદ કરવામાં આવશે. આ દરેક વાતાવરણમાં કારગત તોપ છે જેને અત્યાધિક ઉંચાઇથી માંડીને રણ અથવા પછી પહાડથી માંડીને બર્ફીલા પહાડો પર ફરજંદ કરવામાં આવશે. ભારતીય સેનાનાં મોટા જુથમાં સમાવિષ્ઠ થનારી તમામ તોપો મેક ઇન ઇન્ડિયા હેઠલ તૈયાર કરવામાં આવી રહી છે. 

ભારતીય સેનાને 145 તોપોને મળવાની પ્રક્રિયામાં ઝડપ લાવવા માટે જણાવવામાં આવ્યું છે. મે 2018માં ઘનુષ 155ય45 કેલિબર વાળી તોપનો યુઝર ટ્રાયલ પોખરણમાં થઇ ચુક્યું છે. ઓર્ડિનેન્સ ફેક્ટ્રી બોર્ડને કહેવામાં આવ્યું છે કે 114 તોપોને ઝડપથી તૈયાર કરીને ભારતીય સેનાને સુપુર્દ કરે. કે-9 વજ્ર 155 એમએમ-5 કેલિબરની હોવિત્ઝર તોપ છે. તેને સાઉથ કોરિયા તૈયાર કરીને 100ની સંખ્યામાં ભારતીય સેનાને આપશે. માટે મેક ઇન ઇન્ડિયા હેઠળ એલએનટી કંપની પાર્ટનરશિપ હેઠળ 2019 નવેમ્બર સુધી તેને તૈયાર કરી દેશે. 

પહેલી 10 તોપ નવેમ્બર, 2018 સુધીમાં આવનાર છે. ત્યાર બાદ 40 તોપ 2019ના નવેમ્બર મહિના સુધી અને ત્યાર બાદ 2020 સુધી ભારતીય સેનાને મળશે. અમેરિકાની સેના સાથે ખુબ જ હળવા વજનવાળા 145 હોવિત્ઝર તોપો M777ના સોદા બાદ બે તોપ ભારત આવી ચુકી છે. જ્યારે 2019ના માર્ચથી માંડીને 2021ના જુન વચ્ચે દર મહિને 5-5 તોપો આવશે. અલ્ટ્રા લાઇટ હોવિત્ઝર તોપોને ભારતમાં ચીનની સીમાની નજીક અને અરૂણાચલ પ્રદેશ અને લદ્દાખના ઉંચાઇ વાળા ક્ષેત્રોમાં ફરજંદ કરવામાં આવશે. 

એટીએજીએસ ડીઆરડીઓ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલ આર્ટીલરી ગન છે. ભારત ફોર્જની સાથે મળીને તેને તૈયાર કરવામાં આવી રહ્યા છે. તેની રેંજ 45 કિલોમીટર છે. એક સ્થળેથી બીજા સ્થળે ખુબ જ સરળતાથી લઇ જઇ શકાય છે. સંરક્ષણ મંત્રાલય અનુસાર આ પ્રોજેક્ટ ઝડપી બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. 2019 પુર્ણ થતા પહેલા ભારતીય સેનામાં સમાવેશ થવા માટે કહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news