કપાસિયા તેલના ભાવમાં અત્યાર સુધીનો સૌથી મોટો વધારો, એક જ દિવસમાં વધ્યા 100 રૂપિયા
Groundnut Oil prices Hike Again : દિવાળી પહેલા જ ખાદ્ય તેલના ભાવોમાં તોતિંગ વધારો....એક જ દિવસમાં કપાસિયા તેલના ભાવમાં ડબ્બે 100 રૂપિયાનો વધારો... હજી ચાર દિવસ પહેલા સિંગતેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો
Trending Photos
Groundnut Oil Prices : ગુજરાતીઓ માટે આ દિવાળીનો તહેવાર ભારે પડવાનો છે. મોંઘવારી એવી હરણફાળ વિકાસ કરી રહી છે કે, લોકોના ઘરનું બજેટ ડગમગી ગયું છે. નવેમ્બર મહિનાની શરૂઆત થતા જ ખાદ્યતેલોના ભાવમાં ભડકો થયો છે. દિવાળીના તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. ચાર દિવસ પહેલા સિંગતેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે હવે નવેમ્બર મહિનાની શરૂઆતમાં કપાસિયા તેલના ભાવમાં ભડકો થયો છે. એક જ દિવસમાં કપાસિયા તેલના ડબ્બે 100 રૂપિયાનો વધારો કરાયો છે.
આજે ખુલતા બજારે કપાસિયા તેલના ભાવમાં 100 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. કપાસિયા તેલના 15 કિલો બ્રાન્ડેડ ડબ્બાનો ભાવ 1510 રૂપિયા હતો, જે વધીને 1610 રૂપિયા ભાવ થયો છે. ત્યારે હવે કપાસિયા તેલના ભાવને પગલે સિંગતેલના ભાવ પણ વધે તેવી શકયતા દેખાઈર હી છે. દિવાળીના તહેવારને લઈને કપાસિયા તેલની માંગમાં વધારો થઈ રહ્યો છે. દિવાળી બાદ પણ લગ્નસરાની સિઝન હોવાથી ખાદ્યતેલના ભાવ વધે તેવી શકયતા વેપારીઓએ વ્યક્ત કરી છે.
સરકારનો તેલના ભાવ પર કોઈ અંકુશ નહિ
ઓગસ્ટ મહિનો એટલે તહેવારોની સીઝન આવતા જ તેલિયા રાજા બેફામ બન્યા છે. તહેવારોની સીઝન ટાંણે જ તેલના ભાવમાં વધારો ઝીંક્યો છે. હજી ચાર દિવસ પહેલા સિંગતેલના ભાવમાં રૂ. 20 નો વધારો ઝીંકાયો છે. તો કપાસિયા તેલના ભાવમાં પણ વધારો કરાયો છે. મગફળીની ઓછી આવકની સામે સિંગતેલની વધતી ડિમાન્ડ ભાવ વધારા પાછળ જવાબદાર હોવાનું વેપારીઓનું કહેવાઈ રહ્યું છે. બીજી તરફ, તહેવારોમાં તેલીયારાજા ઉચા ભાવ જાળવી રાખવા સક્રિય થયા છે. સરકારનો વધતા તેલના ભાવ પર કોઈ અંકુશ નથી. પરંતુ તેલના ભાવનો આ ભડકો લોકોના બજેટને પેટવી રહ્યો છે.
મોંઘવારીના લીધે ગૃહિણીઓની હાલત કફોડી બની છે. ખાદ્યતેલ, શાકભાજી તેમજ કઠોળના ભાવમાં ધરખમ વધારો થયો છે. વેપારીઓ કહે છે કે, ખાદ્યતેલોમાં ભાવ વધારા માટે સટ્ટાખોરી જવાબદાર છે. ખાદ્યતેલોના ભાવ ઉંચા રહેતા સીંગદાણા અને મગફળીના ભાવ પણ ઉંચે ગયા છે. સિંગતેલની સાથે કપાસિયા તેલના ભાવમાં પણ આગઝરતી તેજી જોવા મળી રહી છે. વેપારીઓનું કહેવુ છે કે, ભાવવધારા માટે સટ્ટાખોરી જવાબદાર છે. ખેડૂતોને પાકનો પૂરો ભાવ મળતો નથી અને વેપારીની સંગ્રહખોરીના લીધે મોંઘવારી વધે છે. મોંઘવારી પર સરકારે વિચારવાની જરૂર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે