Gautam Adani: રાતોરાત ગૌતમ અદાણીની સંપત્તિમાં જબરદસ્ત ઘટાડો, જાણો અચાનક શું થયું

નવા વર્ષ 2023ના પહેલા મહિનામાં જ અદાણી ગ્રુપ માટે એક અમેરિકી ફર્મનો રિપોર્ટ નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે. આ રિપોર્ટ બાદ ગૌતમ અદાણીની કંપનીઓના શેરમાં એવો ઘટાડો જોવા મળ્યો કે બજારમાં ખળભળાટ મચી ગયો છે. રિપોર્ટ બાદ એક જ દિવસમાંમ 48000 કરોડ ડોલરથી વધુ ગુમાવ્યા અને આ ઘટાડો સતત ચાલુ છે.

Gautam Adani: રાતોરાત ગૌતમ અદાણીની સંપત્તિમાં જબરદસ્ત ઘટાડો, જાણો અચાનક શું થયું

Gautam Adani: નવા વર્ષ 2023ના પહેલા મહિનામાં જ અદાણી ગ્રુપ માટે એક અમેરિકી ફર્મનો રિપોર્ટ નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે. આ રિપોર્ટ બાદ ગૌતમ અદાણીની કંપનીઓના શેરમાં એવો ઘટાડો જોવા મળ્યો કે બજારમાં ખળભળાટ મચી ગયો છે. રિપોર્ટ બાદ એક જ દિવસમાંમ 48000 કરોડ ડોલરથી વધુ ગુમાવ્યા અને આ ઘટાડો સતત ચાલુ છે. શુક્રવારે અદાણી પોર્ટ્સના શેર્સમાં 24 ટકા અને અદાણી ટ્રાન્સમિશનના શેર્સમાં 20 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો. 

ફોરેન્સિક ફાઈનાન્શિયલ રિસર્ચ ફર્મ Hindenburg ના રિપોર્ટમાં અદાણી ગ્રુપની કંપનીઓ પર અનેક સવાલ ઉભા કરવામાં આવ્યા છે. હવે અદાણી ગ્રુપ પણ હિંડનબર્ગ રિસર્ચ વિરુદ્ધ મોરચો ખોલવાની તૈયારીમાં છે. 

ગણતંત્ર દિવસ એટલે કે 26 જાન્યુઆરીના રોજ અદાણી ગ્રુપ તરફથી એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે જેમાં કહેવાયું છે કે તે રિસર્ચ ફર્મ હિંડનબર્ગ વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવા માટે અમેરિકી અને ભારતીય કાયદા હેઠળ પ્રાસંગિક જોગવાઈઓનું મૂલ્યાંકન કરી રહ્યા છે. જેણે ગ્રુપ પર ટેક્સ હેવનના કાયદેસર ઉપયોગ અને ભારે ભરખમ કરજ અંગે સવાલ ઊભા કર્યા છે. 

અદાણી ગ્રુપે રિપોર્ટને ગણાવ્યો પાયાવિહોણો
અદાણી ગ્રુપ તરફથી બહાર પાડવામાં આવેલા સ્ટેટમેન્ટમાં ગત 24 જાન્યુઆરી 2023ના રોજ હિંડનબર્ગ રિસર્ચ તરફથી પ્રકાશિત રિપોર્ટને ફગાવવામાં આવ્યો અને તેને દુર્ભાવનાથી ગ્રસ્ત જણાવવામાં આવ્યો. તેમાં કહેવાયું છે કે રિપોર્ટ મર્યાદિત સૂચનાઓ અને વાસી, નિરાધાર તથા બદનામ આરોપોનું એક દુર્ભાવનાપૂર્ણ સંયોજન છે. આ રિપોર્ટને કોઈ પણ રિસર્ચ વગર તૈયાર કરાયો છે. તેના પ્રકાશિત થયા બાદ અમારા શેરહોલ્ડર્સ અને ઈન્વેસ્ટર્સની લાગણીઓ પર પ્રતિકૂળ અસર પડી છે. 

FPO ને નુકસાન પહોંચાડવાની કોશિશ
અદાણી ગ્રુપે કડક શબ્દોમાં કહ્યું છે કે કંપનીના ફોલો-ઓન પલ્બિલક ઓફરિંગ (FPO) ને નુકસાન પહોંચાડવા માટે એક વિદેશી ફર્મ દ્વારા જાણી જોઈને અમને પરેશાન કરવામાં આવ્યા છે. અદાણી મેનેજમેન્ટે કહ્યું કે આ રિપોર્ટે ગ્રુપની ઈન્વેસ્ટર કમ્યુનિટી અને સામાન્ય જનતાને ગુમરાહ કરવાની સાથે સાથે અદાણી ગ્રુપના લીડર્સની પ્રતિષ્ઠાને ઓછી કરવાનું કામ કર્યું છે. આ બદલ અમે ઉપચારાત્મક અને દંડાત્મક કાર્યવાહી માટે કાયદા હેઠળ પ્રાસંગિક જોગવાઈઓનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ. બીજી બાજુ મીડિયા રિપોર્ટ મુજબ હિંડનબર્ગનું કહેવું છે કે તેઓ પોતાના રિપોર્ટ પર કાયમ છે અને કાનૂની કાર્યવાહીનું સ્વાગત કરશે. 

અત્રે જણાવવાનું કે અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ ફોલો ઓન પબ્લિક ઓફર (Adani Enterprises FPO) દ્વારા પૈસા ભેગા કરવાની તૈયારીમાં છે. બુધવારે આ માટે એફપીઓ માટે 3112 રૂપિયા પ્રતિ શેર ફ્લોર પ્રાઈઝ પણ નક્કી કરવામાં આવી છે. 

અદાણી કંપનીના શેર ધડામ
નોંધનીય છે કે હિંડનબર્ગના આ રિપોર્ટ બાદ ગૌતમ અદાણીની સંપત્તિ ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયોનર ઈન્ડેક્સ મુજબ એક જ દિવસમાં 6.1 અબજ ડોલર એટલે કે 489,99,30,00,000 રૂપિયા જેટલી ઘટી ગઈ. શેર બજારમાં લિસ્ટેડ અદાણી ગ્રુપની કંપનીઓના શેરોમાં જોરદાર કડાકો જોવા મળ્યો. આ રિપોર્ટમાં એવો પણ દાવો કરાયો છે કે ગ્રુપની 7 પ્રમુખ લિસ્ટેડ કંપનીઓ 85 ટકાથી વધુ ઓવરવેલ્યૂઝ છે. 

અત્યાર સુધીમાં 1.44 લાખ કરોડનું નુકસાન, રોકાણકારોના 2.75 લાખ કરોડ ડૂબ્યા
અદાણીની નેટવર્થ બુધવારથી અત્યાર સુધીમાં 3 દિવસમાં 10 ટકાથી વધુ ઓછી થઈ ગઈ છે. બ્લુમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સ મુજબ અદાણીને લગભગ 1.44 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. અદાણીની કંપનીઓની માર્કેટ કેપ પણ ઓછી થઈ છે. જેના કારણે રોકાણકારોને 2.75 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે. 

જુઓ લાઈવ ટીવી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news